આમ તો આ સવાલ કાલ માટે રાખવો હતો – પણ મને થયું, થોડું advance planning સારું. પ્રેમિકા ગીત માંગે તો એ તમને ટહુકો પર મળી રહેશે – પણ ગુલાબ માંગે તો ‘Valentines Day’ના દિવસે ગુલાબ થોડા મોંઘા હોય છે
– આવી economyમાં saving નું તો વિચારવું જ પડે ને !!
અને સવાલ પૂછવો જ હોય – તો સમજી-વિચારીને પૂછશો ! સવાલમાં ઉતાવળ કરશો તો ક્યાંક આવું ના થાય…
અને હા… સાથે બીજી એક મહત્વની વાત..
આ ગીત કાવ્ય-સંગીત સમારોહ – ૨૦૦૬માં સૌમિલભાઇએ રજુ કર્યું હતું. કાવ્ય-સંગીત સમારોહ એટલે ગુજરાતી સંગીતનો જાજરમાન જલસો.. મારી પાસે વધારે માહિતી તો નથી, પણ અમદાવાદના સંગીતપ્રેમીઓ જેની રાહ જુએ એ વેલેન્ટાઇન ડે – ૧૪મી ફેબ્રુઆરીથી શરુ થતો – ગુજરાતી જુના નવા જાણીતા માનીતા ગીતોથી હ્રદયના તાર રણઝણાવતો ઉત્સવ કાલથી અમદાવાદમાં શરુ થઇ રહ્યો છે..
અમદાવાદમાં હો – કે અમદાવાદ પહોંચી શકો એમ હો – તો આ જલસો જરૂર માણજો.. થોડો મારા તરફથી પણ
સ્વર-સંગીત: સૌમિલ મુનશી
( Picture from Flickr )
* * * * *
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.
કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..
ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..
સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે?
કહેવામાં થાય નહીં કાલ..
આજે ને આજે મને, ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..
તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.
- રઈશ મનીયાર

Email
વાહ… વાહ… રઈશભાઈ આટલા રોમેંટિક છે એ આજે જ જાણ્યું!
સ-રસ ગીત….
વાહ ભાઇ વાહ મજા આવી ગઈ.. એકદમ સરસ ગીત છે!
સરસ !
તને ગીત દઉં કે ગુલાબ ?
આજે ને આજે મને,
ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..
વાહ્
આટલી ઉંમરે પણ નાનપણથી ઉતર આપતા
તે જ આપવાનું ગમે
બન્ને!
મુક્ત હું મારી જ મુક્તિમાં બંધાઈ જાઉં છું,
સવાર હું મારી જ સવારીમાં આગળ જાઉં છું.
ધપે રફતાર જીવનની, સવાર સાથે જ સાંજ,
ડૂબેલી હું ચાહતમાં, ફફડતી આકાશે ઊડી જાઉં છું.
મારુ ખુબ જ ગમતુ ગીત… આભાર દોસ્ત.. રઈશભાઈ ને સાંભળી મજા આવી ગઈ..
આગળ આ ગીત ક્યાંક સાંભળ્યું હતું ત્યારનું ખૂબ જ ગમી ગયેલું… પરંતુ ખબર ન્હોતી કે એ રઈશભાઈનું છે. અને રઈશભાઈનું ગીત તો એમની ગઝલ કરતાંય જાણે વધારે ગમી ગયું… આવા ગીતો થોડા વધારે લખવાની વિનંતી કરવી પડશે ગુરુજીને…
ખુબ સુન્દર રચના…..
જયશ્રીબેન,
સુંદર કાવ્ય. સાદા સમજાય તેવા સંપુર્ણ ભાવ સભર.તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયારને આવી સુંદર શૈલી માટે અભિનંદન.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
વાહ મનઆર સાહેબ નુ ગીત કે ગુલાબ્………….સાથે સૌમિલ નો કન્ઠ્ ……સુન્દર રચના … યાદગાર ક્રુતિ..
સરસ રચના છે.
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ,
અણીયાળી આંખડી ને છલકે શરાબ,
માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ.
માંગ્યો મેં મોરલો, દીધો ઝરમર વરસાદ,
સુન્દર ગિત ..
મને તો બન્ને જોઇએ…
સરસ ગિત..
મને આજે મજા કરાવિ દિધિ.
mare phela gulab joiye ane pchi dime rhi ne geet magi levanu
it’s realy a romentic poem
ખુબ સરસ મજા આવેી ગઇ.
ખુબ જ સુન્દર રચના……….દિલ ખુશ થઈ ગયુ……..
…કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ…
..ગીત અને ગુલાબ..
સરસ ગીત!
સરસ ગીત સરસ ગીત!
એક મન્તવ્ય્ -પરેમ્ ના અનુભવ સ્વરુપે જવાબ નિ અપેક્શા રાખ્યા વગર પન ગુલાબ આપિ શકાય્.
આતો સરસ મજાનુ ગેીત ચ્હેન
પેલા ગુલાબ પ્ચિ જવાબ્
વાહ..! રઈશભાઈ.. સ રસ..