ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી
ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.
ગોખલે નળિયે ફફડતાં ચોંકતાં પંખી સમા,
ઉમ્ર એ માહોલમં ઉડતી ફરી વરસો સુધી.
સૂર્ય સડકે રેબઝેબ રરઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી.
કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી ખાલી કરી વરસો સુધી.
ફૂલ પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઉગી ખીલી ખરી વરસો સુધી.
મેઘલી સાંજે હવે આજે અચાનક થઇ સજળ,
પથ્થરી આંખે ન ફૂટયું જ્ળ જરી વરસો સુધી.
કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી ખાલી કરી વરસો સુધી.
વાહ! આહ નિકળી જાય તેવી તેજદાર રચના…
સુંદર…અને દર્દિલેી.
“ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.”
જાને મારેી જ વાત હોય એમઃ
“કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી વરસો સુધી.”
સુંદર ગઝલ… મજા આવી…
વેદનાસભર રચના…દિલ હચમચી ગયું. દરેક શેર દાદ ને લાયક છે. કવિ ને ખૂબ ખૂબ અભિનંદન.
જયશ્રીબેન, તમારી મહેનત અને શોખ પણ દાદ માંગી લે છે.
મુકેશ
ઉમદા ગઝલ ..
વાહ જયશ્રીબેન ખૂબ સરસ ગઝલ મૂકી કિસન સોસાની બીજી રચનાઓ પણ મૂકો….કવિ ને અભિનદન…..
સરસ ગઝલ
આ શેર ગમ્યાં
સૂર્ય સડકે રેબઝેબ રરઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી.
ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.
મનીષના શેર યાદ આવ્યાં
સૂર્ય છું સળગ્યા કરું છું , શાપ આપ્યો છે તમે,
હાથ આ અંધારનો અડતો નથી વરસો સુધી.
છો મને અળગો કર્યો હો એક જણથી કાયમ-
હું જ મારી જાતથી લડતો નથી વરસો સુધી.