એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?
કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?
આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?
જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?
જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?
પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?
પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !
-હિમાંશુ ભટ્ટ
ખુબ્જ સરસ્ .
દરિયાની ઉડાંઈ માપિ લિદ્દ્ધિ લાગેછ્રે.
એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
“એક બસ સમજણ … “ ગઝલનો આસ્વાદ માણતાં મને બસ હિમાંશુમાં રહેલ સાહિત્ય (સ)ક્ષમતાની સમજણ પડી ગઇ એમ કહું તો પણ ચાલે. ગઝલની શરૂઆતમાં જ “જે મળ્યું તેમાં જો ફાવી જાય તો….” લખીને એણે તો જાણે ‘સફળ જીવનનો’ રાહ ચીંધી દીધો. મનુષ્યે કોઇ પણ વિકટ પરિસ્થિતિ સહન કરવાં કે પછી તેમાંથી નિકળવાં માટે ક્ર્મશ:, ‘ચાલશે’, ‘ફાવશે’ અને છેવટે ‘ગમશે’ જેવાં શબ્દોનો યથાર્થ કરવો જ પડે. એવું મનાય છે કે ઇશ્વરની આ દુનિયામાં ‘આવતીકાલે’ તમે જે કાંઇ થાશો, જે કાંઇ બનીને જગતને જે કાંઇ પાછું આપશો, એ ઇશ્વરને તમે આપેલી એક પ્રકારની ભેંટ ગણાશે….. કારણ…. આજે તમે જે કાંઇ છો, તમને જે કાંઇ મળ્યું છે, એ ઇશ્વરે આપેલી એક ભેટ કે દેન સમાન છે. અને એટલે જ જે કાંઇ મળ્યું છે એમાં ‘ઇશ્વરની મરજી છે’ એમ માનશું તો, જેવું અને જેટલું પણ મળ્યું છે, એમાં આપણને ‘ફાવવું’ જ જોઇએ.
મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?
સર્વ સંબધોમાંથી મુક્તિ એટલે મોક્ષ. પણ શું એ શક્ય છે ?
તને કોણે કહ્યું કે મરણની બાદ મુક્તિ છે?
રહે છે કેદ એની એ ફકત દિવાલ બદલાય છે.!!!!!. મનુષ્ય આ લોકનાં સર્વ બંધન છોડીને પરલોક સિધાવે છે ત્યારે એણે ત્યાં જઇને પણ એણે એનાં આત્માને પરમાત્મા સાથે જોડી, એનાં જીવને શીવ સાથે મેળવીને અને એનાં પીંડને બ્રહ્માંડમાં ભેળવીને એક નવાં સંબંધની શરૂઆત કરવાની હોય છે. સ્વર્ગ, નર્ક, લોક, પરલોક, ગત જન્મ, પુન: જન્મ વગેરેની હયાતી કે મહત્ત્તા એ એક આસ્થાનો અને ચર્ચાનો વિષય છે. આપણે તો એટલું જાણીએ કે આ ધરા પર આપણે કરેલાં સત્કર્મોનું credit balance એટલે સ્વર્ગ અને debit balance એટલે નર્ક.
કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?
વાડા, સીમાડા અને સરહદ વગરની અને વિશ્વાસના શ્વાસે ધબકતી અને પાંગરતી દુનિયાની, ભાઇ હિમાંશુની કલ્પના આહલાદક છે.
કવિ માધવ રામાનુજની પણ આવી જ કાંઇ ઇચ્છા ખરી જે એમના આ મુક્તકમાં દેખા દે છે……..
“એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો ટેંક પર માથું મૂકી ઊંઘી શકું …..”
આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?
કહેવાય છે કે આપણી પાસે શબ્દોના અનુભવ હોય છે પણ અનુભવનાં શબ્દો બહું ઓછાં હોય છે એટલે ઘણીવાર શબ્દો જો સરખાં તોલાયાં, જોખાયાં કે મપાયાં ન હોય તો એ વાગે પણ ખરાં. કદાચ એવું ઘણીવાર બને કે આ શબ્દો જ હઠ પકડી બેઠાં હોય…. અને એટલે જ ગની દહીંવાલાને લખવું પડ્યું કે….
“એવી પરિસ્થિતિ મહીં કદી હોઠ મૂકાઇ જાય શબ્દનું મન મનાવતાં અર્થનું દિલ દુભાઇ જાય…”
પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?
પ્રેમનું બંધન, પ્રેમનો સંબંધ …… એ તો ભાગ્યમાં કોઇ યોગ હોય ત્યારે જ એનાં સર્જાવાનાં સંજોગ પણ રચાય. પ્રેમ નામનો શબ્દ જો કે કોઇ વ્યાખ્યામાં બંધાતો નથી પણ સાથે સાથે એટલું પણ જરૂરી છે કે આ પ્રેમ પણ કોઇ સંબંધના હાંશિયામાં કેદ થઇ ને બેઠો હોય ત્યારે એ શોભે પણ ખરો.
પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !
દુનિયાનો દસ્તુર છે : जो जीता वोही सीकंदर અને Winner is HERO & loser is ZERO
પણ No Match is lost till opponent wins it
એટ્લે જ છેલ્લી ઘડી અને છેલ્લાં બોલ સુધી દાવ હાર્યાં ન હોય તો જીતી શકાય છે.
Excellent ! Himanshubhai….
— ડો. જગદીપ ર. ઉપાધ્યાય
drupadhyayajr@yahoo.com
http://www.raviupadhyaya.wordpress.com
મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?
વાહ્
યાદ આવી
ચહેરે કરચલીઓ વધતી જો જાય
તો હૈયે કરચલીઓ વધતી હશે?
હોડીની ઉંમર વધે તો વધે
પાણીની ઉંમર કંઇ વધતી હશે?
Very nice ghazal!
All shers are powerful. I like these three shers:
આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?
જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?
પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?