પાગલપન – પન્ના નાયક

તાજેતરમાં સાવરકુંડલામાં પૂજ્ય મોરારી બાપુના હસ્તે શ્રી નટવર ગાંધી અને વ્હાલા પન્ના આંટીનું સન્માન કરવામાં આવ્યું. એમને આ સન્માન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ – પન્ના આંટીના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ – ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’ માંથી આ કવિતા..!!!

Panna_naik

કોયલના ટહુકા જેવો ઊગ્યો છે વસંતનો ચંદ્ર.
હું આવી રૂપાળી રાતમાં નીકળી પડી છું પાગલ થઇને.

જીવવાની મારી પાસે મબલક સગવડો છે
અને
અઢળક સપનાંઓ છે.

પવનને હું ઝંઝાવાત કરી શકું છું
અને
સમુદ્રને ઉછાળી શકું છું
સિતારાઓની સુગંધ સુધી.

હું મારા મનની મોસમને
પૂરેપૂરી માણું છું
અને
કોઇને પણ ન પિછાણવાની
મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.

એકાંત જ મને મારા તરફ લઇ જતું હોય છે
અને મને મારાથી દૂર કરતું હોય છે.

વિશ્વ આટલું સુંદર હશે
એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.

– પન્ના નાયક

8 replies on “પાગલપન – પન્ના નાયક”

  1. I am happy with your who-gives-a-damn attitude. That’s the only way to enjoy to the fullest. But you are not known to express this kind of attitude.
    Anubhai

  2. કવિયત્રી શ્રી પન્નાબેનેને અભિનદન સરસ રચના માટે આભાર……………….

  3. Congratulations to both, Shree Pannabahen & Shree Natwarbhai.
    Natwarbhai and myself were together in Kapol Boarding, Matunga
    during 1955-59. I will be obliged if you could convey my greetings to
    him.

    Pravin S. Goradia

  4. ખુદનિ જ સમજ અને ખુદ નિ જ મસ્તિ.. સામાન્ય રિતે કહિયે “વુ કેર્સ્” ..
    સપ્ના ઓ ને જિવાડવા અને જિવવા માટે પણ જિન્દાદિલિ જોઈએ.
    ફરિયાદ કરવા માટે ઘણુ બધુ છે અને માણવા આખુ વિસ્વ્…

  5. પુજ્ય મુરરિ બપુના હસ્તે પન્ના નાયકનુ સન્માન થયુ તેથી ખુબ આનન્દ થયો. એમને અભિનન્દન.. એમનુ કાવ્ય ખુબ ગમ્યુ. માણસની એકાન્ત મેળવવાની ઝન્ખના કેતલી પ્રબળ હોય છે|

    • yes,
      `Sarjako emni pidanu samadhan emna sarjanmaj shodhe che`! Poetess N Secsat e lakhyu che ` mara pagalpanmathi marij kavitaj mane bahar lawti hati ! ` dhanyawad Pannaben !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *