સજના – પ્રજ્ઞા વશી

આજે કવિયત્રી પ્રજ્ઞા વશીના નવા આલ્બમ ‘સાતત્ય’નું વિમોચન છે. પ્રજ્ઞા વશીની કલમના સોનામાં ભળેલી મેહુલ સુરતીના સંગીતની સુગંધ..! તમે સુરતમાં હોવ તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ખાસ આમંત્રણ છે..! મેહુલ અને એની ટીમ આપને આ આબ્લમના ગીતો ઉપરાંત ઘણું બધું પીરસશે એની ખાત્રી હું આપું છું 🙂 .. તમારા સમ.. આ સુરત છે.. એવા કેટલાય મેહુલ-સ્પેશિયલ ગીતો માણવાનો આ સુંદર મોકો જરાય ચુકવા જેવો નથી..!!

(Click on the image to read the invitation)
* * * * * * *

અને સુરત બહાર વસતા બધા મિત્રો માટે સાતત્યની એક ઝલક આ રહી….

સ્વર : દ્રવિતા ચોક્સી , પાર્થિવ ગોહિલ
સંગીત : મેહુલ સૂરતી

.

ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો

તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના

ભીતરમાં છલકાતી લાગણીઓને સથવારે હું
પતિંગીયાની પાંખો પહેરી ફૂલો પર મંડરાવું
સૂર્યકિરણને સેંથે પૂરી મેઘધનું આકારું
દરિયાની લ્હેરો ઉપર હું નામ લખી લઉં તારું
હું તડપતી રેત બનું ને તું ભીનું આકાશ થાને

તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના

સાજ નથી સરગમ નથી પણ તુજ સંગે મારે ગાવું
ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું
રીમઝીમ હેલી થઇને હું તુજ મનમંદિર સજાવું
વરસાદી ફોરાંના ફૂલો તુજ પર હું વરસાવું
ચાલને હું તું છોડી એક બીજામાં ભળીએ

તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના

ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો

————————–
અરે હા, સાસત્યની બીજી એક ગઝલ -સાંભળો પાર્થિવના સ્વરમાં ગાગર પર..

(સહેજ પણ સહેલું નથી) -પ્રજ્ઞા વશી

————————–

PRAGNA DIPAK VASHI

Pragna Vashi is a well known poetess, columnist and educator. She has soulfully explored her own spirituality, often in poignant, deeply personal poetry. She was born in a small village Bharthana near Surat, Gujarat in 1957. She has received Bachelor and Master Degrees in Gujarati language as well she has done her Masters in Education. She has been rendering her service as a teacher in T&TV High School, Surat for last two decades. She always proved to be dazzling student as well as well-liked educator. She began writing poetry at the age of 16. Pragna Vashi has published four poetry collections by now. Two of them are Gazal Sangrah : SPANDANVAN and AAKASHE AKSHAR, one collection named “SWAS SAJAVI BETHA contains miscellaneous kind of poetry which include Geet, A-chandas, Haiku etc, and the forth collection called “ PICNIC PARVA” which is magic box for children as it includes wonderful poems of children.

Her poems audio cd album call “Satatya” got launched on 4th June 2009. The album plays 10 different melodious songs of verity of mood.

She has contributed vast variety of poems to Gujarati literature. Some of the contribution is listed below:

  • The poetry collection published:
  1. Spandanvan
  2. Swas Sajavi Betha
  3. Akashe Akshar
  4. Picnic Parva

· Other published Articles

1. Humorous article named “Khuch Khata Kuch Mitha” in one of leading Gujarati newspaper “Gujarat Mitra” for continuous three years

2. Written several one-act and three-act plays

3. Novel writing

4. Some collection of Monologues which are even directed by her

5. Essay writing

  • Awards for Plays:
  1. First prize for Best Acting at state level for Three act Play “Khalipo”
  2. Prize got in acting for “Sarjak na Sarjan”
  3. Awards for Monologues
  4. “Mare pankh vina udavanu” best acting award at college level

· Awards for music

1. Best singer award 1986 “sa re ga ma pa dh ni sa”

2 Prizes in Garba and ras

· Miscellaneous awards

1. Award for Literature by Surat Municipal Corporation for continuous two years

2. ‘Kavita Samayik’ and ‘Bengol sports puraskhar’ have been awarded for poems and Gazals.

3. Honors form ‘Anavil Sakhi Vrund’, Gayants club, Rotery club, Lionnes Club , Soni Samaj, Surti Modhvanik samaj, and Hindu Milan mandir

4. Poems has been included in “Arvachin Gujarati Kavita Sanghra”. ( Collections of Gujarati poems)

She has been one of the speakers in talk and discussion telecast on television channels like Surat channel, Mitra Channel, Gujarat Channel and also on Akashvnai Surat.

On ‘Women’s day” she has taken part in live talk on subject like ‘Vanotsav’, ‘Debate on problems of women’ etc. She has been one of the speakers in several lecture series subjected on the welfare of society and women, Female infanticide etc.

34 replies on “સજના – પ્રજ્ઞા વશી”

  1. Excellent wording, music and singers. This made me nostalgic.
    CONGRATULATION TO Mrs. Pragna Vashi.

  2. Simply beautiful!!!

    …ચાલને હું તું છોડી એક બીજામાં ભળીએ…

  3. સાજ નથી સરગમ નથી પણ તુજ સંગે મારે ગાવું
    ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું

    સરસ રચના………

    તું જો નહીં આવે સજના
    સૂનું સૂનું લાગે સજના…..ખરેખર??????

  4. તું જો નહીં આવે સજના
    સૂનું સૂનું લાગે સજના….

    છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે .
    આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે
    વસ્તુઓ બિનજરૂરની શોભે છે તારી યાદ માં
    વ્યર્થ સમયનું નામ પણ પ્રેમમાં ઇન્તેઝાર છે

  5. પાર્થિવ ગોહિલ અને દ્રવિત ચોકશિ ના શુમધુર આવજ મા સભલ્વા નિ મઝા પદિ કેીપ ઇત્ ઉપ બેસ્ત વિશેસ ફોરેવેર્

  6. તું જો નહીં આવે સજના
    સૂનું સૂનું લાગે સજના…
    ખુબ જ સુંદર ગીત Thank you Jayshree

  7. bahuj saras git 6……………….

    evu lage 6 k bas sabhlya karie………………

    i like it very much……….

    i love it &…………….

  8. my dearest and loving friend mr. MEHUL SURATI…. I WANT TO PRINT YOUR BIOGRAPHY , ARTFULL CULTURE AND LOVES OF MUSIC COMPOES….etc. IN MY MONTHLY GUJ. MAGAZINE “JEEVAN YATRI” from SURAT. I HAD JOIN YOUR MANY STAGE PROGRAMME IN PAST IN SURAT “SARDAR SMRUTI BHAVAN with my family…. just i love you hearty… plzzz send massage and contect number.i am tring to mr. RAEESH MANIYAR and dr. MUKUL CHOKSI for meet to you.i m an owner and editor of published from surat a family magazine “jeevan yatri”-MANOJ M. KHENI.
    I LOVE YOU AS AHEARTY FRIEND, THEREFOR I WANT TO HIGHLIGHT YOU, OK? WAITTING FOR YOUR REPLY……………..

  9. Amazing music, amazing lyrics, amazing singer… It touched the heart and waters overflowed my eyes Keep it up !!!

  10. સન્ગીત, ગીત અને સરસ ગાયકી, સૌને અભિનદન, ક્વિયત્રિ વિષે સામ્ભળયુ હતુ આજે જ વાંચી મળવાનુ મન છે……તમારો આભાર

  11. અદભુત રચના. ઉત્તમ સંગીત, સુંદર શબ્દો અને મધુર કંઠ નો સચોટ સમન્વય! ફરીથી સાંભળી, ફરી મઝા આવી! તેજસ શાહ

  12. બહુજ હ્રદય સ્પર્શિ રચના અને મેહુલ ભાઈ નુ સંગીત , સોના મા સુ્ગન્ધ … બધાઈ …!

  13. પ્રજ્ઞાબેનનો સુ-દીર્ઘ પરિચય જાણવો ગમ્યો…

    ગીત તો અદભુત જ થયું છે… કાર્યક્રમ પણ ખૂબ સફળ થયો… સહુને ફરી એકવાર અભિનંદન !

  14. મેહુલ સુરતીનું બહુ જ સુંદર સ્વરાંકન અને પાર્થિવ અને દ્રવિતાનો એવા જ મધુર સ્વર સાથેનું યુગલ ગાન માણવાની મજા આવી.

  15. jetle vkhat aa sambhlu chu etli vakhat navij anubhuti mahsus karu chu ………
    khub j …..khub j saras che rachna….compos pan superb ane gayaki ne to vatj na thay …
    તું જો નહીં આવે સજના
    સૂનું સૂનું લાગે સજના
    aa line to hard che.maza avi.

    .

  16. Parthiv base is very nice and Composed very well with bits and words.
    Dravita’s voice is very unique.
    I love and enjoyed this song.
    Nice Lyric as well.

  17. Amazing! Beautifully composed! I like the music, the composer broke from traditional composing and has shown creativity especially for the lyrics. Nicely sung by both artists! I really enjoyed Dravita’s voice. Parthiv is as usual very good too.

  18. Really Good Composition….. Both of them sung very well….. you can say they sung from heart….

  19. જાણે જાવેદ અખતરના મુલાયમ શબ્દોવાળું ફિલમી ગીત સાંભળતાં હોઈયે એવી મજાની હળવાશ અનુભવાઈ. કર્ણપ્રિય સ્વર અને સંગીત.

  20. વહાલા પ્રજ્ઞા આન્ટી,

    તમને ખુબ ખુબ અભિનંદન અને આજ ના પ્રોગ્રામ માટે ખુબ ખુબ
    શુભ કામનાઓ!

    વાહ્!!…
    સૂર્યકિરણને સેંથે પૂરી મેઘધનું આકારું
    દરિયાની લ્હેરો ઉપર હું નામ લખી લઉં તારું

    શ્રિયા- મિતેશ, મમ્મી-પપ્પા

  21. બહુ જ સુંદર યુગલગીત!
    સુંદર શબ્દો.
    અને મેહુલ સુરતીનું સ્વરાંકન અતી-સુર(ઈ),,લું. “વગડા ના શ્વાસ….” જેવું.
    અભિનંદન!

    દિનેશ પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *