સ્વર : મનહર ઉધાસ
.
કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી
બરકત વિરાણી “બેફામ” ની એક હઝલ એટલે કે હાસ્ય ગઝલ હું ઘણા સમય થી શોધુ છુ…. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ એમની એક લાઈન એમના જોક્સ માં વાપરે છે… દાળ સાથે બિસ્કિટ ખાતા હોય એવું લાગે…
गई काले आ ग़ज़ल वांची, खूबज गमी, जगतमाँ सर्वे ने कहेता…. वाड़ी पंक्ति भारी छे…
वाह अति सुंदर
लतिका चावड़ा
वर्धा, महाराष्ट्र
Many of friends told me to listen this but my gujarati is poor… can anyone please translate me this in English??
હેલ્લો સર,
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.
ખુબ જ દરદ છે આ પંકિતમાં…………..
વાહ !
કિંજુ – હેમુ પંચાલ.
બરોડા ,
સાચિ વાત છે…
ખુબ જ દરદ છે આ પંકિતમાં..
I like this stanza…..my story is tottaly related with this….
what a painful words…… befam….