સ્વર : ભુપિન્દર
This text will be replaced
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
———————–
ફરમાઇશ કરનાર મિત્રો : રુદ્રિક, ઇન્દ્રવદન મિસ્ત્રી, સેજલ, અર્પણ, વિક્રમ ભટ્ટ, રાકેશ શાહ, માનસી




March 17th, 2007 at 4:11 pm
રાવજી પટેલ નું આ ગીત યાદગાર બની ગયું છે
March 17th, 2007 at 8:44 pm
જયશ્રી,
આભાર…
રાવજી પટેલના શબ્દો નો જવાબ નથી.
આ ગીત બાબતે એક જરુરી માહિતી આપવી છે.
મારી ફરમાઇશમાં મેં આ ગીત માટે સ્વર ભુપિન્દર નો લખેલો પણ પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે ફિલ્મ ‘કાશી નો દિકરો’ માં આ ગીત શ્રી રાસબિહારી દેસાઇ દ્વારા ગવાયે છે. આ બાબતે વધુ માહિતી માટે આ પેજ પર જોઇ લેવા વિનંતીઃ
http://www.imdb.com/title/tt0311390/soundtrack
March 18th, 2007 at 1:21 am
રાવજી પટેલનું આ ગીત અમર બની ગયું છે….ભુપેન્દર ઉપરાંત રાસબીહારી તથા ઘણા એ ગાયું છે……રાજીવનું ભાવ જગત ચિંતન જગત ખુબ વિશાળ છે….આંખે કંકુના સુરજ આથમવાની વાત …………એક સુરજ નહી રાવજી અનેક સુરજને આથમતામરણ પથારી જોયા હશે……માની મમતાનો સુરજ ,બેન ભાઈના સ્નેહનો ……વાગદત્તાના વાત્સલ્યનો ..રાવજીએ મોતના સત્યને આવકાયુઁ છે….હસતાં હસતાં જાણે કે નવીન દુનિયામાં જવાનું હોય તેમ સગને સંકોરી વહેલને શણગારવાની વાત….અજવાળાં પહેરી ઉભા સ્વાસમાં ..આત્માના દિવ્ય સ્વરુપની અનુભુતી …દિવ્યાત્માની દિવ્ય યાત્રાએ …વેલડાં શણગારવાની વાત્……
પીળાં પાંદે લીલા ઘોડા ડુબવાની વાત હૈયું હલબલાવી દે છે…કદાચ પીળો પીઠીનો રંગની કલ્પના હોય શકે…અને યોવનનો લીલુડો ઘોડો…..હજી પીઠીનો રંગ પણ ઉતયોઁ નથી…અલકાતા રાજ ….વડીલોની હાજરીમાં નવ વધું ઘુંઘટ તાણી …આછું મલકાતી મલકાતી કામ કરતી સ્વ-પત્ની ની વાત રાવજીએ કરી છે…અહીંયાં રાવજી હણહણતી સુવાસ ને સાંભળે છે …શાની હશે એ સુવાસ………કોણ રોકી રહયુ છે…રાવજી ચોકમાં કોના બોલ રોકે છે………? કોના ઝાંઝર …કઈ સજીવી હળવાશ..રાજીવને વાગી રહી છે……..કે….વેલને શણગારવાનું કહેતો રાજીવ અચાનક ચોકમાં અટકી જાય છે….આ કાવ્ય મારું ગુજરાતી સાહિત્યનું પ્રિય કાવ્ય છે………માણવાનું ચુકતા નહી એ પણ અથઁની સભાનતા સાથે……..અસ્તુ બિમલ રબારી જ્યશ્રીબેન નો આભાર
March 18th, 2007 at 3:07 am
thanx jayshri,
fantastic song, sung by fabulous singer.
one of my favs
thanx again
March 18th, 2007 at 5:46 am
કવિ રાવજી પટેલ ભરજીવનની લીલાશને માણયા પછી જીવનસંધ્યાએ ઊભી એને પાનખરના પીળા પાંદડામાં ઢળતાં જોવાની વાત તો નહીં કરતાં હોય ! જીવનલીલા સંકેલી અંતિમયાત્રા માટેની સવારીની તૈયારીનો શું આ સંકેત હશે !
ખુબ ઊંડા ભાવને સંઘરીને બેઠેલું એક કાવ્ય.
March 18th, 2007 at 10:29 pm
આ-ફ-રી-ન !
March 18th, 2007 at 11:56 pm
ખુબ જ સુંદર
March 19th, 2007 at 3:03 am
જયશ્રી,
મ્રુત્યુની ક્ષણને શબ્દરુપી સૂરજ આથમવાની ક્રિયાનુ વર્ણન મ્રુત્યુને શબ્દમા રજુ કર્યુ છે.
March 19th, 2007 at 3:13 am
Thanks a lot for fullfilling FARMAISH.
રાવજી પટેલ દા જવાબ નહી.
March 19th, 2007 at 10:58 pm
ખૂબ ખૂબ આભાર
March 22nd, 2007 at 8:14 am
ખૂબ ખૂબ આભાર !
March 30th, 2007 at 4:33 am
બીમલ
આ ગીતતમાં સુવાસ રાવજી પટેલની ઘોડીનું નામ છે.
ભદ્રા
April 26th, 2007 at 12:11 am
thanks!for sharing this
this is something very sentimental
theres one new album of parthiv gohil pruthvi na platform par” ema ene e song sakkhat..atishay saras gayu che! i m nt comparing anyone!
April 27th, 2007 at 11:25 am
Thanx For Such A Very Beautiful Song Which Have Pure N Really Great Heart Touching Lyrics Which Effects Directly On Mind!!
What A Voice … Bhupedra Singh !!! Feeling Heavenly!! Thanx Once Again!!
May 15th, 2007 at 10:33 am
Thanks for beautifull song.
Salute to Ravji patel.
August 30th, 2007 at 10:40 am
As a child, during our family get together, i used to sing this song & almost everyone’s eyes used to fill with a layer of tear. Ther used to be pindrop silence After i finish singing. even today, I can’t stop crying, as I feel the same pain as Ravji’s pain of loosing his life & his love. Thanks Chiraag for sending this site information - Kinnari
September 11th, 2007 at 10:03 pm
ગીત જ્યારે શરુ થાય છે ત્યારે ફ્લેશ પ્લેયર માં “Title 9 - Chapter 8″ એવુ લખેલું આવે છે. શુ આ કોઇ “audio book” નો ભાગ છે? જો એમ હોય તો પ્લીઝ એ બુક પણ અમને સંભળાવોને. It would be a truley marvellous experience to listen a book (a gujarati novel) and that also in the voice of Harish Bhimani (i think!).
September 12th, 2007 at 5:45 am
મિત્ર ધ્રુવિન,
આ ગીત સંગીતભવન ટ્રસ્ટની પ્રસ્તુતિ : મારી આંખે કંકુના સૂરજ આથમ્યા - નામના આબ્લમમાંથી લેવામાં આવ્યું છે. સંગીતભવ ટ્રસ્ટ દ્વારા બહાર પડાયેલા આબ્લમની એક ખાસિયત હોય છે શ્રી હરીશ ભીમાણીના સ્વરમાં ગીત શરૂ થતા પહેલા આવતી પ્રસ્તાવના.
September 27th, 2007 at 7:39 am
સાક્ષાત કરુણરસને જિવંત કરવામાં કોણ ચઢે ? પ્રિય રાવજી કે શ્રી ભુપેન્દ્રજી કે તર્ઝ ….., કાયમ આરપાર નિકળી જતું ગીત…. બસ…આનાથી વધૂ કારુણ્ય, તલસાટ, સંવેદનાઓની સુક્ષ્મ અભિવ્યક્તિ કદાચ ક્યાંય નહી હોય , તમે ખજાનો વંહેચો છો, જયશ્રીબહેન, વંદન.
February 17th, 2008 at 11:25 am
thanks for correcting me that mari ankhe kanku na suraj athmiya is from ravaji patel.one more song i am not finding in pursottam upadhyay list SABARI E BOR KYOAN CHAKHYA HATA can you help me please
February 25th, 2008 at 12:31 am
રાવજી પટૅલ ના શબ્દો નો જવાબ નથી.
March 3rd, 2008 at 4:36 pm
ભુપીન્દર ના ઘેઘુર અવાજમાં વેદના અને રાવજી પટેલના શબ્દો ધુમ્મસમાથી ઠરતા ઝાકળની યાદ
March 16th, 2008 at 5:53 pm
રાવજિ પતેલ તિ. બિ થયો હતો. બાવનગર પાસે નિ તિ. બિ હોસ્પિતલ્મા લખયેલુ આ ગિત હ્ર્ય્દય્નિ વેદનાથિ ભર્પુર હોઇ આપના સુધિઈ વેદના ન પહોચે તો જ આસ્ચ્ર્ય પમાય્.
December 16th, 2008 at 9:54 am
Anyone likes to know about Shri RavJi Patel, Please read Vinod Bhatt’s Autobiography. Shri RavJi Patel was Not a victim of T.B. , he was a victim of GaRiBi, During his time Newspapers “Owners” paid poorly to so many talented people like Shri RavJi Patel.
December 17th, 2008 at 6:07 am
One correction on Kavi RavJi Patel’s comment. It is not in Vinod Bhatt’s Autobiography, but there is a chaper in “Vinod” ni Najare book. Vinod Bhatt has written extensively about Kavi RavJi Patel, Page no 179-184. Kavi RavJi Patel’s native place was a village near Dakor. There was an article in “Sardar Gujarari” last week. His ancestor home is decaying, nobody in his village is interested to maintain this heritage home.
What a Line ” Mari Aankhe KanKu Na Suraj Aathamya “. Kavi RavJi Patel will be remembered forever in Gujarati Sahitya.
February 12th, 2009 at 6:11 pm
તાગોર હાએલ્મા આ ગિત વાગુઉ ત્યારે દરેકના આન્ખમા આસુ હતા અવ્સર હતો સન્ગિત્ભ્હવન તરહ્થિ કેસેત્નુ વિમોચન ગુજરાતિ સાહિત્ય પરિશદ્ નુ અયોજન હતુઉ ૮૦ના દયકામા હુ મારા પિતા સ્નેહ્રરશ્મિ સાથે હતો
March 18th, 2009 at 8:50 am
HI JAYSHREE ITS SUCH GOOD SONG YOU HAVE POSTED I LEAVE IN USA AND COULD NOT FIND THIS SONG CAN YOU DO ME A FAVOUR AND SEND ME ON MY EMAIL ID I WOULD BE VERY VERY GREATFUL SO I CAN PUT IN MINE ITUNES AND IPOD THANKS DIPTI
March 26th, 2009 at 6:46 pm
આ અદ ભુત શબ્દોનો કોઇ પર્યાય નથેી.
આન્ખોને ભિનિ કરવામા કૈ બાકિ રહે?
May 8th, 2009 at 8:15 pm
કેવિ સુન્દર રચના !!!!! જાને સામ્ભ્રર્ર્રિયા જ કરિયે.
આભાર Jaishreeben.
July 24th, 2009 at 7:38 pm
મારુ પ્રિય ગિત મા નુઆ એક ગિત ઘના સમયે હાથ લગ્યુ !!!!!!!!!!!!!!!!! ખુબ ખુબ આભાર્
July 26th, 2009 at 6:55 pm
રોજ એક વાર આ રચના મા ખોવાઇ જાવનુ મન થાય એવિ રચના…………. અહોભાગ્ય આપનો ખુબ ખુબ આભર્………..
July 31st, 2009 at 6:19 am
[...] રાસબિહારી દેસાઈ | આ ગીત અગાઉ ટહુકો પર - ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ [...]
July 31st, 2009 at 7:43 am
રાવજીએ આ ગીત લખીને અને ભુપીંદરે દર્દભર્યા સ્વરમાં આ ગીત ગાઈને ગુજરાતની જનતા ઉપર અનોખો ઉપકાર કર્યો છે.આ રાવજીની રચના અમરગઢની ટીબી હોસ્પીટલમાં રચાયેલ જે ગુજરાતી ભાષાની બેનમુન દર્દ ભરી રચના છે.બન્ને કલાકારોને અમારા વંદન.
August 15th, 2009 at 2:22 am
JAYSHREE,
THANKS FOR SUCH A GREAT SELECTION.YOU ARE DOING A GREAT FAVOR TO GUJARATI’S.ARE YOU STILL
IN S.F.
October 28th, 2009 at 4:04 pm
ખુબ ખુબ સરસ ગેીત જો રાવજેી પટૅલ આ એક જ ગેીત લખ્યુ હોત તો પન તે અમર થૈ ગયા હોત મારુ બહુ ગમ્તુ એક ગેીત્
February 11th, 2010 at 4:17 pm
આ આલ્બમ મા કવિ મણિલાલ દેસાઈ ની પણ સુન્દર રચનાઓ છે.
March 21st, 2010 at 6:13 pm
આભાર
April 30th, 2010 at 12:28 am
Every one can feel what Ravji Has felt.
May 16th, 2010 at 10:49 am
ખુબ ખુબ આભર્!! આ ગીત નુ કારાઓકે મલી શકે?
July 20th, 2010 at 4:49 pm
કોલેજના સમય વખતે મારી એક મિત્રએ મને આ ગીત સમભળાવેલુ બસ તે દિવસ થી જાણે આ ગીત પોતીકું બની
ગયું, મારે મન આ એકજ એવું ગીત છે જેને સામભળા પછી કલાકો સુધી શાંતિમાં ખોવાઈ જવાય છે, આપનો ખુબ આભાર બેન
August 18th, 2010 at 10:40 am
ખુબ ખુબ આભાર,જ. બહેન જયારે જ્યારે આગીત સામ્ભળુ ત્યારે આખોમા આન્સુ આવવા જ જોઈએ….!ઉદાસીની પળોમા ,દર્દવખતે આ ગીત સાન્ત્વના જરઉર આપે ચ્હ્રે…..આભાર…