તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર

આમ તો આ સવાલ કાલ માટે રાખવો હતો – પણ મને થયું, થોડું advance planning સારું. પ્રેમિકા ગીત માંગે તો એ તમને ટહુકો પર મળી રહેશે – પણ ગુલાબ માંગે તો ‘Valentines Day’ના દિવસે ગુલાબ થોડા મોંઘા હોય છે 🙂 – આવી economyમાં saving નું તો વિચારવું જ પડે ને !!

અને સવાલ પૂછવો જ હોય – તો સમજી-વિચારીને પૂછશો ! સવાલમાં ઉતાવળ કરશો તો ક્યાંક આવું ના થાય…

અને હા… સાથે બીજી એક મહત્વની વાત..

આ ગીત કાવ્ય-સંગીત સમારોહ – ૨૦૦૬માં સૌમિલભાઇએ રજુ કર્યું હતું. કાવ્ય-સંગીત સમારોહ એટલે ગુજરાતી સંગીતનો જાજરમાન જલસો.. મારી પાસે વધારે માહિતી તો નથી, પણ અમદાવાદના સંગીતપ્રેમીઓ જેની રાહ જુએ એ વેલેન્ટાઇન ડે – ૧૪મી ફેબ્રુઆરીથી શરુ થતો – ગુજરાતી જુના નવા જાણીતા માનીતા ગીતોથી હ્રદયના તાર રણઝણાવતો ઉત્સવ કાલથી અમદાવાદમાં શરુ થઇ રહ્યો છે..

અમદાવાદમાં હો – કે અમદાવાદ પહોંચી શકો એમ હો – તો આ જલસો જરૂર માણજો.. થોડો મારા તરફથી પણ 🙂

સ્વર-સંગીત: સૌમિલ મુનશી

( Picture from Flickr )

* * * * *

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.

કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..

ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..

સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે?
કહેવામાં થાય નહીં કાલ..

આજે ને આજે મને, ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.

– રઈશ મનીયાર

23 replies on “તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર”

  1. એક મન્તવ્ય્ -પરેમ્ ના અનુભવ સ્વરુપે જવાબ નિ અપેક્શા રાખ્યા વગર પન ગુલાબ આપિ શકાય્.

  2. …કહે છે તું તો છે હાજર જવાબ,
    દઈ દે આજે મને તું જવાબ…

    ..ગીત અને ગુલાબ..

    સરસ ગીત!

  3. માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ,
    અણીયાળી આંખડી ને છલકે શરાબ,

    માંગી મેં પાંખડી, ને આપ્યું તે ગુલાબ.
    માંગ્યો મેં મોરલો, દીધો ઝરમર વરસાદ,
    સુન્દર ગિત ..

  4. વાહ મનઆર સાહેબ નુ ગીત કે ગુલાબ્………….સાથે સૌમિલ નો કન્ઠ્ ……સુન્દર રચના … યાદગાર ક્રુતિ..

  5. જયશ્રીબેન,
    સુંદર કાવ્ય. સાદા સમજાય તેવા સંપુર્ણ ભાવ સભર.તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયારને આવી સુંદર શૈલી માટે અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  6. આગળ આ ગીત ક્યાંક સાંભળ્યું હતું ત્યારનું ખૂબ જ ગમી ગયેલું… પરંતુ ખબર ન્હોતી કે એ રઈશભાઈનું છે. અને રઈશભાઈનું ગીત તો એમની ગઝલ કરતાંય જાણે વધારે ગમી ગયું… આવા ગીતો થોડા વધારે લખવાની વિનંતી કરવી પડશે ગુરુજીને… 🙂

  7. તને ગીત દઉં કે ગુલાબ ?
    આજે ને આજે મને,
    ન્યાલ કર મીઠું હસી,
    કહે છે તું તો છે હાજર જવાબ,
    દઈ દે આજે મને તું જવાબ..
    વાહ્
    આટલી ઉંમરે પણ નાનપણથી ઉતર આપતા
    તે જ આપવાનું ગમે
    બન્ને!
    મુક્ત હું મારી જ મુક્તિમાં બંધાઈ જાઉં છું,
    સવાર હું મારી જ સવારીમાં આગળ જાઉં છું.
    ધપે રફતાર જીવનની, સવાર સાથે જ સાંજ,
    ડૂબેલી હું ચાહતમાં, ફફડતી આકાશે ઊડી જાઉં છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *