થોડા દિવસો પહેલા શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો આવતા રસ્તામાં વિમાનમાંથી એવા સરસ રૂ ના ઢગલા જેવા વાદળો જોવા મળ્યા, કે સ્હેજે આ ગીતની પ્રથમ પંક્તિ યાદ આવી જાય. દરિયો વાદળની કામના કરે કે ના કરે, એ વાદળા જોઇને મને તો થઇ આવ્યું – મને વાદળ તો આપો..! 🙂
સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
(વાદળ જેવું તો કંઈક આપો…. Utah, June 09)
.
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં
.
કે મને ઝાકળ જેવું તો કંઈક આપો!
દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,
વાદળ જેવું તો કંઈક આપો.
આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા,
એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ,
મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.
કોણ જાણે કેવી છે પવનોની વાત,
મને અટકળ જેવું તો કંઈક આપો.
જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા
ટહુકાઓ જીરવ્યા જીરવાય નહિ,
સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન,
મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.
મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.
tahuko atele shabedo ane sur nu prayegmilan
” આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા,એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ,મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.”
પંક્તિ ખરેખર ખૂબજ ગમી ….માનસરોવરના જળ જેવી ક્રિસ્ટલ-ક્લીયર એક સમજણ-અંતર્જ્ઞાનથી બ્લેકહોલ શી અતલ ભીતરની ખીણ ને ભરી લેવાની ઝંખના, …સહરાની તરસ જેવી…., ઈચ્છાઓના ટોળાં….ઉભરાય મધપૂડો છંછેડાયા પછી એવું, થયું ….મનમાં…સહજ અભિવ્યક્તિ… -લા’ કાન્ત / ૪-૭-૧૨
મધૂર સ્વરમાં હેમાબેને ગાયેલુ આ ગીત પસંદગી ના ધોરણે પુરૂ ઊતરે છે….ધન્યવાદ પાઠવશો
બહુ જ સરસ રચના
સરસ ગીત અને ગાયકી પણ સરસ
અભિનદન અને આભાર…..
મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.
વાહ વાહ સરસ ગીત.દિલમાં સોંસરવું ઉતર્યું.
સપના
ગીત-સંગીત અને ગાયકી ખુબ જ સુંદર છે..
સરસ…ખુબજ સરસ…માણવિ ગમે એવી…
લગભગ ચાર-પાંચવાર એકી બેઠકે આ રચના સાંભળી… જેટલીવાર વધુ સાંભળી એટલીવાર વધુ ને વધુ પ્રિય લાગી…
આભાર…
સુંદર રચના… કલ્પન અદભુત અને અભિવ્યક્તિ નવીન…
ગાયકી અને સંગીત સુંદર…
નાવિન્યપૂર્ણ સુંદર ગીત અને એવું જ સુંદર સ્વરનિયોજન !
આભાર !
Poetry and musical composition both reflect – Experimentation
પ્રયોગશીલ્તા…ન્વિ નતા….
સરસ ગીત.
મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.