જેટલાં ફળ હોય છે સો-એક વૃક્ષમાં
એટલા અર્થો ભર્યા એકાદ શબ્દમાં.
આંખથી જ્યારે વહ્યું ત્યારે ખબર પડી,
સાવ પાણી હોય છે ક્યારેક રક્તમાં.
ટ્રેનમાં જાતો હતો બસ વાત એટલી,
ઝાંડવા દોડી ગયાં મારી વિરુધ્ધમાં
કાચબો જીતી ગયો એ મેંય સાંભળ્યું,
હોય છે સંભાવના સઘળી પ્રયત્નમાં.
હો બધું જગ્યા ઉપર એમાં જ રસ નથી,
એક બાળકને મજા છે અસ્તવ્યસ્તમાં.
– મકરંદ મુસળે
હો બધું જગ્યા ઉપર એમાં જ રસ નથી,
એક બાળકને મજા છે અસ્તવ્યસ્તમાં.
વાહ્
અમને પણ મઝા છે અસ્તવ્યસ્તમા
અમારા ઘરમા આ કવિતા ફ્રીઝ પર રાખી છે-
This is a Home Where Children Live
You may not find things all in place,
Friend, when you enter here.
But we’re a home where children live,
We hold them very dear.
And you may find small fingerprints
And smudges on the wall.
When the kids are gone, we’ll clean them up,
Right now we’re playing ball.
For there’s one thing of which we’re sure,
These children are on loan.
One day they’re always underfoot,
Next thing you know, they’re gone.
That’s when we’ll have a well-kept house,
When they’re off on their own.
Right now, this is where children live,
A loved and lived-in home.
ટ્રેનમાં જાતો હતો બસ વાત એટલી,
ઝાંડવા દોડી ગયાં મારી વિરુધ્ધમાં
ભાઈ ક્યા બાત….લગે રહો કવિ….
આંખથી જ્યારે વહ્યું ત્યારે ખબર પડી,
સાવ પાણી હોય છે ક્યારેક રક્તમાં.
ગઝલના દરેક શેર અલગ-અલગ અર્થ અને મૂડ ધરાવે છે છતા સરસ ગઝલ છે.
મારી વેબસાઈટ http://www.vicharo.com ની મુલાકાત લો.
Hi,
i m new to this blog… came in search of finding movie names of the songs
“Jari ugata suraj ni toh laj rakho mara rasiya”
and
“tamne joya ne jara raste rokai gayo”
the first song is by Ashaji and Manna da
and the second one from Manna da again.. and probably its from Avinash vyas..
can somebody help me pl..its kind of urgent…
સાવ સરળ શબ્દોમાં કેટલી સરસ વાત કહી દીધી. ગઝલ ક્યાં પૂરી થઇ ગઇ ખબર જ ના પડી.