ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : મનહર ઉધાસ

This text will be replaced

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

( કવિ પરિચય )

52 thoughts on “ખુદા તારી કસોટીની પ્રથા – બરકત વિરાણી ‘બેફામ’

 1. Avinash Panchal

  હેલ્લો સર,

  જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
  ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.

  ખુબ જ દરદ છે આ પંકિતમાં…………..

  વાહ !
  કિંજુ – હેમુ પંચાલ.
  બરોડા ,

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *