હે મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
ગોત્યો મેં ઉષામાં, ગોત્યો મેં સંધ્યામાં
ગોતી ગોતી થાકી તો યે ક્યાંક ના જડે…
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
ઓલ્યો કાજળનો રંગ, ઓલ્યો કુમકુમનો રંગ
ઓલી મહેંદીનો રંગ, ફોર્યાં ફૂલડાંનો રંગ
મારા નંદવાયા કાળજાની કોર ના ચડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
રંગીલો મોરલો ને નવલી કંકાવટી
સપ્તરંગી લહેરીયું વર્ષા લહેરાવતી
મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી
હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..
– અવિનાશ વ્યાસ
recently heard this song in melodious voice of Jhanvi Srimankar at a progrramme Panddu Lilu Ne Rang Rato by image Publication. Jayshreeben if you can upload that recording all Tahuko listeners wii be able to hear this beautiful song and composition.
આ કાવ્યને હવે ગીત મા સાંભળવાની રાહ જોઈએ છીએ.
Very nice song about sathiyo and rangoli. When I was a kid (mid-sixties) I heard a song: “Choryashi rangno sathiyo mandyo” Can someone please post this song.
AMERICA MA TO SATHIYO PAN NATHI BANAVI SHAKATO. NAVI CAR BUY KARI ANE INSURANCE MA GAYA, TYARE INSURANCE WALLA NE THAYU KE KOI KHARAB MAJAK KARI GAYU. MEIN KAHYU, THIS IS A VERY SACRED SIGN FOR ALL INDIANS
jayshree ben,
mara sathiya ma ek rang ocho pade a kavya
sambhlva ni khub icha che.
uma.
મને ખબર છે,ક્યો રંગ ઓછો પડે છે.ખરૂ ને?
એતો તારે એ રંગ પુરવો નથી એટલે…
એક વાત કહેવાની રહી ગઇ.. આ કાવ્ય મારું નથી. કવિનું નામ એટલા માટે નથી લખ્યું કારણ કે મને ખબર નથી.
rangoli to shrshtha chhej
kavyana bhav pan uttam chhe
sahej matharasho to sundar geet bani jashe je lokbhogya pan thashe ane mangamata sathine amantran pan deshe.
Abhinadan Jayshreeben
great..!!!!urmiji ape pan saras kahyu….ANE jayree really jivan ma darek ne kyarek to avu feel thay j…!
સુંદર કાવ્ય શોધી લાવી જયશ્રી!
ગયા વર્ષે મેં પણ સત્તર-અઢાર વર્ષ પછી સાથિયો પાડેલો ને રંગોળી પુરેલી, પણ જોડે ‘સાથી’ ન’હોતા એટલે મને પણ કંઇક એવું જ લાગેલું કે ‘મારા સાથિયામાં એક રંગ ઓછો પડે… !’
અને હવે આ અમેરીકામાં…..
એક રંગ શું, બધા રંગ શું, પણ આખો ને આખો સાથિયો જ ઓછો પડે છે!!!