બારડોલી..
ખરેખર તો પપ્પા બારડોલી પાસેના એક નાનકડા ગામમાં મોટા થયા, પણ જ્યારે કોઇ પૂછે કે ‘તમે ક્યાં ના?’ તો ‘પથરાડિયા’ ને બદલે બારડોલી જ કહેવાતુ..
અને જેમ હું આજે ‘અતુલ – કલ્યાણી’ એવું બધું યાદ કરું અને વાતો કરું, એમ પપ્પા પાસેથી બારડોલી – પથરાડિયા – સરભોણની ઘણી વાતો સાંભળી છે.
અને હા, આમ તો બારડોલીની ઘણી flying visits લીધી છે.. અમુક યાદગાર પ્રસંગો પણ જોડાયા છે બારડોલી સાથે.. પણ આજે આ ગીત સ્પેશિયલી પપ્પા માટે….
Happy Birthday Pappa…!! 🙂
lyric: યુનુસ પરમાર
singer and composer: સંકેત પટેલ
music arranged : મેહુલ સુરતી
.
શેરડી જેવા મીઠા લોકો, મીઠી જ્યાંની બોલી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!
બારડોલીના પટેલ USA માં ધૂમ મચાવે
મોટેલના ધંધામાં એની આગળ કોઇ ના ફાવે
ભલે રહે વિદેશમાં પણ પરણવા દેશમાં આવે
પોતાના વતનને NRI નહીં ભુલાવે
માંગે કોઇ દાન તો ભરાઇ જાય એની ઝોળી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!
સોના જેવી શેરડી, ખેતરે ખેતરે લહેરાઇ,
હે બારડોલી સુગર ફેક્ટરી દુનિયા ભરમાં વખણાઇ
સરદારે બનાવી સત્યાગ્રહની કર્મભૂમિ
દિલ કહે એ પાવન ધરતી ને લઉં હું ચૂમી
મીંઢોળા છે માતા જેની જલારામ છે બાપા
કેદારેશ્વરની બારડોલી પર છે અસીમ કૃપા
ભોળા દિલના ભોળા લોકો વાત કરે દિલ ખોલી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!
બારડોલીના પાતરા મોઢામાં પાણી લાવે
બારડોલીની ખીચડી આહા સૌનું મન લલચાવે
રિધ્ધિ સિધ્ધિ હશે સદા આપે એ શુભ સંકેત
સૂરગંગા છે બારડોલીની મહામૂલી એ ભેટ
એક થઇ સૌ ઉજવે દિવાળી ઇદ ને હોળી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી, we love you…!
બારડોલી, we love you…!
અભ્યાસ અર્થે 3 વર્ષ બારડોલીમા ગળ્યા છે ખૂબ સરસ અનુભવ રહ્યો .
nice words
missing bardoli lot.a golden 5 year time spend in bardoli.mising maliba college and tea of chamunda.
Bardoli, we love you!
aaha…bardolima raheva chata aatlu saras song me aje saambhadyu!
proud to be in bardoli!
very very nice composition. good good keep it up.
WE ALWAYS LOVE YOU BARDOLI WE REALLY MISS U BARDOLI VERY MUCH…
સરસ રચના……મેહુલભાઈ….સન્કેતભાઈ…યુનુસભાઈ…ભોળા દિલના ભોળા લોકો વાત કરે દિલ ખોલી…ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
બારડોલી મારી નોકરીના પ્રારંભીક દસ વષૅ ગાળેલા બાણુથી બે હજાર દરમ્યાન ત્યાં હતો કાવ્ય વાંચી કાંઈક સ્મૃતિઓ સળવળી ગઈ. સાહિત્યનો શોખ હોવા છતા આટલુ સરસ કાવ્ય મારાથી વછુટુ રહયુ આભાર મને મારૂ બારડોલી યાદ અપાવવા બદલ
વાહ વાહ સન્કેત વાહ વાહ્……કિરન વનેશા
ઓહ હા.. ઊર્મિબેન … પોંક ભૂલી ગયો હું !!
Thanks to all for the wishes..
રિધ્ધિ સિધ્ધિ હશે સદા આપે એ શુભ સંદેશ નથિ …….સંકેત છે
JAyshree correct this line in lyric
હિરાકાકાને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ..!!
બારડોલી એટલે બસ બારડોલી… એનાથી આગળ કંઈ આવે જ નઈઁ… સુરત પણ પછી આવે હોં ! બારડોલીની વિગતે કોઈ બીજીવાર વાત કરીશ…!
એ કુણાલ, આટલું લાંબુ લિસ્ટ આપીને જીભ ઉપર આટલો બધો ત્રાસ ગુજારવાની બિલકુલ જરૂર ન્હોતી હોં… પણ હવે હું યે થોડું યાદ કરાવું જે તું ભુલી ગયો… અકલ ટેકરીની પાઉંભાજી અને પોંક… 🙂
happy birthday to uncle
કુણાલભાઈએ તો લાંબુ લિસ્ટ લખીને મોંમા પાણી લાવી દીધું
હવે બારડોલી જઈએે એટલે વાત……
અંકલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….
બારડોલી હું almost ૩ વર્ષો રહ્યો … 🙂 MCA કર્યું ત્યારે …
પાતરાં, રામદેવના બટાકાપૌંવા, કિસનની લસ્સી, ભરકાદેવીનો કોલ્ડકોકો, કોલેજીયનની દાબેલી, ખીચડી, ઉકાભાઈની ચાય, ધુલીયા ચોકડી પરની સેન્ડવીચ… આહાહાહા .. કંઈકેટલું યાદ આવી ગયું …. 🙂
અને સુરત રોડપર ઍના ગામની નવરાત્રી !!
અને નવસારીથી બારડોલી જતાં જ સરભોણમાંથી જ પસાર થતાં બાઈક પર … દર વીકએન્ડમાં અને સોમવારે !!
બારડોલી નામ સાંભળતા જ પંક્તી યાદ આવે
ચૂમલુ મૈં ઈસ જુબાં કો,
જીસ પે આયે તેરા નામ!
સ્વરાજ આશ્રમ,સુરુચી વસાહત સ્વપ્નમાં વધુ આવે! કેસુડા-ગરમાળાનાં વૃક્ષો,શેરડીનાં ખેતરો,એ કોયતા-ચીમડીવાળા ખાનદેશી રાત્રે જાણે ઈશ્વર નીષ્ઠાંચી મંડલી આલી નિવૃતીનાથ,જ્ઞાનદેવ, સોપનદેવ, મુકતાબાઇ જેવા લાગતા!તેમને કીર્તનમાં લીન જોવા એક લ્હાવો છે અને અને અ.મ.પ.અને જાયંટ ક્લબ,બારડોલીનાં પ્રમુખ તરીકે કરેલા પ્રોજેક્ટો!
આભાર જયશ્રી,, મસ્ત મજા આવી ગઈ . મેહુલ સુરતી ની સંગીત રચના સરસ મજા ની છે.
અને સંકેત પટૅલ નો સ્વર સરસ ,હા ,યુનુસ પરમાર ને પણ શુભેચ્છાઓ,,,
શેરડી જેવા મીઠા લોકો, મીઠી જ્યાંની બોલી
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી..
સરસ રચના ….
we love you…! બારડોલી
કોઈ પણ વતન પ્રેમીએ અનુકરણ કરવા જેવું ગીત
અભિનંદન
અમિત ત્રિવેદી
વાહ યુનુસભાઈ,
તમે તો એવા બારડોલીના વતની કે જે લોકો બારમાઁ જઈને પણ ના ડોલી જાય તેઓ સૌને આ ગીત થકી ડોલાવી દીધા
જય હો ખુબ જ સુઁદર રચના
આનંદ પટેલ ( બારડોલી )
આપનો આભાર