છીપલું મોતી ધરી – અમિત ત્રિવેદી

 

વાત દરિયાની કરી છલકાય છે,
છીપલું મોતી ધરી મલકાય છે.

ભીતરે તોફાન ઉઠે તે છતાં,
મૌન ખામોશી બની અકળાય છે.

વાત દરિયો શું કરીને જાય છે,
ચાંદ તો ડૂબી જવા લલચાય છે.

ભીતરે શું? જાણવા રેતી બની,
ઝાંઝવાની હોડમાં ખડકાય છે.

આમ દરિયો કેમ ઘૂઘવતો હશે?
એ વળી શું જોઇને અકળાય છે?

 

12 replies on “છીપલું મોતી ધરી – અમિત ત્રિવેદી”

  1. I am wondering is this same Amit Trivedi from Baroda JM Hall? Please inform me and I like to hear this Gazal, how can I do that?

  2. આ ખુબજ સુંદર છીપલુ દરિયાનુ નથી આ છીપલુ તો પ્રુથ્વી પર (વડોદરા શહેર) નુ છીપલુ છે. સર તમારી આ રચના માટે તમને તમારા શીશ્ય ના કોટી કોટી પ્રણામ.

  3. બહુ જ સુંદર રચના. આ છીપલાંમાં આટલું સુંદર મોતી છુપાયેલું છે એવી તો ખબર જ ન હતી. ધન્યવાદ અમીતભાઈ. દરીયાના ઊંડાણમાંથી મોતી બહાર લાવીને અમને બતાવવા બદલ જયશ્રીબેનનો ખૂબ ખૂબ આભાર.

  4. Very Nice Ghazal Amitbhai’s ghazal on Tahuko. This ghazal is beautiful – seems to be coming out from bottom of heart.

    વાત દરિયો શું કરીને જાય છે,
    ચાંદ તો ડૂબી જવા લલચાય છે.

    I hope to see more of his ghazals on Tahuko.

    Good selection From: Paresh Pandya.

  5. Nice ghazal Sir……….seems to be coming out from the bottom of heart……..We would like to see more of your ghazals on Tahuko…….

  6. સરસ ગઝલ
    વાત દરિયાની કરી છલકાય છે,
    છીપલું મોતી ધરી મલકાય છે.
    વાહ
    તેને અનુરુપ ચિત્ર

  7. Nice to see Amitbhai’s ghazal on Tahuko. This ghazal is beautiful -especially the last sher.

    He writes really well and his KALPANO are also unique.I hope to see more of his ghazals on Tahuko.

    Good selection Jayshreeben!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *