વર્ષા એ કરી કમાલ – નીલેશ રાણા

આજે ફરી એક મસ્ત મજાનું, અને એકદમ તાજ્જું વર્ષાગીત… પહેલા વરસાદની સાથે ગરમાગરમ ભજીયા જેવું refreshing..! અને એ પણ કવિના હસ્તાક્ષરમાં..! ‘મોન્સૂન મુબારક’ ના સંદેશ સાથે.. 🙂

અને કવિના શબ્દોની સાથે બીજી એક કમાલ છે ગીતના મધુર સંગીત સાથે રેલાતો  નિશા ઉપાધ્યાયનો મદમાતો અવાજો.. ગીત શરૂ થાય કે તરત થાય કે વરસાદ પડો.. મારે ય ભીંજાવું છે..!!

varsha

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : નયનેશ જાની
આલ્બમ : મિજાજ

This text will be replaced

આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષા એ કરી કમાલ
મારે આંગણ સાગર વરસે
લઇ નદીઓનું વ્હાલ

સોળ વરસની વર્ષા નાચે
બાંધી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમરપર
પીડાની છલક છે ગાગર

વાત ચઢી વંટોળે
હું થઇ ગઇ માલામાલ
જડ્યું અચાનક ગોપિત ઝરણું
વર્ષા એ કરી કમાલ

આભ અરીસે મીટ જો માંડી
કાયા થઇ ગઇ કંકુવરણી
ફોરાં અડે મહેક્યા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી

ભીતર કનડે ભીજા રાગો
સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું
વર્ષા એ કરી કમાલ

16 replies on “વર્ષા એ કરી કમાલ – નીલેશ રાણા”

  1. Kamlesh says:

    સાતે સૂરો કરે ધમાલ
    ગમ્યું અચાનક ખુદને મળવું
    વર્ષા એ કરી કમાલ…….

    .અરે કમાલ તો નિશાએ, જાનીએ,રાણાએ અને ટહુકાએ પણ કરી છે……..
    ખૂબ સરસ

  2. મજાનું વર્ષાગીત… નીલેશભાઈનાં ‘મિજાજ’ આલ્બમનું મારું ફેવરિટ ગીત…

  3. shaunak pandya says:

    vah naineshbhai, saras swarankan, વર્શા એ નહિ NAINESHBHAIઍ કરિ કમાલ……….

  4. મનહર ઠક્ક્રર says:

    વરસતા વરસાદમાં ભીંજાવાનો લ્હાવો આ ગીત સાંભળીનૅ માણ્યો.
    મનહર ઠક્ક્રર શીકાગો

  5. Prakash Vora says:

    ફરી ફરી ને સાંભળવું ગમે તેવું ગીત. આભાર જયશ્રી

  6. M.D. Gandhi, U.S.A. says:

    “ભીતર કનડે ભીજા રાગો
    સાતે સૂરો કરે ધમાલ
    ગમ્યું અચાનક ખુદને મળવું
    વર્ષા એ કરી કમાલ”

    સરસ શબ્દો ગોઠવ્યા છે. મજા આવી ગઈ.

  7. Govind Maru says:

    ખરેખર તો આ ગીતે કમાલ કરી હૉ…
    વરસાદ વીના પણ ભીંજાવાનો લ્હાવો આપવા બદલ ખુબ ખુબ આભાર.

  8. એકદમ સુંદર composition એનાથી પણ best singing and arranging
    સાંભળવાની મજા આવી

  9. Maheshchandra Naik says:

    સન્ગીતમય વરસાદની મઝા આવી ગઈ……..

  10. shweta says:

    ખુબ સરસ………મન ને ગમિ જાય એવુ………

  11. rutvi says:

    બહુ ગમ્યુ આ સોન્ગ્………
    વર્શાએ કરિ કમલ ધમલ્

  12. PARTH MEHTA says:

    કમાલ … અદભુત્…..

  13. bharatibhatt says:

    નિશાબેન મનેતોએક એક લિતિ મિથિ ચાસનિ ઝરતિ હોય એવિ અનુભુતિ થૈ.કૈ પન્કતિને ન્યાય મલે ને કૈ પન્કતિ ને નહિ.મુન્જવનમા મુકૈ જૈએ એવુ લાગે.સોલ્વરસનઇ સુન્દરિ ને જોબનનો પહેલો વરસાદ પસે પુસવુજ સુ?સાત સુરોનો માન્દવદો ને ઉપર વિરાજતુ મેઘધનુશ્ય.ખુબ સરસ કલ્પના સે.

  14. rahul shah says:

    ખૂબજ મીઠુ ગીત છે ભાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *