Happy Valentines Day to Dear Friends and All Dear Ones… from Tahuko.com !
વેલેંટાઈન જેવો ગમતીલો દિવસ આવે એટલે જો કોઈ છોકરાનાં દિલમાં કોઈ છોકરી માટે કુછ કુછ હોતા હૈ જેવું થઈ ગયેલું હોય, તો એ છોકરીનાં સપના જરા વધારે જ આવવા માંડે. અને પ્રેમની બેકરારી વધતા કોઈ છોકરો કદાચ છોકરીને હિંમત કરીને પ્રપોઝ પણ કરી દે, પરંતુ જો એ છોકરી છોકરાને ‘ના’ પાડી દે તો…? તો બિચ્ચારા એ છોકરાના દિલની શું હાલત થાય ?!! એજ વાતને કવિ તુષાર શુક્લ આ ગીતમાં જરા હળવાશથી રજૂ કરે છે.
(છોકરાનું સપનું…)
સ્વર – સોનિક સુથાર
સંગીત – ગૌરાંગ વ્યાસ
.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે,
કેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને, છોકરો ન માને કોઈ વાતે.
ચોખ્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી’તી ‘ના’,
ગલ્લા ને ઘેર કદી રાણી ના જાય એમ છોકરાને સમજાવવું આ,
લો ગાર્ડન પાસેથી છૂટા પડ્યા’તા હજુ હમણા તો સાત સાડા સાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…
મળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે,
ઓશિકા બદલે, ના સપના બદલાય મારી રાત હવે ગઈ ગયા ખાતે?,
‘ના’ પાડી તોયે આવી હાલત છે છોકરાની, ‘હા’ પાડી હોતે તો શું થાતે !
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…
અણગમતું આવે કે મનગમતું આવે, એ સપનું છે સપનાની મરજી,
સપનું આંજેલ આંખ કોઈથી ના ઉકલે, એ આંખો નથી રે કોઈ અરજી,
આંખોના સરનામે આવે સુગંધ, એને ઓળખવી પડતી રે જાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…
– તુષાર શુક્લ
ના’ પાડી તોયે આવી હાલત છે છોકરાની, ‘હા’ પાડી હોતે તો શું થાતે ..
ખૂબ સુંદર રચના શુક્લ સાહેબ ……
thanks for rectificaction….now lines are very clear.
sapnu aa jail ? aankh koi thi na ukle,a ankho nathi re koi arji……..kindly explain this pankti.
ખુબજ સરસ
Very very gud… Great Composition…as well as great music…
મસ્ત રચના સુન્દર અવાજ .. મજા આવિ ગૈઇ
kem cho sir.I have seen your name on tahuko.com and i have listen it.excellent
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે, સાવ સાચી વાત હે કે સપનુ આવ્યુ હતુ કાલ રાત્રે
આ ગીત ડાઉનલોડ કરવુ છે. મને કહો ને કે ક્યાથી કરી શકાય? અને મારે સોનિક સુથાર ને કેવી રીતે કોન્ટેક કરી શકાય?
સુંદર ગીત,ગાયકી અને સંગીત
ખુબ જ સરસ, happy vasant panchami
જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન,
સુંદર ગીત છે. આ ગીતનું પઠન એક વાર રેડિયો મિર્ચી પર ઈન્ટરવ્યુમાં સાંભળેલ જે આપને ઈમેલ દ્વારા મોકલું છું.
very good sond, very much musical & enjoyable. you should post many songs like this . Very well compose.
સુંદર ગીત,… કવિતા કરતાંય એની ગાયકી અને સંગીત વધુ સ્પર્શી ગયા….
વાહ ભાઇ વાહ મજા આવી ગઈ..
મઝાનું ગીત ! … કવિ કોણ છે ?