પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’

આજે Father’s Day..! સૌને અમારા તરફથી Happy પપ્પા દિવસ..! આ સાથે આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – આજે ફરી એકવાર.

અને ટહુકોની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં આજે જ્યારે ગુજરાતી સુગમ-સંગીત, કાવ્યસંગીતની વાત કરવાની જ હતી – તો આજના દિવસે તો આ ગીત જ યાદ આવે ને! વર્ષોથી આપણા સંગીતકારોએ કવિઓની ઉત્તમ કૃતિઓ સ્વર-સંગીતબધ્ધ કરી આપણા સુધી પહોંચાડી છે. અને કાવ્યસંગીતની સાથે જ એટએટલા ગીતો અને નામો યાદ આવી જાય કે બધું લખવા જઇશ તો પ્રસ્તાવનાને બદલે નિબંધ જ લખાઇ જશે. (આ સાથે જ એક વિચાર આવ્યો – આ દર વર્ષે પરિક્ષામાં ‘મારી ગમતી ઋતુ, મારો ગમતો તહેવાર’ એવા વર્ષોથી પૂછાતા આવેલા અને વર્ષોથી ‘ગાઇડ’માં જોઇ જોઇને ગોખાતા આવેલા નિબંધ લખવાના આવે, એને બદલે – મારું ગમતું ગીત.. મારા ગમતા કવિ.. કે મને ગમતા સંગીતકાર – એવો નિબંધ કેમ નહીં પૂછાતો હોય?)

સોરી હોં! લાગે છે ગાડી જરા આડે પાડે ચડી ગઇ..! ચલો, fine ભરવો પડે એ પહેલા ગાડી સુગમ-સંગીતને રસ્તે પાછી લઇ આવું – અને સંભળાવું આ મઝાનું ગીત.
_______________________
Posted on September 4, 2009

જેટલીવાર આ ગીત સાંભળું એટલીવાર આંખો ભરાઇ આવે… ભગવાન જો એ ઘડીએ સામે આવે તો બસ એવી પાંખો માંગું કે ઉડીને મમ્મી-પપ્પા પાસે અમદાવાદ પહોંચી શકું..! ગીતના શબ્દો.. રાગ… નિરુપમા અને ફાલ્ગુની શેઠનો અવાજ.. બધું મળીને કંઇક એવો જાદુ કરે છે કે ગમ્મે એવી સ્થિતીમાં પણ બધુ છૉડીને મમ્મીભેગા થઇ જવાનું મન થઇ જાય.

સ્વર: નિરુપમા શેઠ, ફાલ્ગુની શેઠ
સંગીત : અજિત શેઠ

This text will be replaced

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

– રામનારાયણ પાઠક : ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’

——————-
Posted on September 4, 2009
અને હા… કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂

Love it? Share it?
error

35 replies on “પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’”

 1. M.D.Gandhi, U.S.A. says:

  “લીધા વિના આલ્યું સરવસ જી”

  શ્રી રા.વિ.પા.’દ્વિરેફ’ દ્વારા શાશ્વત સત્ય તમે બતાવ્યું છે. મોટા ભાગના લોકો ભુલી જાય છે કે એમની અત્યાર સુધીની જીંદગીમાં કોણે કોણે કેવો કેવો ફાળો આપ્યો છે તે બતાવવા માટે પણ આ કૃતિ તેમની આંખ ઉઘાડનારી છે.

  મારા જીવનમાં આવનારા સર્વેને મારા પ્રણામ. ગુજરાતી ભાષાની સેવા કરવા બદલ, જયશ્રીબેન, તમને પણ મારા પ્રણામ.

  કવિ શ્રી કૃષ્ણ દવેને જન્મદિવસ મુબારક અને પ્રભુ તેમને દીર્ઘાયુ બક્ષે તેવી પ્રાર્થના અને ખુબ ખુબ શુભેચ્છાઓ.

 2. himansu vyas says:

  ખૂબજ સુંદર ગીત છે . . . !

  સાથે સાથે કવિ શ્રી કૃષ્ણ દવેને જન્મદિવસની અંતરથી શુભ કામનાઓ !

 3. Tejal jani says:

  Ghana samaye aa rachna najar same aavi.. During study time matr parikha lakshi gokhan patti kareli. Pan aaje samjay che ke kavi ae sidhi saral bani ma ketli sundar vaat kari che…

 4. જય પટેલ says:

  શ્રી રામનારાયણ પાઠકની કસાયેલી કલમે અને શેઠ પરિવારના સંગીત મઢયા આ ગીત માટે આભાર વ્યક્ત કરવા શબ્દો નથી
  તેથી
  જયશ્રીબેન આપને અને ટહુકાને ગુજરાતી સૂર-સંગીતના સંવર્ધન માટે…
  મારા પ્રણામ.

  પાંચમા પરણામ મારા વેરીડાને કહેજો..
  વાહ શું કલ્પના છે..?

 5. ALPESH BHAKTA says:

  ખૂબજ સુંદર ગીત

 6. સુંદર ગીત…

  કૃષ્ણ દવેની સાથોસાથ તને પણ જન્મદિવસની મુબારકબાદી, મિત્ર જયશ્રી !

 7. chintan says:

  આ કવિતા ભણવામા આવતી હતી…..
  આમ પહેલી નજરે સરળ લાગતી કવિતા ખૂબ ગહન ચિન્તન દર્શાવે ચ્હે…..
  આભાર

 8. hirabhai says:

  પ્રનામ પહોચિયા મારિ દીકરી.

 9. RAJESH VYAS says:

  Too good jayshree !!

  I liked it very much. Outstanding it is…

  Rajesh Vyas
  Chennai

 10. KORTI GANATRA (DUSHMAN) says:

  MANY MANY HAPPY RETURNS OF THE DAY .

  LIKE THIS ONLY GO ON DOING YOUR BEST FOR OUR MOTHER TONGUE IN THIS ULTRA MODREN WORLD.

 11. manvant Patel says:

  ” હજારો ગીત ટહુકો ડૉટ કૉમે હોય ..ને ..જયશ્રી !
  એ સઘળાઁ ગીતમાઁ તારી પ્રસિદ્ધિનો જ ગુઁજે લય !!

  હજારો વર્ષ તુઁ જીવે…હજારો દિન હો વર્ષોના….
  હજારો પળ હો દિવસની..અને હર પળ હો મઁગળમય !!”(ડૉ.વિવેક ટેલર).

  તમને બઁનેને,શ્રી.કૃષ્ણજીને,બઁને ગાયિકાઓને,કવિને
  સાભિનઁદન શુભેચ્છાઓ….મુબારકબાદી.. ભાઇ મનવઁત તરફથી.

 12. […] પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’ 11 comment(s) | 574 view(s) […]

 13. bansi parekh says:

  તુમ જિઓ હજારો સાલ સાલ્કે દિન હો પચાસ હ્જાર્!જયશ્રિબહેન્!સેપતેમ્બેર ૭ -૦૯ આજે આપનો જન્મ દિવસ્ચ્હે.દુનિયાના બધાજ ટહુકો સામ્ભળ તા અને વાચ્તઆપ્ને બહુજ વ્હાલ થિ વધા ઇઆપેચ્હે.આપ્ ઘણુ જિવો, અનેદુનિયાને ગુજરાતિ સાહિત્યને જિવન્ત રાખો.આજિવન લોકો તમ્ને હ્ર્દય્ મા રાખે. અને તમો ક્યારેય ભુલાઓ નહિ.ટહુકો દેશ વિદેશ મા આપ્નિ યાદ જરુર જરુર થિ આપ્તો રહેશે.બનસિ પારેખ ના પ્રેમ સહિત ખુબ ખુબ આશિર્વાદ્.જય્શ્રિ ક્રિશ્ના.૦૯-૦૭-૦૯ .સવાર્ના ૧૦-૧૦.

 14. Ashvin Sheth says:

  સાતમા પ્રણામ ઓલા મહાત્માને કહેજો ઢોરના એણે મનેખ કીધાજી

  પરન્તુ આપણે એમને ગોળીએ દીધા જી

  યાદ આવે છે ને હ્રદય ચીરાય જાય છે.

 15. […] એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ […]

 16. suketu shah says:

  Father is always un sung hero

 17. Sudhir Trivedi says:

  “મુજ માવડીએ શીખવ્યા મુજને ગીત જો”….. આ ફાલ્ગુનીના કંઠે ગવાયેલું સુંદર ગીત સાંભળવા મળે તો સરસ.

 18. Kaushik Nakum says:

  ખુબ જ સુંદર ગીત…
  માતા-પિતાને શત શત વંદન….

 19. Mukesh Vora says:

  નાનપણ માં આ કવિતા ભણેલા, આજે એનો મર્મ સમજાયો. આપણા જીવનમાં આપણા ઉપર આપણાં માં-બાપ-ભાઇ-ભાંડુ-સંત-મહાત્માઓ,અને ઇશ્વર ના કેટ-કેટલા ઉપકારો છે તે યાદ કરવાના છે. લીધા વગર અને માંગ્યા વગર ઇશ્વરે કેટલું આપ્યું છે – આપતો રહયો છે. ઈશ્વર પણ આપણા સર્વેનો પિતા છે,પરમ પિતા પર્મેશ્વર છે. આજે Happy father’s day ના દિવસે જ નહીં, પણ દરરોજ તેને યાદ કરીને તેના ગુણગાન ગાઇને તેનો આભાર માનીએ કે તેણે આટલૂં સરસ જીવન આપ્યું. ત્યારેજ આપણે ખરા અર્થમાં આજના આ દિવસ નું મહત્વ સમજી શક્શું.

 20. Rekha shukla(Chicago) says:

  બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
  ઘરથી બતાવી જેણે શેરી જી;
  બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
  ડુંગરે દેખાડી ઊંચે દેરી જી….HAPPY FATHER’S DAY to all unsung heroes.આજે પપ્પા ની યાદ બહુ આવી.ઘણુ સુંદર ગીત…
  કૃષ્ણ દવેની સાથોસાથ ટહુકા ને પણ જન્મદિવસની મુબારકબાદીને જયશ્રીબેનને અભિનંદન.

 21. k says:

  No any words…except …OUTSTANDING…by all means.
  CONGRTAES and THANKS

 22. Leena Shah says:

  સુન્દર ગહન રચના.
  જન્મદિવસનેી વધાઈઑ.

 23. Vallabhdas Raichura says:

  કવિ શ્રી કૃષ્ણ દવેને જન્મદિવસની અંતરથી શુભ કામનાઓ!!

 24. vishakha modi says:

  જન્મદિવસ નિ ખુબ ખુબ શુભેચ્ચ્હાઓ….:D

 25. vishakha modi says:

  many many happy returns of the day uncle… xtrimly sry 4 wisin u late…1ce again hpy b’dy….:D:D

 26. Vallabhdas Raichura says:

  Jayshreeben and your amazing team :
  Great work indeed!!
  Here is a groundswell of all the best wishes on5th annivarsary.
  But please edit poor English rendition by Visakhaben Modi and then republish it.

  VALLABHDAS RAICHURA

  North Potomac
  June 19,2011

 27. upendraroy says:

  I am from Amadavad,but,presently,in USA.

  Many Many happy returns of the day to Krushnabhai ,whose “Limada Ne Avyo Taav ” KAVYA has made a indelible impression on my mind about his witty way of pointing out to the society of their damaging way of living and eating habits.It is most hilarious too.

  Long live Limado and dear Krushnabhai.

 28. MAHESHCHANDRA NAIK says:

  કવિશ્રી કૃષ્ણ દવેને જન્મદિવસની અનેક શુભકામનાઓ………..
  હેપ્પી ફાધરસ ડે………………
  ટહુકોને પણ અમારા અભિનદન અને લાખ લાખ શુભેચ્છાઓ….

 29. amit n. shah. says:

  જયશ્રીબેન ,

  જેટલો શ્રેય કવિ શ્રી રામનારાયણ પાઠક ને જાય છે , તેટલોજ શ્રેય આ સંગીત રચના માટે શ્રી અજીત શેઠ અને નિરુપમા શેઠ ને જાય છે,

  ટહુકો પર સંગીત ભવન ત્રુસ્ત ના ગીતો ને રડીઓ સ્વરૂપ માં મુકવા વિનંતી છે .

  કવિ નર્મદ , ઉમાશંકર જોશી , રાજેન્દ્ર શાહ , મકરંદ દવે , રાવજી પટેલ , જગદીશ જોશી , હરીન્દ્ર દવે વગેરે ના શ્રેષ્ટ કાવ્ય સર્જનો સંગીત ભવેન trust એ ૨૦ વર્ષ પહેલા સ્વરબદ્ધ કરેલા છે ,
  જેનું સમગ્ર મૂલ્યાંકન શ્રી અવિનાશ ભાઈ વ્યાસ ના સંગીત જોડે થઇ શકે.

 30. Ullas Oza says:

  ભાવ-વિભોર કરી દેતી રચના. મીઠુ-મધુરુ સંગીત.
  કૃષ્ણ દવે અને જયશ્રીને જન્મદિન મુબારક.

 31. Jayshree says:

  નમ્ર ખુલાસો..

  સૌ પ્રથમવાર જ્યારે આ રચના ટહુકો પર મુકી હતી – September 4th – એ દિવસે મારો અને કવિ શ્રી કૃષ્ણ દવે – અમારા બંને નો જન્મ દિવસ….
  હમણા જુનની ૧૯ તારીખે આ રચના ફરી પ્રસ્તુત કરી – ટહુકોની પાંચમી વર્ષગાંઠ – અને ફાધર્સ ડે નિમિત્તે…

 32. keshavlal says:

  ખુબજ સરસ ગિત બહુજ ગમ્યુ

 33. chanda says:

  no words gujarati literature is the great poet and poem….

 34. જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન,

  આપને તથા કવિશ્રી કૃષ્ણ દવે ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..
  આ કાવ્ય તો આજે પણ મારા દિલમાં કોતરાયેલ છે.

 35. RITA SHAH says:

  હૅપી પપા દિવસ્.
  તુમ જીયો હ્જારો સાલ, સાલ કે દિન હો પચાસ હ્જાર્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *