કવિ શ્રી રામનારાયણ પાઠકના જન્મદિવસે એમને શ્રધ્ધાંજલી. એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ જાય.
*************
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
-’શેષ’ રામનારાયણ પાઠક
ખરેખર સુન્દર રચન ચ્હે
સુંદર રચના… સર્જકને સાચી શ્રદ્ધાંજલિ !!!
This is one of the milestone KAVYA RACHANAA of Gujarati literature.
I first read this when I was in 9th grade. Still relish it. My Gujarti teacher made this
poem so sensitve even in those days…today it is equally or more
emotional…!
જીવન-મૃત્યુની ઘટમાળને જોવાની કવિદ્રષ્ટી અને સચોટ નિરુપણ……..
આપણને પણ છેલ્લી યાત્રા માટેની તૈયારીનુ માર્ગદર્શન આપી જાય છે………કવિશ્રી પાઠકને સ્મરાંણજલી અને સલામ્……………
જીવન-મૃત્યની સત્યતાને સ્વીકારીને જીવનના દરેક ઘટકને માણતા રહો.
સુન્દર…
સુન્દર——
સુંદર, અગેય પૃથ્વી નું સુંદર ઉદાહરણ……
જન્મની સાથેજ જે સ્ત્ય છે તે મૃત્યુનું
નિરુપણ કરાવી કવીએ મિઠો ઠપકો
આપી જીવનની સાર્થકતા સમજાવી દીધી છે.