મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ

ગુજરાતી સાહિત્યની આ અમર રચના – રાવજી પટેલના શબ્દો ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ સાંભળીએ – પંડિત શ્રી અતુલ દેસાઇના અવાજમાં ફરી એકવાર સાંભળીએ.. અને એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ..!!

સ્વર – સ્વરાંકન : પંડિત શ્રી અતુલ દેસાઇ

અને હા, આ રચના સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના અવાજમાં સાંભળવા અહીં ક્લિક કરો.
https://tahuko.com/?p=3620

 ***********

 

Posted previously on March 17, 2007

સ્વર : ભુપિન્દર
સ્વરાંકન : અજીત શેઠ

.

સ્વર : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

———————–

ફરમાઇશ કરનાર મિત્રો : રુદ્રિક, ઇન્દ્રવદન મિસ્ત્રી, સેજલ, અર્પણ, વિક્રમ ભટ્ટ, રાકેશ શાહ, માનસી

89 replies on “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ”

  1. ઓરિજિનલ એ ઓરિજિનલ સાહેબ 93/95 બી આર એસ કરતા બહુ સાંભળી

  2. ઉસને છુકર મુજે પથ્થર સે ફિર ઇન્સાન કિયા
    મુદ્દતો બાદ મેરી આંખ મે આંસુ આયે

  3. તેઓ પાલડી અમદાવાદ ખાતે કોઈક જગ્યા એ ભાડે રહેતા હતા.તેવું ભણવામાં આવતું.

  4. બહુ જુદા જુદા સ્વરકારોએ આ ગીતનું સ્વરાંકન કર્યું છે. પરંતુ આ ગીતમાં જે રડાવી નાખે એવી કરુણ લાગણીઓ આબાદ એમના સ્વરાંકનમાં ઝીલી હોય ચો અજીત શેઠે અને એવું પરફેક્ટ ગાયું હોય તો ભૂપિન્દરસિંઘે. રાવજી પટેલ અદ્ભૂત કવિ. રાવજી પટેલ અને ભૂપિન્દરસિંઘ આગળ હું સ્વર્ગસ્થ નથી લખી શકતો આ લોકો અમર છે મારા માટે.

  5. ગુજરાતી ગીત ની ચાહક છું ગીત ડાઉન લોડ કરવા ઈચછા છે પણ થતાં નથી વિકલપ આપવા વિનંતી

  6. અફસોસ થાય છે કે રાવજી પટેલ ફક્ત 29 વરસ જ જીવ્યા ….. તેમની કવિતાઓ મને બહુ ગમે છે.

  7. આંખે કંકુના સુરજ આથમ્યા… મારી સૌથી મનપસંદ કવિતા છે

  8. રાવજી પટેલને કૅન્સર થયું હતું . કેન્સર થયા પછી એમણે આ ગીત રચ્યું . ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ એ પત્નીના ભૂંસાતા સેથાનું અને ચાંદલાનું પ્રતીક છે .

  9. મૃત્યુ વિષયક સદાકાળ માટે જીવંત ગીત્……………..રાવજી પટેલને શ્રધ્ધા સુમન્………….

  10. ગુજરાતી સાહિત્યનું અદભુત ગીત જે કવિ એ કદાચ રડતા રડતા લખ્યું હશે અને આજે હજારો માણસો ને રડાવે છે… અદભુત રચના !!!!

  11. રાવજી પટેલ ની કવિતા ના પઠન માટૅ એક કાવ્ય સભા નુ આયોજન કરેીએ………………

  12. સાચે જ આ ગીત રાગ બાગેશ્રીનો શણગાર છે, અને ગુજરાતિ ભાશાનો પણ શણગાર છે.

    • Dear Dr.Rathore,
      We should start one fan club of Dera Ravji Patel. I hv read all his poetry its just fantastic pl. keep in touch

  13. મારા રાવજી ના બધા ચાહકો ને વિનંતી કે આપણે બધા ભેગા થઈ ને રાવજી પટેલ ફેન કલબ શરુ કરીએ…..મારો contact no.09312433114……pl contact me and share somthing about Mr. Ravji Patel…….એ નવોઢા ના કપાળે જે સુહાગ ની નિશાનીરુપે જે લાલ આંદલો ને આથમી જતો કલ્પયો ….કેવી અદભુત કલ્પના…….વાહ….વાહ….આફરીન…..

  14. રાવજી પટેલ ના જુના ઘરને હુ maintain કરવા ચાહુ છુ મને તેનુ address આપો please…….. તેમના ઘરને
    સ્મારક બનાવવા ચાહુ છુ ……..મારી આખે કન્કુ ના સુરજ……..મને કૅટલી વખત રડાવશે……મો ત નુ આવુ સ્વાગત….ગરીબી નો આવો ખેલ…..પૈસા ના અભાવે….આખુ સામ્રાજ્ય છિનવાયુ……..અરેરે……..કાશ….આજે મારો રાવજી જીવતો હોત……

  15. અજિત ભાઇ નો મેઇલ મળ્યો ખુબ આનંદ થયો મારે રાવજી પટેલ ની બીજી રચનાઓ પણ વાંચવી છે હુ તેમનો આશિક થઈ ગયો છુ…..વ

  16. An Immortal Song. One of the best… ever.

    There are many stories I would like to share on the making of Ankhein Kanookna … as I had the fortune to be present during the entire process. I narrate one of them, lest I get carried away.

    The published take was the 3rd take OK’ed by my father late Shri Ajit Sheth that to in duress as he was still not happy with the song but it was 3 am in the morning (2nd day of contiusous recording of the song) at the Western Outdoor Studios and he finally agreed.

    If you hear the Shehanai in the begining you will clearly make out that the musician was short of breadth at the end of his piece and sounds shaky. Secondly the vibrophone is slightly delayed in the 2nd stanza. There was also the issue was Bhupi’s gujarati pronounciation whch was correct in this take. Lastly, there was a better take which was botched up by the assistant sound recordist (I want take his name as he was good friend) when The Chief Recordist Daman Sood went out to take an urgent phone call.

    Fantastic memories with some of the great artists, musicians and technicians.

  17. રાવજી પટેલ ની રચના “મારી આખે કંકુ ના સુરજ ઉગ્યા ……મ ૧૦૦૦ વખત સાંભળૌ ……સંતોષ થતો નથી …..મારે તેમના કોઇ વારસ એ મલવુ છે…..તેમનુ ઘર જોવુ છે…..

    • એમનું કોઈ વારસ નથી કદાચ ભાઈ બહેન હોઈ શકે

  18. આ મારુ અતયન્ત સુન્દર ગિત ચ્હે. બસ સામ્ભદ્તા જ રહો……

  19. આ મારુ અત્યન્ત ગમતુ કાવ્ય ચ્હે. બસ સમ્ભદ્તા જ રહો.

  20. વાહ ખુબ સરસ…ગીત છે. “બનારસ” પિકચરનું ગીત યાદ આવી ગયું…પુરબસે જબ સુરજ નિકલે સિંદુરી ઘન છાયે, પવન કે પગમે નુપુર બાજે મયુર મન મોરા ગાયે …મન મોરા ગાયે..
    ઓમ નમ્ઃ શિવાય…ઓમ નમઃ શિવાય…ઓમ નમઃ શિવાય..!સાંભ્ળ્યુ છે ને? Mystic experience વાળું બ્નારસ હિન્દિ પિકચર જોવા જેવુ ખરું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *