ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

જીવનનો માર્ગ - ‘બેફામ’

2 વર્ષ પહેલા ભાસ્કર શુક્લના અવાજમાં મુકેલી આ ગઝલ, આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સંગીત સાથે ફરી એકવાર :)

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

This text will be replaced

સ્વર : ભાસ્કર શુક્લા

This text will be replaced

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-’બેફામ
(આભાર : લયસ્તરો )

( કવિ પરિચય )

એક વર્ષ પહેલા : મારી ભીનાશ ક્યાંય તને અડી ન જાય - જવાહર બક્ષી

બે વર્ષ પહેલા : લાવ જરાક હસી લઉં !, માણસ ઉર્ફે… - નયન દેસાઈ

23 comments to જીવનનો માર્ગ - ‘બેફામ’

  1. manvant
    July 17th, 2006 at 10:53 am

    નહીં તો જીવનનો માર્ગ છે ,ઘરથી કબર
    સુધી !બેફામની ગજબની ફિલસૂફી!આભાર !

  2. Anonymous
    July 30th, 2006 at 7:01 pm

    This gazal is sung by Manna Dey in a very melodius voice and anice rhythm. It will be nice of you, if you put on blog for the listeners like me.

    Thank you,
    Mahendra Shah, M.D.

  3. Jayshree
    July 31st, 2006 at 10:37 am

    Thanks Mahendrabhai,
    Whenever I will find this Gazal in Manna Dey’s voice, surely I will put it in on this blog.

    Manna Dey is one of my fav singers.

  4. બેફામ « ગુજરાતી સારસ્વત પરિચય
    November 25th, 2006 at 12:34 pm

    [...] #     ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?          નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.” [...]

  5. બરકત વિરાણી ‘બેફામ’ ( 25-11-1923 :: 02-01-1994 ) « અમીઝરણું…
    November 25th, 2006 at 8:09 pm

    [...] + આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો :: ટહુકો. [...]

  6. mansuri taha
    October 11th, 2007 at 8:37 pm

    one of the best gujarati ghazal

  7. 2 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
    January 2nd, 2008 at 12:35 pm

    [...]  ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”  [...]

  8. nil
    October 17th, 2008 at 9:07 am

    આ અવાજ ખરેખર્ પુરુષોત્તમ ઉપાધ્યાય નો જ છે ?

  9. Dr Jagdip R. Upadhyaya
    October 17th, 2008 at 5:06 pm

    આ સ્વર મુ. પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનો નથી જ લાગતો.

  10. વિવેક ટેલર
    October 17th, 2008 at 6:35 pm

    સુંદર રચના અને દિલ બહેલાવતી મદભર ગાયકી…

  11. pragnaju
    October 18th, 2008 at 7:29 pm

    સદા બહાર સુંદર રચના
    ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
    એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
    ખૂબ ગમી પંક્તીઓ
    અને મધુરી ગાયકી

  12. bansi parekh
    October 20th, 2008 at 6:45 am

    શ્રધાનિ હો સુવાસ પ્રતિક્શા નો રન્ગ હો એવા ફુલો ખિલેચ્હે પાન્ખર સુધિ વાહ્ વાહ કેવિ હ્ર્ર્દય નિ વાત કહિ દિધિ
    ‘બેફામ્ તોયે કેતલુ થાકિ જવુ પદ્યુ નહિતો જિવન્ નો માર્ગ ચ્હે ઘર્થિ કબર સુધિ. કેવુ સાચુ સતય્! મઝા આવિ ગઇ.આભાર્ . બન્સિ પારેખ્.વેરોના,એન જે યુ.એસ્ એ.

  13. Vijay Bhatt ( Los Angeles)
    October 23rd, 2008 at 9:32 am

    Actually the song labelled as Bhasker Shukala, sounds more like MANHAR UDHAS.

    The other one is definitely Purishottam Upadhyay.

  14. Zankhana
    February 17th, 2009 at 11:04 pm

    …શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
    એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી…
    …આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
    આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી…

  15. Parul
    February 27th, 2009 at 9:57 pm

    ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

    મે પેહલા આ બે શેર વાંચ્યા હતા અને આજે એ ગઝલ પણ વાંચી ને ખૂબ આંનદ થયો, આ મારો ફેવરિટ શેર છે.

    આભાર

  16. Rohit T Marfatia
    February 28th, 2009 at 6:45 pm

    Dear Jayshriben
    In 1960 when I was in College, like others of such age in I had my copy book and had noted down this gazal of Sapna Rupe na aavo to from Befam’s Mansare. I have still this book.
    I have got Mannade’s song. Please let me know how I can upload on your site.
    Rohit T Marfatia
    River Palace, Nanpura, Surat 395001

  17. Ateet
    July 6th, 2009 at 7:32 pm

    શ્રિપુરુષોત્તમ ઉપાધ્યાય વિશે કૈ પન લખુ એ ગુસ્થાકિ જ થશે.

    Supar Thanks to Jaishreeben for all her committed efforts in bringing the best of literature and music on tahuko.

  18. HLCC
    October 17th, 2009 at 9:35 pm

    ખુબજ સુંદર રચના…

    ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

  19. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 6:40 pm

    સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
    ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી. બેમિસાલ…!

    આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
    આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી આ આ આ આ આ આ આ વાહ્,,,,,

    મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
    કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી …….હુ આવરી ગયો………..બેશક્…..

    શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
    એવાં આ આ આ ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી. ……….ફિદા થૈ ગયો……

  20. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 6:45 pm

    ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
    નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

    -નજર નિ સલામ………… બેફામ

    પ્રિયતમ તમે સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
    સખી ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

    હ્રિદય સોસર્વુ ઉતરી ગયુ……..

  21. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 6:46 pm

    ગઝલ આને કેહવાય…….બેશક્.. બેફામ…..સલામ્…

  22. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 6:55 pm

    ચિત્રકાર ને પણ દાદ આપવી પડે…….વાહ ક્યા બાત હૈ…. ગઝલ નુ ઊડાણ્ એમા દેખઈ જાયે છે….

  23. ભદ્રેશ શાહ્
    January 20th, 2010 at 7:15 pm

    ભાસ્કર શુક્લના અવાજમાં સૌમ્યતા છે તો…….

    પુરુષોત્તમજી ઉપાધ્યાયના સ્વર સંગીતમા દર્દ છે…

    “પણ બેફામ સાહેબ ! તમે સાચેજ ! બેફામ છો……………ગઝ્લ્ ના બાદશાહ્.”

    મ્હરા થી કહ્યા વિના નથી રહેવાતુ…..કે..

    “અમારી બન્ને આખે તમે આસુ વેહ્તા જોયા…..
    પન કોને ખબર છે …..એક ને છે ના મલ્યા નુ દુઃખ….
    ને બીજીને વધુ યાદ આવ્યાનો આનન્દ્…!”

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>