વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી – અવિનાશ વ્યાસ

આપોઆપ પગ થરકાવવાનુ અને કેડ લચકાવવાનું મન થઇ જાય એવુ મસ્તીસભર ગીત.
સ્વર : શેવાંગી નીરવ
આલ્બમ : સદા અમર અવિનાશ

daadam dana

This text will be replaced

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડીના તાણા રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે , ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઇશાની વાયરો વિંજણું ઢોળે, ને વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી
છાબલડીના બોરા રાતાચોળ, રાતાચોળ સે….વગડાની…..

ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડીના નયના રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..

એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે નેણલા પરોવી ને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકળી
વાટકળી માં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..

——————————–
ફરમાઇશ કરનાર મિત્ર : મોક્ષેશ શાહ (એમની ફરમાઇશ હતી – દાડમડીના ફૂલ રાતા, ફૂલ રાતા ને પાન લીલા.. પણ મને થયું, કદાચ આ ગીત જ હશે)

22 replies on “વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી – અવિનાશ વ્યાસ”

 1. s.vyas says:

  નાનપણનાં, મઝાના દીવસો યાદ આવી ગયા…..!

 2. Ami says:

  જયશ્રી,

  નવરાત્રી યાદ આવી ગઈ અને … એની સાથે “કાળા ગ્રાઉન્ડ” ના ગરબા અને પ્રસાદ ….

  ફરમાઈશ મુજબ નો જ ગરબો છે.

  હા પણ – મારા માનવા મુજબ “દાડમળી” ના બદલે “દાડમડી” આવે. જરા ચેક કરી જોજે.

 3. piyush shah says:

  my dear beta really speaking i wanted to here this songs since long but it was gone out of my memory but today when i heard this songs i really enjoyed Dikari tara jetla vakhan karu etal occha chhe jyare maari tya grand daughter aawi tyare mane thau ke mara 10 varsh vadhi gaya chhe pan jayrthi mari aa dikari jode msg thi vat karu chho tyare mane lage chhe ke hu haji vadhari jivish
  lots of love from uncle

 4. Chand Suraj says:

  અવિનાશ વ્યાસ વિષે શું કહેવું ? એમની કલમ લઈ જાય છે જયાંરોજીંદા જીવનની ઘટમાળથી દૂર પ્રેમના પાલ્લવ વડે કોરાયેલી એ સાદગીની ચુંદડી ઓઢી જીવન જાણે કિલ્લોલ કરે છે. ભર્યાભર્યા આકાશ નીચે સબંધોની ગાગરમાં એ મર્યાદામાં બાંધેલી મસ્તી સાથે મીઠાં ઝરણાંના વારિ છલકાવેછે.લોકલાડિલા એ કવિ અને સંગિતકારને નમન.

 5. Moxesh Shah says:

  Dear Jayshree,
  The song I had refered is not this, but anyway this song is also one of the best and I have enjoyed it. Thanks for taking so much efforts for my request. The song refered by me is composed by respected Shei Kshemubhai Divetia.

 6. Reader says:

  આવું જ એક બીજું ગીત છેઃ રાતી રાતી પારેવડાની આંખડી….ઝમકારા લાલ! ઝમકારા! I can email this song.

 7. Radhika says:

  nice song…. Jayshree good efforts .

 8. Harshad Jangla says:

  સસરો તીરથ પણ સાસુના નયણા રાતાચોળ…!!!!
  વાહ ભઈ વાહ
  આભાર જયશ્રી

 9. દાડમળી
  કે
  દાડમડી ?

 10. nita says:

  Very good collection of songs .
  By the way
  “Dadmadi na ful rata ne fal ana lila zulan lyo vanzari ”
  is different song
  very nice one I may add

 11. Ashwin Rana says:

  Respected Jayshree Bahen,

  Most woderful charactor of this site is that its not only provides immortal songs, its come with Guajrati Lyrics as well !!! Its gives inspiration to those whoe speakes Gujarati, now they will learn to read it as well. (Ek par Ek Free !!!!!)

  Nice concept of providing lyrics with songs.

  God Bless you …

  Ashwin Rana

 12. Dipen says:

  ભારત નિ યાદ આવિ ગયિ.

 13. dilip says:

  આપ જો બનેત વગડા વચે તલવડિ
  તલવદડિ ને તિર ઉગ્યો વનચમ્પા નો ચોડ બને તો ઉમેર સો.

  અભાર દિલિપ્

 14. Pratibha says:

  Would please tell me the name of the movie of this song
  Thanks

 15. Bhavesh says:

  ઓરિ આવે તો તને વાત કરુ ખાન્ગિ તુ ગરમ મસાલેદાર ખાતિમિથિ વાન્ગિ

 16. manvant says:

  ગીત સાંભળ્યું. મજા આવી ! આભાર !

 17. આ તો ગરબો હુ જુનાગડ મા હતિ ત્યારે નવરાત્રિ મા કાયમ સામ્ભળવા મળતો હતો, at that time i was in 6th!!!!!thanks for this song…again i should be so young to dance…..!!!!

 18. cdpatel says:

  તમારા ગિતો અમને ગમ્યા.

 19. Rajendra Shah says:

  ખરેખર સુંદર ગીત ! ” કૃષ્ણાબેન ખાખરાવાલા ” સીરિયલ ના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માં આ ગીત ના સૂર વિલંબિત લય માં સાંભળ્યા ત્યારે જ એને સાંભળવા ની ઇચ્છા થઇ અને તમે એ પૂરી કરી.

 20. Tarak says:

  Jayshreeben,

  fine melody tuned by Avnishbhai…Trubute to him on his Birth centanary!!!
  pls. correct some words as per songs…eg.”Vatkdi” instead of ‘Vatkali’,”Sarvar” instead ‘Sarovar’
  -Tarak

 21. ગૌતમ મિસ્ત્રી says:

  આ ગીત ચુદડી ઓઢી તારા નામ માં ઉષા મંગેશકર ના અવાજ માં છે અને સુલોચના વ્યાસ ના અવાજ માં પણ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *