મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

જુન ૨૫-૨૬ના દિવસે – અહીંના બે એરિયાની સંસ્થા – Sanskriti તરફથી – કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે – Tagore Festival નું આયોજન કરવામાં આવ્યું છે.

એ કાર્યક્રમના એક ભાગરૂપે ગુજરાતી સંગીત-કાવ્ય જગત અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે – જેમાં કવિવરના ગીતોનું ગુજરાતી ભાવાનુવાદ અને એ ગીતોની રવિન્દ્ર સંગીતમાં ઝબોળાયેલી પ્રસ્તુતિ – Bay Area ના ચુનંદા કલાકારો કરશે. અને આખા કાર્યક્રમના સૂત્રધાર – માધ્વી-અસીમ મહેતાએ ખાસ ટહુકોના વાચકોમાટે મોકલાવેલું આ રેકોર્ડિંગ સાંભળો..

સ્વર : માધ્વી મહેતા
સંગીત : અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી /a>

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે
શ્યામલવરણી, કો, સ્વપ્નપરી, ઘૂમે વર્ષાભીની.. હે.. સુગંધે ભરી

ઘૂમે રક્ત, અલક્ત, શ્રૃંગારીત ચરણે
વહે રંગભીને ભી..ને પગલે
નિરભ્ર વ્યોમે, શશાંક કલા ઝગે કપોલભાલે..

મદમસ્ત બની મદિરાપાને કો ભાનભૂલી રમણી ઘૂમે
કોઇ નિર્ભિક મુક્ત તરંગ ડોલે, હળવે હળવે
આવી તારાહીન ઘનઘોર અંધકારે.. એ..
કોઇ નાવ તરે… હે.. સુગંધે..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

*******************

23 replies on “મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)”

  1. કાર્યક્રમમા ૧૨ ગીતો હતા.બધાજ એપ્લોડ કરવા નમ્ર વિનન્તિ છે.
    ખુબ સુંદર રજુવાત માટે માધવિબેન /અસિમભાઇ ને અભિનંદન.

  2. માધ્વીબહેના અને અસીમભાઇનો અસીમ ઉપકાર !
    આજે બઁગાળનુઁ સ્મરણ તાજુઁ થયુઁ.ભાવસભર ગેીત !
    કવિવર ટાગોરને હૃદયપૂર્વક શ્રદ્ધાન્જલિ !આભાર !

  3. પપ્પાએ પેન્સિલ વર્ક માં દોરેલા શ્રી રવિન્દ્રનાથ ટાગોર ને.. તે આજે જાણે નજરે તરવર્યા…!! અનુવાદ આટલો સરસ છે તો મૂળ રચના કેટલી સુંદર હશે..? ગીતાંજલી માંથી ક્યારેક કંઈક સંભળાવશો તેવી આશા રાખું છું. ખલિલ જીબ્રાલ ના શેર પણ મળે તો જરુર મુકશો.

  4. અનુવાદ આટલો સરસ છે તો મૂળ રચના કેટલી સુદર હશે……..ગુરુદેવ શ્રી ટાગોર ને કોટી કોટી વદન

  5. ખુબ જ સુદર
    ખુબ જ મધુર્
    ખુબ જ કાનને
    મનને ચિત ને
    દિલ ને ડઓલાવનાર્.

  6. જયશ્રિબહેન,
    આજે ટહુકો પર મધુ ગન્ધે ભારા..નો ભાવાનુવાદ સામ્ભળી બાળપણમા રોજ ગ્રામોફોન પર વગાડેલી રેકોર્ડ યાદ આવી ગઈ.મારા પિતાનુ બાળપણ બન્ગાળમા પસાર થયુ હતુ,તેથી મુમ્બઈ આવ્યા ત્યારે રવિન્દ્ર સન્ગીત માટે લગાવ રહ્યો.આજે બચપણની સાથે તેમની પણ યાદ તાજી થઈ.ખુબ ખુબ આભાર.

    વીરેન્દ્ર ભટ્ટ

  7. મહેતા કુટુંબનો આભાર્ર માનીયે તેટલો ઓછો.
    અદભુત !

  8. રવિન્દ્ર સંગીતની અસલ તર્જમાં આ ગીત ‘ગુજરાતી’માં સાંભળવાની ખૂબ મજા આવી..મેઘલતાબેન,માધવીબેન તથા અસીમભાઈને અભિનંદન…!!!!

  9. સરસ ભાવાનુવાદ અને સુમધુર ધૂન અસલ ગીતની તર્જ ગુજરાતીમાઁ માણવા મ્ળી. આવા વધુ અનુવાદિત ગીતો સઁબળાવશો.

  10. બહુજ સરસ ગાયુ ! રવિન્દ્ર સન્ગિત સાભલતા હોઇયે એવુજ લાગે. ભાશાન્તર ખુબ સરસ ચ્હે. મેઘલતા બેન અને માધ્વિબેન ને અભિનન્દન્
    It was a great pleasure indeed. It sounds just like a Bengali song. Hearty congratulations to Mehta family.

  11. in my childhood I used to read this adorable song MADHU GANDHE BHARA, MADHU SHYAMSUNDER in my father`s diary,thanks for bringing those moments back! can you please write that original bengoli song again in gujarati?

  12. કોઇ બન્ગાળી એ કોઈ ગુજરતી કવિતાનુ ભાશાન્તર બન્ગાળીમા કરેલ છે?
    જો હા, તો તે કઈ કવિતા છે?
    જો ના, તો તેમ કેમ ભાઈ?

    ટાગોરની એક કવિતા ગમે છેઃ
    ‘તારી જો સાથ કોઈ ના આવે તો … એકલો જા ને રે .”

  13. ખુબજ કર્ણપ્રિય….
    રચના નુ ભાષાંતર હોવા છતા આટલૂ બધુ સુંદર ….તોઅસલ શુ ભાષા ની મીઠી લાવણાતા હશે…કવિવર ને હ્રદયાનજલી અને
    માધ્વી – અસીમ મહેતા ને અભિનંદન

  14. કવિવર ટાગોર સિવાય બીજા કોની રચના વિશ્વ સંગીત દિવસે (world music day) સાંભળવા-સંભળાવવા માટે ઉત્તમ હોઈ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *