સ્વર અને સંગીત : સોલી કાપડિયા
.
હરિવરને કાગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…
જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ
વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ
અમે તમારા ચરણકમળને પખાળવા આતુર
હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર
કંઇ ભીની ઝળહળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…
શ્વાસમાં વરસે રામ રટણ ના કેમ ન પારિજાત
ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત
કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ
કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ
શું હાવાં આગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…
Melodiously singing, I appreciate your singing style
superb bhajan enjoy 2 much Soli kapdia ur voice is wonderful
my favourite bhavsabhar kruti
Wonderful soli kapdia!!!!! cant explain in words.Believe i cant stop listening. First i had seen on television then i search here. Wording are amazing but your voice is superb that only i can say!!! I used to listen you since long.
superb composition.aadbhut wordings.
આ બધા ભજન ‘હરિવરને કાગળ લખીએ રે’ આલ્બમના છે.
આ ગીત ક્યા આલ્બમ મા છે?
આ ગીત કયા આલ્બમ મા છે?
એમનું બીજું ભજન ગીત પણ સરસ છે.
મંજીરાં બે મંજીરાં…..