સ્વર : નુતન સુરતી, અમન લેખડિયા
સંગીત : મેહુલ સુરતી

This text will be replaced
નગરના માનવી છીએ, અમે આ ગામના નથી
હમેશા કામમાં છતાં, કશા એ કામના નથી
અહીં વસંત વ્હાલની, અહીં ખુશી કમાલની
અહીં કદીક પાંગરે છે, મૌસમો ટપાલની
અહીં છે એ બધા કે જેની કોઇ ઝંખના નથી
અહીં છે એવું ભોળપણ, કે જેની નામના નથી
હ્રદયમાં એનું છે સ્મરણ, હવામાં એનું છે રટણ
ભલે મળું હજારને, મને ગમે બસ એક જણ
ભલે નથી નજીક પણ, એ સાવ દૂરના નથી
એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી
Share what you loved...
Email
મેહુલ સુરતીના ખજાનામાંનું મારું એક મનગમતું રત્ન…
“એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી”- પ્રણયોર્મિની ચરમસીમા મુકુલભાઈએ કેવી બ-ખૂબી શબ્દબદ્ધ કરી છે !
ગીતને પોતાનો સ્વર આપનાર બંને મિત્ર કલાકારોને પણ ખૂબ ખૂબ અભિનંદન !
“અહીં છે એ બધા કે જેની કોઇ ઝંખના નથી”
“અહીં છે એવું ભોળપણ, કે જેની નામના નથી”
આવી નિખાલસતા તો ક્યાંક જ જોવા મળે.
સુંદર રચના.
મુકેશ
મુકુલના મધુરા ગીતને
નુતન- અમનની સુંદર ગાયકી
શિરમોર પંક્તીઓ
ભલે નથી નજીક પણ, એ સાવ દૂરના નથી
એ ચાહનાથી છે વધુ, ભલે એ ચાહના નથી
સૂદરમની યાદ…
મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.
સુંદર રીતે શબ્દબદ્ધ, સ્વરબદ્ધ…….
નૂતનનો અદ્.ભૂત સુંદર અવાજ્……..
Bhale nathi najik pan, e saav dur na nathi…….
ADBHOOT……rachana ane gayaki………
Lovely, Touchy song… It’s sung very well…
Made my day
very nice composition with a distinct mehul surti touch. Hope to hear many more such songs on tahuko. I think the second line should be
હમેશા કામમાં છતાં, કશાય કામના નથી instead of
હમેશા કામમાં છતાં, કશા એ કામના નથી
ખુબ જ સુંદર રચના….
ખુબ જ સરસ…
very good nutan.voice excellent.
This one too staged on ma momma!:)
બહુ સુન્દર સાબ્દ અન્દ ગયકિ …
feel enchanted