તમારું સ્મરણ, સાંજ, ડૂમો અગાસી…. – જયેશ ભટ્ટ

સ્વર : મનન ભટ્ટ
કવિ : જયેશ ભટ્ટ
સ્વરકાર : મોહંમદ દેખૈયા

(તમારું સ્મરણ, સાંજ…. Photo by: Vivek Tailor)

* * * * *

.

તમારું સ્મરણ, સાંજ, ડૂમો અગાસી;
ભળે તળ-અતળમાં કણસ ને ઉદાસી.

કદી નાચી મથુરા કદી નાચી કાશી;
પીડા મારી થઈ ગઈ અરે! દેવદાસી.

હવાનું ઉપસ્થિત ન હોવું નદીમાં;
અને હાથ મારા નિરંતર ખલાસી.

રહો છો અલગ આપ ભીતર લગોલગ;
ત્વચાને ઉતરડી કરી છે તલાસી.

ન હું પી શક્યો કે હતી પ્યાસ ઘેરી;
ફરી પાછી રહી ગઈ મનમીન પ્યાસી.

થયું મારું મન સ્હેજ ભીનું કે તત્ક્ષણ-
થયાં વાદળો, વીજળી પણ પ્રકાશી.

16 replies on “તમારું સ્મરણ, સાંજ, ડૂમો અગાસી…. – જયેશ ભટ્ટ”

  1. પ્રિય મનન, તારા આવાઝ મા સુન્દર રચના હોય વાહ્—-વાહ……………પ્રશાન્ત ભાઈ ભાવનગર

  2. hi jayshree didi… HOw r u…?
    a very good composition nd a good voice too.
    It feels good to see Shree mohamad Dekhaiya’s composition on tahuko. He has been a great composer of all times but his compositions have always remained un-noticed. There r lot more compositions of him nd i’ll try my best to send them to u. hope u upload them on tahuko.

    Thnx & Regards,
    Rajan Vyas.
    (Bhavnagar)

  3. આપ સૌ કાવ્ય અને સંગીત પ્રેમી મિત્રોનો હું આભાર માનું છું.
    –જયેશ ભટ્ટ્

  4. ખુબ ખુબ આભાર તમારા બધાનો કે તમે આ ગઝલ પસન્દ કરી.

  5. રહો છો અલગ આપ ભીતર લગોલગ;
    ત્વચાને ઉતરડી કરી છે તલાસી.
    ડુસ્કુ નીકળી જાય એવું લાગે.
    સપના

  6. હવાનું ઉપસ્થિત ન હોવું નદીમાં;
    અને હાથ મારા નિરંતર ખલાસી.

    અદભૂત રચના.. મઝા આવી ગઈ..

    ‘મુકેશ’

  7. ન હુ પી શક્યો કે હતી પ્યાસ ઘેરી——-

    સુન્દર રચના

  8. વિરહ એક કવિ પાસે એની શ્રેષ્ઠ રચનાઓ કરાવે છે.
    હ્ર્દયસ્પર્શી! સુન્દર ગાયકી.

  9. ભાવનગરના જ કવિ-મિત્ર જયેશ ભટ્ટ અને ત્યાંના જ સ્વરકાર મોહંમદ દેખૈયાના સ્વરાંકનમાં મનન ભટ્ટની સુંદર રજૂઆત માણવાની મજા આવી. આભાર!
    સુધીર પટેલ.

  10. રહો છો અલગ આપ ભીતર લગોલગ;
    ત્વચાને ઉતરડી કરી છે તલાસી.

    ન હું પી શક્યો કે હતી પ્યાસ ઘેરી;
    ફરી પાછી રહી ગઈ મનમીન પ્યાસી.

    — અતિસુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *