પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ

paan lilu

This text will be replaced

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

(કવિ પરિચય)

Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave

196 thoughts on “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

 1. DHIRENDRASINH

  this song directly touches the heart and give heavenly pleasure
  to mind. i feel so delicious to listen this song.its real gujrati culture song. dhirendra

  Reply
 2. manoj k bhaskar

  mane ya geet khub khub gamyu ,ava geeton ni shabd rachna sidhi dil sudhi pahuche chhe, hu aa geet baddal ghanoj abhaar aapu choo.

  Reply
 3. honey patel

  હુ જ્યારે એકલી હતી ત્યારે મને મારા હસ્બનડ યાદ આવતા હતા અને હુ બહુ રોઇ હતી….આ ગીત મને બહુ ગમે છૅ …….

  Reply
 4. Bharat Pandya

  આ મારો પ્રયાસ માત્ર છે.હું જાણું છું કે તે અધકચરો છે.કોઇ વધુ વિદ્વાન તેને મઠારશે તો આભારી થઈશ.
  ભરત પન્ડ્યા

  પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
  જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
  એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

  ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
  જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
  એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

  જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
  જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
  સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

  કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
  જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
  કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

  કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
  જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
  એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

  saw a green leaf and it reminded me of you,
  as if first rain drops of monsoon fell on me,
  one grrass leaf blossomedand it reminded me of you

  somewhere a bird sang and it reminded me of you
  as if sun light appeared on monsoon day.
  one star twinked and it reminded me of you.

  just a water pot overflew and it reminded me of you
  as if the ocean has broken all barriers

  someone smiled without a reason and it reminded me of you
  as if I saw whole universe in mouth of krishna
  someone appealed to my eyes and I thoungt of you

  someone stopped at my door and it remionded me of you….
  as if the whole world of my steps started shouting
  only one step I took and it reminded me of you—-

  Reply
 5. Hiral Buddhadev

  wow ..what a romatic song..!! I did not heard this before I got marride and then when I saw my marriage cd and I found this song.

  Thats y this is very special for me…I feel this for my husband ..

  Reply
 6. mahasvin

  i am listing this web-site since 2006, but every time i listen this fantastic song,,
  i really want to thank JayshreeBen for this fabulous song and extra-ordinary website….

  Reply
 7. AJAY RAVAL

  too sweet to hear.. n whenver i hearing.. My heart is also Lilu..Tahukyu..Chhalkyu.. Malkyu n Atakyu in that sweetest memories of love life.. really sweet.. thanks Harindrabhai.. Hari + Indra… may be Haridya + Indra.. Smarudhha Chhe Gujarati Kavitya Varso..

  Reply
 8. nilesh pathak

  નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
  આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં
  આપણો અહમ્ ઓગળે ત્યારે ‘તે’ યાદ આવે જ.
  નામ ડૂબે ત્યારે જ આભ ઊગે.
  પરમ તત્વની સાથે અદ્ ભૂત અંતર વાણી

  Reply
 9. kusum

  ઘના દિવસ પચિ સામ્ભયુ પન અવાજ હન્સા દવે નો તો ઉપર બદ્લિ નાખ જો

  Reply
 10. jigna

  i love so so so so soso muchhhhhh this song……thnak u so much ttahuko thaks thnks……………………………..

  Reply
 11. sarla

  એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા
  આ વાક્ય્નો મત્લ્બ સુ ચે મને કહો

  Reply
  1. tia

   એક તરણું કોળ્યું( =અંકુર ફૂટ્યે નાનાં પાંદડાં દેખાવા લાગવાં,)ને તમે યાદ આવ્યા

   Reply
 12. Ajay Raval

  difficult to forget her.. but whenver we hear like પાન લિલુ જોયુ.. I can’t stop myself to crying.. may be like.. મોસમ નો પહેલો વરસાદ્..

  Reply
 13. Manjari Damania

  Absolutely Melodious music and beautiful voice.
  મોસમ નો પહેલો વરસાદ્..joi ne i remember my young days.
  પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
  …એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં..
  …ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…
  …એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…
  ……સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…
  …કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં…
  …કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં…
  ……કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં…………
  …………..એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં…………..

  Reply
 14. Puja

  શુ આપ મને જનાવિ શક્શો કે પન્કજ ઉધસજિએ ગયેલુ ગુજરાતિ ગઝલ નુ આલ્બુમ કયુ ચ્હે? એનિ ઈક ગઝલ ચ્હુક ચ્હુક ચ્હોકરિયો, બોલે તો ફુલો થિ ભરતિ તોકરિયો….. ચ્હે! all help welcome. Please let me know of the name of the gujarati album sung by Pankaj Udhas.

  Reply
 15. tia

  જયશ્રી બહેન, જરા કનફર્મ કરી ને બતાવો તો ભલા કે આ ગીત મા કોનો સ્વર છે ? સોનાલી, હંસા દ​વે કે નીશા ઉપાધ્યાય ?

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *