સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે
કોઇ ત્યારે યાદ આવી જાય છે
રાત ઢળતા એક પડછાયો મળે
એ પછી ચોમેર વ્યાપી જાય છે
છુંદણાંમાં કોણ પીડા આપતું
એ વિચારે દર્દ ભાગી જાય છે
છાંટણાં વરસાદના સ્પર્શી જતાં
રોમ સૌ ધરતીના જાગી જાય છે
હું અહ્રર્નિશ યાદનું છું તાપણું
કોઇ આવી રોજ તાપી જાય છે
રોજ હું વાવી રહી સંબંધને
રોજ આવી કોણ કાપી જાય છે
ધબકાર મુંબઈનું સોભાગ્ય કે ૧૫મી ઑગસ્ટ્ની કાવ્ય ગોષ્ઠી માં પુષ્પાબેન પારેખ-મહેતા અધ્યક્ષ હતાં અને ધબકાર મુંબઈની છેલ્લી ૫ ગોષ્ઠીથી તેઓ અને આસિતભાઈ હૈદરાબાદી મર્ગદર્શન આપે છે.
જય ગુર્જરી
….સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે
કોઇ ત્યારે યાદ આવી જાય છે
રાત ઢળતા એક પડછાયો મળે
એ પછી ચોમેર વ્યાપી જાય છે…
khubaj sundar….
speechless……..
હું અહ્રર્નિશ યાદનું છું તાપણું
કોઇ આવી રોજ તાપી જાય છે
રોજ હું વાવી રહી સંબંધને
રોજ આવી કોણ કાપી જાય છે
great lines….. nice gazal!
thanks Jayshree!
અદભૂત ગઝલ….. ખૂબ જ સુંદર… બની શકે તો એમની બીજી ગઝલો પણ વંચાવજો…. બધા જ શેર દિલને સ્પર્શી જાય તેવા છે…