ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ – શુકદેવ પંડ્યા

નિશા ઉપાધ્યાયના મધુર કંઠમાં ગવાયેલું આ ગીત – એક ખાસ મિત્રની ફરમાઇશ પર. આશા છે કે સૌને ગમશે. પણ એક ફરમાઇશ હું કરું? (તમે એકની પરમિશન આપો છો ને? – તો હું બે ફરમાઇશ કરી લઉં)

એક તો – આ ગીતના શબ્દો સાંભળીને લખ્યા છે. એટલે કશે જોડણી (કે આખા શબ્દની) ભૂલ દેખાય તો ધ્યાન દોરશો.
અને બીજી ફરમાઇશ.. આ ગીતની નાયિકાના ભાવને તમારા શબ્દો આપશો?

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : નયનેશ જાની


.

ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
તમે બોલો આ મીંઢણ હું બાંધું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

લચી પડે છે હજુ લીલીછમ યાદો
ને પાંપણમાં પોઢી છે રાતો
હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો
જો ને અલી છે ને રંગ રાતો

અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને
હું નાડાછડીથી કાં બાંધુ?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ
આ રાતા તે રંગમાં શું ભરવું (?)
સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા
સપનાનું મારે શું કરવું?

પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ
મનની ચોપાટ કેમ માંડું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

ચોરીના ચાર ફેરા ફરું તો કેમ?
પડે ભવભવના ફેરા નક્કામા
આગળના રસ્તાને ભાળે શું આંખ
મળે વીત્યાના પડછાયા સામા

કાડું તો બાંધું બે તમારા કહેવાથી
હૈયાને કેમ કરી બાંધું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?

62 replies on “ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ – શુકદેવ પંડ્યા”

 1. avani sanghavi says:

  ઘના વર્શો પહેલા નિશા બહેન અને સોલિ ભઐ ના પ્રોગ્રામ મા આ ગેીત સામભલેલુ. ખબજ સરસ ગેીત રચના ચ્હે એક યુવતિ ના આન્તર મન નેી વાત્ જે માત કે પિતા ને કે બેીજ કોઇ ને નથેી કહિ શકતેી તે ગનેશ ને પુચ્હે ચ્હે,શરમ,સન્કોચ,ને પાચો સમાજ નો દર આ બધુ હતુ પહેલા,કદાચ આ દરેક દેીકરેી ના મન નેી વાચા ચે, જે શુક્દેવ ભઐ એ વ્યક્ત કરિ ચ્હે

 2. દેીલ ને દોલાવેી દેનારુ ગેીત ચ્હે

 3. dharmen says:

  અગાઉ નિશા ઉપાધ્યાય એ ગાયેલું આ ગીત તાજેતરમાં સમન્વય ૨૦૧૬ માં ગાર્ગી વોરા એ ગાયું હતું. જે યુ ટ્યુબ પર જી એસ ટીવી એ ઉપલબ્ધ કરાવ્યું છે. સમન્વય ૨૦૧૬ પ્રહર વોરા ની કલીપ માં ગાર્ગી એ ગાયેલું ગીત જોવા મળશે. અથવા આ લીંક પર ક્લિક કરો https://youtu.be/EZ2_YEDUPRI?t=1943

 4. Bharat says:

  આ એક પરણવાની તૈયારી કરતી મુગ્ધ કન્યાની મનોદશા વર્ણવતુ ગીત છે.લગ્ન ની તૈયારી થઇ ચુકી છે ત્યારે આ કન્યા પોતાની વાત કોઇને કહી શકે તેમ નથી તેથી ભીંતે ચીતરેલા વિઘ્નહર્તા ગણપતિને કહે છે.તમારી પરવાનગી હોય તો આ મીંઢળ હું બાંધૂ! (આ કલ્પના જ કેટલી રોમાંચક્ની છે) આ શબ્દો દર્શાવે છે કે આ લગ્ન એની મરજી થી નથી થૈ રહ્યા ,આ તેને ગમતી વાત નથી.મીંઢળ જાણે કે એને હાથ કડી લાગે છે. પોતાના જીન્દગીભર પહેરેલા કંચવા ને પારકી ગાંઠથી બાંધવાનો વિચાર તેને વિવ્હળ બનાવે છે.ચોરીના ચાર ફેરા ફરું તો મેં ભવભવ ના ફેરા ફર્યા હતા તેનું શું થશે ? જોકે કાવ્ય મા સ્પસ્ટ રીતે નથી કહ્યું પણ તેનુ મન ક્યાંક બીજે મળ્યું છે, અને હવે જ્યારે તે આગળ વધે છે ત્યારે ભુતકાળની વાતો સામે આવી ને ઉભી રહે છે.કદાચ પિતાને કહે છે ‘લ્યો તમે કહ્યુંને હું કાંડું તો બાંધું પણ મારા હૈયા ને તમે કેમ કરીને બાંધશો?” પારકું (ધ્યાન રહે તેને તે પોઆનું નથી લાગતું) પાનેતર ઓઢી ને બેસી તો જ ઇશ સૌના કહેવાથી પણ મારું મનડું તો બીજે રમતું હશે અહી રમાતી ચોપાટમા કેમ કરી ભાગ લેશે? ઍણે રેશમી સપના જોયા છે તેની લીલીછમ યાદો હજુ પાપણમા પોઢેલી અક્બંધ છે હવે તેનું શું થશે એ તો સાતમે પાટાળ પોઢેલ છે અને અરે સપનામા હેળવેલા ( મેળવેલા) હોઠ્નો હજુ તો રાતો રંગ પણ ગયો નથી !

  કવિએ અદ્ભુત ભાશામા આ મનોવ્યથા કહી છે.કઇ એ બહુ રચનાઓ કરી નથી અથવા મારી નજર્મા આવી નથી

  ભરત પંડ્યા /ભાવનગર્

  • Shukdev Pandya says:

   Mara 2 Kavya sangrah publish Thai gaela che
   (1)Shan no dastavej
   (2)attariya attariya mahel ma (recently)
   10 karta vadhare cd album Thai chukya che. Aa sivay Ghana geeto compose thaela che

   Tamne Maru aa geet gamyu ae jaani ne khub anand tahyo

 5. Bharat says:

  તમે બોલો આ મીંઢણ હું બાંધું?—-મીંઢણ નહેી મેીંઢળ્
  સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા—– વેીતેલા નહેી વેીંટૅલા

  ગર્ગેીબેન અને નેીશાબેન બન્ને ચિતરેલ નહેી ચિતેરેલા ગાય ચ્હે.

 6. swati says:

  જૌશ્રેીબેન મને ગિત સોધવા મા મદદ કરશો?….. ભજન નો વેપાર્

 7. hitesh kc says:

  કન્ચવા નો અર્થ્?

 8. ભરત says:

  કન્ચવા નો અર્થ્?——–બ્લોઉંઝ સમાનાર્થ – કમખો.

 9. Pragna dalal says:

  Adbhut! Karna Priya. Heart touching song. Very well sung by Nisha Upadhyay.Fari Fari me sambhalwanu man thayy tevu.

 10. Rajeshree trivedi says:

  કાંડુ બાધુ તો દેવ ………..એમ સુધારવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *