આજનું આ સુરેશ દલાલનું ગીત એક ખાસ couple માટે. આમ તો એમને મોતિયો નથી આવ્યો હજી, અને I wish કે એમને એવો દિવસ ન આવે – પણ હા, આ ગીતમાં જે મીઠા દાંપત્યની વાત કરી છે, એવી મીઠી શુભેચ્છાઓ જરૂર આપીશ – Wishing them a Happy 36th Anniversary 🙂 (Sept 9,2008)
ડોસા ને ડોસીને મોતિયો પણ સાથે
ને ઓપરેશન પણ એક દહાડે.
જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ
આંખ મીંચે ને આંખને ઉઘાડે.
એક જ ઓરડામાં સામસામે ખાટલા
ને વચ્ચે દીકરીઓ છે સેતુ.
એકમેકને વારેવારે પૂછયા કરે છે :
તમે કેમ છો ? ને કેમ કરે તુ ?
ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે
અને સમયનાં પતંગિયાં ઉડાડે.
થોડી વાર પછી બંને પીએ છે કૉફી
જાણે કૉલેજમાં મળી હોય ટ્રોફી.
કૉફી પીને જરી લંબાવ્યું સહેજે
અને બંને જણ ગયાં સાવ ઝોપી.
દીકરીઓ મા-બાપની ચાકરી કરે છે,
આવા જીવતરમાં કોણ આવે આડે ?
હવે દશ્યો દેખાશે બધાં ઊજળાંઊજળાં
અને અદશ્યની આછીઆછી ઝાંખી થશે.
આંખોમાં ઊગશે નવલો સૂરજ
અને ચંદ્રની કળા સહેજ બાંકી થશે.
સાતસાત ફેરા અમે સાથે ફર્યા
હવે રમશું એ રાસ જે રમાડે.
સુરેશ ભાઈ નુ ડુબતિ રાતે કોન આવ્યુ મારે દ્વારે સાંભડવુ છે તો મેહર્બનિ
બંને જણ ગયાં સાવ ઝોપી.
દીકરીઓ મા-બાપની ચાકરી કરે છે, આવા જીવતરમાં કોણ આવે આડે ?
આ ગીત ખુબ જ્ ગમ્યુ. અને આ ખાસ્ દામ્પ્તય અને નજ્દીક્ના મિત્રને અમારા ખુબ ખુબ અભિનંદન અને ૩૬મી લગ્નગાંઠની શુભેચ્છેઓ. આ ગીતના ડોસા અને ડોશિ જેવો ઍમ્નો પ્રેમ પ્રભુ સદાયે જ્વલિત રાખે એવિ અન્તરની પ્રાર્થના
નીલા અને દિલિપ્
સાતસાત ફેરા અમે સાથે ફર્યા
હવે રમશું એ રાસ જે રમાડે.
અદભૂત…અદભૂત…અદભૂત…….
આથી વિષેશ શું હોય…
‘મુકેશ’
૩૬મી મીઠા દાંપત્યની લગ્નગાંઠનાં અભિનંદન.
દીકરીઓ મા-બાપની ચાકરી કરે છે,
આવા જીવતરમાં કોણ આવે આડે ?
અમારો અનુભવ.અમારી યામિની,છાયા,રોમાઅનેસીમાની કાળજીથી ૫૧મી લગ્નગાંઠે પણ લાગે છે…
સાતસાત ફેરા અમે સાથે ફર્યા
હવે રમશું એ રાસ જે રમાડે.
એક ડોસો ડોસીને હ્જી પ્રેમ કરે છે ગીત ની યાદ આવી ગઈ. મધુર દાંમ્પત્ય જીવન નું પ્રતિબિંબ સમું છે આ ગીત.