ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

રક્ષાબંધન.. હો રક્ષાબંધન - ડો. દિનેશ શાહ

સ્વર : વિરાજ - બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય  

 

જીવનની છે સાંકળ લાંબી,
અગણિત એના બંધન;
સાચા ખોટા તકલાદી કે,
મજબૂત એના બંધન?

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

માત ઝૂલાવે ઝૂલણે લઇને,
દોરીનું એક બંધન;
ઝગમગતું તો કોઇ ને કેડે,
કંદોરાનું બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

શહેનાઇના સૂરથી બાંધ્યા,
મીંઢણના પણ બંધન;
નાણાછડીથી બાંધે કોઇ,
યુગયુગના પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

તરસ્યા ને પાણી પીવડાવે,
ડોલ દોરીનું બંધન;
વ્હાણ ને સંભાળી રાખે,
લંગરનું પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

હાલમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;
પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

બંધન બંધનમાં ફરક છે,
ઉત્તમ કયું એક બંધન
કાચા સુતરથી ગુંથેલુ
અમોલ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

એક વર્ષ પહેલા : H खुश्बू जैसे लोग मिले अफसाने में

બે વર્ષ પહેલા : કાનુડાને બાંધ્યો છે હીરના દોરે - હરીન્દ્ર દવે

9 comments to રક્ષાબંધન.. હો રક્ષાબંધન - ડો. દિનેશ શાહ

  1. pragnaju
    August 16th, 2008 at 8:42 am

    પ્રસંગને અનુરુપ સરસ ગીત મધુર સ્વરમા

  2. kantilal
    August 16th, 2008 at 12:08 pm

    best right described relationship between brother and sister

  3. વિવેક ટેલર
    August 16th, 2008 at 6:49 pm

    સુંદર પ્રાસંગિક રચના…

  4. narendra shah
    August 18th, 2008 at 6:00 pm

    શ્રેઈ ઝવેર્ચન્દ મેઘાનિ નિ આ એક રચના માતે ઘના સમયથિ ઇચચ્હ હતઈ. જે આજે પુરિ થઇ.

  5. રક્ષાબંધન… હો રક્ષાબંધન… ડો. દિનેશ શાહ - સુલભ ગુર્જરી
    August 5th, 2009 at 12:06 pm

    [...] પરનું ડો.દિનેશ શાહનું આ ગીત. આ ગીત માટે ટહુકોનો ખુબ ખુબ આભાર.આ ગીતને સુર સાથે માણવા [...]

  6. રક્ષાબંધન… હો રક્ષાબંધન… ડો. દિનેશ શાહ « મન નો વિશ્વાસ
    August 5th, 2009 at 12:07 pm

    [...] પરનું ડો.દિનેશ શાહનું આ ગીત. આ ગીત માટે ટહુકોનો ખુબ ખુબ આભાર.આ ગીતને સુર સાથે માણવા [...]

  7. Fulvati Shah
    September 1st, 2009 at 11:52 am

    આ ગીત સાભળીને ઘણો આનન્દ થયો. ઑગસ્તટ,૩૧,૨૦૦૯
    ” કાચા સુતરથી ગૂથેલુ અણમોલ રક્ષાબન્ધન
    ઊત્તમ છે આ બન્ધન”
    ફૂલવતી શાહ.

  8. Ranjit Ved
    February 10th, 2010 at 1:35 am

    Both of us enjoyed the song Raksha Bandhan…”sung by Viraj Vijal… NEED LESS TO SAYABOUT>MY A.I.R. companion & music composar…Shree Purshottambhai…how can WE forget him?all the best wishes…after…going thr!u so many tries, because…”this text will be replaced…!!”We were able to listen a melodious song ..Raksha Bandhan..”now my search for another geet…We ..go for ..the sweet songs which my wife INDIRA can listen….!!Ranjit JSKRISHNA>>>

  9. keshavlal thakar
    June 5th, 2010 at 12:33 am

    રક્ષા બન્ધન નુ ગેીત બહુજ ગમ્યુ આભાર્

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>