‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 3 : દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી

ઘણા વખત પહેલા ટહુકો પર એક મિત્રએ આ ગીતની ફરમાઇશ કરી હતી.. અને ત્યારે મેં આ ગીત સાંભળ્યું નો’તુ – તો એના બદલે

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી…

એ ગીત મુકી દીધું… ગરબાની કેટગરીમાં મુકી શકાય એવું આ લોકગીત ક્ષેમુદાદાએ ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ કર્યું છે.. અને સાથે વિભા દેસાઇ, માલિની પંડિત, હર્ષિદા રાવળ, જયશ્રી વોરા, આરતી મુન્શી અને સુધા દિવેટીયા એ સ્વર પણ એવો જ આપ્યો છે કે સાથે આપણને પણ ‘ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો…’ કરવાનું મન થઇ જાય…

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ

.

દાડમડીના ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી

હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો મણિયારાને હાટે હાલી
ચૂંડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

– લોકગીત

24 replies on “‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 3 : દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી”

 1. UTSAV says:

  VAH SUNDAR GEET RACHANA ADBHUT
  AA GEET SAMBADVANI MAJA AAVI GAI.
  ABHAR…. JAYSHREEBEN…………………………………….
  ……………………………………………………….
  ………………………………………………………….

 2. જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન,

  ખૂબ જ સરસ લોકગીત છે.
  ચાલો ઝૂલણ લઈ લઈએ.

 3. siddharth desai says:

  આ લઓક ગિત મારા પિતા સ્નેહરશ્મિને બહુ જ ગમતુ તે આરતિબેન કે વિભબેનને કહેતા કે આ ગિત ગાઓ અને તેઓ ઉત્સાહ્થિ ગાતા.

 4. K says:

  Enjoyed a lot, thanks

 5. જય પટેલ says:

  વિવિધ તજ્રૅનીઓ આ ગીતના સંગીતની વિશેષતા છે.
  ચુંદડી..ઝુમણાં..ચુંડલા..મુલવવા હાલી
  બેઠી એવી હું ઉઠી ઝુલણ લ્યો વણઝારી..
  કવિએ મહાજનની માનસિકતા પર શબ્દોથી પ્રહાર કયૉ છે.
  શ્રી વેણીભાઈ પુરોહિત પોતે જ મણિયારા હતા..તેમની બંગડીઓની દુકાન હતી..!!!
  સુંદર રજુઆત…આભાર.

 6. Miti Patel says:

  maza aayi gayi..this geet took me 25 years back in the sheri garba
  thanks a lot …

 7. dipti says:

  નાનેી હતેી અને મમ્મેી સાથે ગરબા ગાવા જતેી એ દિવસો યાદ આવેી ગયા. જયશ્રેીબેન ખુબ આભાર.

 8. Moxesh Shah says:

  Dear Jayshree Madam,
  I had requested this song, long back (Last Year), but as you had explained in the header of the song, you posted the song ” Vagada ni vachche Vavdi ne…..”.
  Anyway, many many thanks for fulfilling my request and posting this beautiful song here.

 9. Gordhan Varasani says:

  Its excellent site,especially who are working abroad.I am really appreciating administration to post all gujarati cultural songs,dayro,bhajan,duha,chhand.
  Thanks.

 10. Dr. Dinesh O. Shah says:

  પ્રિય જયશ્રી,

  ક્ષેમુભાઈના જવાથી ન પુરાય તેવી ખોટ ગુજરાતી સુગમ સઁગીતને પડી છે. તેઓ સાચા અર્થમાઁ મેન્ટર અથવા ગુરુ હતા. તેમના જીવન દરમ્યાન અનેક યુવા કલાકારોને આગળ લાવવા તેઓએ પ્રયત્નો કરેલા. તેમની કૃતિઓ હમેશા ગવાતી રહેશે!

  દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ, ફ્લોરીડા,યુ.એસ.એ.

 11. […] મિત્ર : મોક્ષેશ શાહ (એમની ફરમાઇશ હતી – દાડમડીના ફૂલ રાતા, ફૂલ રાતા ને પાન લીલ… પણ મને થયું, કદાચ આ ગીત જ હશે) addthis_pub = […]

 12. […] તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું, (દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી) […]

 13. uma says:

  “Dadamdee na fool rata” sambhalee ne maja aavee gai juna bhulai geeto aam sambhalava male chhe je redio par sambhalee ne khub khush thata.many many thanks Jayashriben.thoda divaso pela fagan na geeto aa site oopar joyela jema eak geet “Dil dadulo samalaje gori Fagan vayu kamal chhe hori”akashvanee par sambhalata te mane bahu j game chhe aje te mane dekhayu nahee aa geet sambhalva male ke?ghano anand thashe jo malashe to.thanks.

 14. Poojan Majmudar says:

  Remembered the days of school when in Navratri, i used to listen this every year in Patan Naagarwada sheri garbas.This was favourite of my cousin Madhaviben and she use to render this always.Thanx for makeng me remember those golden old days.

 15. N r Vaghela says:

  આભાર સારુ ગીત

 16. harkishan meggi says:

  તમારો બહુ આભાર

 17. Rajendra Shah says:

  વાહ ! કેટલા વર્ષો પછી આ ગીત સાંભળવા મળ્યું ! સાચે જ ટહુકો એ સમય ની આરપાર
  ટાઇમ ટ્રાવેલ કરાવી દીધી !

 18. jitu says:

  ખુબ સ્રરસ

 19. Dr.Habib Mansuri says:

  EXCELLENT CREATION
  GUJARATI LANGUAGE IS ALIVE BY THESE LINDS OF SONGS
  I LOVE GUJARAT I LOVE GUJARATI
  I AM PROUD TO BE GUJARATI
  DR.HABIB MANSURI

 20. Prakash Parekh says:

  Jayshreeben,
  Thanks For Creating this excellent website. you are doing wonderful work.

 21. pratima says:

  આ ગરબ ઘુમવાની મજજા કાંઇ ઔર છે.

 22. Dave Jyoti says:

  બહુ જ સરસ ગી છએ.

 23. Dr. Kedar Upadhyay says:

  આહાહાહા… ઉત્તમ… મધમીઠું ગીત… તાલમાં કેટલુબધું વૈવિધ્ય… addictive…. sublime…

 24. હિમાંશુ ભાવસાર says:

  જયશ્રીબેન,
  આપના કલેક્શન બદલ આભાર,
  આટલા સુંદર લોકગીતો અમારા માટે પીરસવા બદલ
  પહેલાનો રેડીયોનો જમાનો યાદ અપાવી દીધો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *