કવિ શ્રી નર્મદને એમના જન્મદિવસે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.
સ્વર : દ્રવિતા ચોક્સી
સંગીત : મેહુલ સુરતી
નવ કરશો કોઇ શોક – રસિકડાં, નવ કરશો કોઇ શોક – ટેક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી – રસિકડાં.
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી – રસિકડાં.
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી – રસિકડાં
એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી – રસિકડાં.
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી – રસિકડાં.
મુઓ હું ત્હમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમાંથી – રસિકડાં.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી – રસિકડાં.
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી – રસિકડાં
જુદાઇ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી – રસિકડાં
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે જ રુદનથી – રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી – રસિકડાં
મ્હને વિસારી રામ સમરજો, સુખી થશો તે લતથી – રસિકડાં
– કવિ નર્મદ
————
કવિ નર્મદની અન્ય રચનાઓ ટહુકો પર :
જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ
યા હોમ કરીને પડો – નર્મદ
1885/1890 સાલ માં લખેલું આ કાવ્ય આજે પણ યથાર્થ છે, સૂચક છે.
કવિ નર્મદે આ કાવ્ય પોતાના મરણ પછી શોક નહીં કરવા લખેલું, પણ આજે પણ એમજ લાગે છે કે કવિ આપણાં બધા જ માટે આ ગીત લખી ગયા હતા, જેથી આપણે જનાર નો શોક ના કરી તેમની સાથે વિતાવેલ સારા સમય સંભાળી ને તેમને યાદ કરીયે
ગીત ની ફાઈલ મીસીંગ છે.
અત્યન્ત સુન્દેર કાવ્ય છે. પન સમ્ભલવા ના મલ્યુ. ફરિ થિે એમ પી ૩ મુકો તો ઘનો આભર.
નર્મદ તો આપણૉ પ્રાણ, નર્મદ આપણી શાન, નર્મદ જ ગુજરાતિનુ લક્ષ્ય અને નર્મદ જ ગુજરાતીનો પક્ષ
તમે નર્મદને યાદ કર્યા માટે આભાર
જીંદગીનું કડવું અને કલ્યાણકારી સત્ય એટલે મૃત્યુનો સંદેશ સાંભળ્યો. કવિ નર્મદની આ રચનામાં સંસારના બહોળા અનુભવની મહેંક પણ આવે છે. ઉષા
ઓ પખિડા સુખ થિ ચણજો…ગીત્ડ કાઈ ગવા.
આ કવિતા નો રાગ સરખો.
આ વાચિ ને સરસ બિજિ કવિત નિ યાદ અપવ વા માતે ધન્યવાદ
આ અવ્સાન સન્દેશ સામ્ભલિ મન ભરિ આવ્યુ. મારા સ્વ. નાના- નાનિ નુ ઘર કવિ નર્મદ નિ નજિક હતુ. અવસાન સન્દેશ પેહ્લિ વાર સામ ભલિ બહુ જ યાદ આવ્ય એ લોકો.ખુબ જ રડઇ આજે હુ. આપ્નો બહુ આભાર. બાળપન ના એ દિવસો ક્યારે પાછા નહિ આવે પન એ લોકો ને યાદ કરિએ તો મન ને સારુ લાગે છે.
વીર કવિ નર્મદને શ્રધ્ધાન્જલી અને સલામ…..
કવિ નર્મદના જન્મદિવસ નિમિત્તે તેમની આ બહુ પ્રખ્યાત કવિતાનો લહાવો આપવા બદલ અભાર.
વીર કવિ નર્મદને યાદ કરવા બદલ આભાર…
જેવી સુંદર રચના એવું જ અદભુત ખમીરવંતુ સ્વરાંકન અને ગાયકી…
Happy Birthday Kaviji *( Amliran surat na rahevashi…eva..Mara Gharni Najik Raheta Kaviji ne Naman )
I learned this poem in school life.. and from that time…i love this poem very much..