રવિન્દ્ર ગુર્જરી – રવિન્દ્ર સંગીતની ગુજરાતીમાં રજૂઆત

Ravindra Gurjari

Bay Area, California માટે ગૌરવની વાત છે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને ગુજરાત તરફથી શ્રધ્ધાંજલી રૂપે એક અનોખું આલ્બમ – ‘રવિન્દ્ર ગુર્જરી’ નું આજે જુન ૩૦ ના દિવસે લોકાર્પણ થઇ રહ્યું છે. Bay Areaના જ માધ્વી-અસીમ મહેતાની આગેવાનીમાં તૈયાર થયેલા આ આબ્લ્મમાં અહીંના જ બીજા કલાકારો સાથે મળીને એમણે ૧૨ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓના ગુજરાતી ભાવાનુવાદોની – રવિન્દ્ર સંગીત શૈલીમાં રજૂઆત કરી છે. તમે પણ જો અહીં નજીકમાં રહેતા હો તો ‘ICC Milpitas’ માં થનાર આ વિમોચન પ્રસંગે આ જ બધા કલાકારોને પ્રત્યક્ષ માણવાનો ફરી લ્હાવો મળશે.

આ આબ્લમ ‘રવિન્દ્ર ગુર્જરી’ મેળવવા માટેની માહિતી ટૂંક સમયમાં ટહુકો પર જરૂર મળશે. ત્યાં સુધી તો આજે પ્રસ્તુત આ ગીત માણો. આ પહેલા પણ થોડા ગીતો ટહુકો માટે માધ્વીબેન-અસીમભાઇ પાસેથી મળ્યા છે – જે અહીં ક્લિક કરવાથી સાંભળી શકશો.

સ્વર – અસીમ મહેતા
સ્વરાંકન – માધ્વી-અસીમ મહેતા

વિત્યા દિનોની એ સહુ વાતો
ભૂલી હાય, શેં ભૂલાય
નજર નજરથી કરેલી વાતો
કદિયે શું ભૂલાય?

આવને ફરી એકવાર સખા
પ્રાણોમાં સમાઇ જા
આવ સુખદુઃખની કરીએ વાતો
હ્રદય ભરાઇ જાય .. વિત્યા દિનોની…

આપણ વ્હેલી સવારે ચૂંટતાં ફૂલો
ઝુલા પર ઝૂલ્યાં
બાંસુરી સાથે ગીત ગાતાં’તાં
બકુલ છાંય તળે

હાર રે કેવી રીતે અધવચ્ચે
વિખૂટાં થઇ ગયાં
હવે ફરી જો મળીએ સખા
પ્રાણમાં સમાઇ જા ..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

4 replies on “રવિન્દ્ર ગુર્જરી – રવિન્દ્ર સંગીતની ગુજરાતીમાં રજૂઆત”

  1. ashok pandya says:

    જયશ્રી-અમીતજીને સાવ તાજું..લીલ્લુંછમ્મ..રવિન્દ્રસંગીત ગુજરાતીમાં આપવા માટે..ખૂબ જ મધુર..અસીમભાઈનો ઘેરો..ઘૂંટાયેલો..નાભિમાંથી પ્રગટતો નાદ બ્રહ્મ જાણે! રવિન્દ્ર ગુર્જરીને લાખ લાખ અભિનંદન..

  2. Bansilal Parekh says:

    ધન્ય્વાદ્ ધન્ય્વાદ !અસિમ મહેતા, શુ સરસ , શુ મિઠુ મિઠુ ગાયુચ્હે. રવિન્દ્રનાથ નુ ગિત્ ધન્ય્વાદ મેઘલતા બેન નેપણ્ આવો સુન્દર અનુવાદ ક્ર્યો. સન્ગિત નિ ધુન પણ મધુરિ! ધન્ય્વાદ જય્શ્રિબેન ના ટહુકા ને પણ્ બન્સિ પારેખ્ ૦૭-૦૨-૨૦૧૩. ૨-૦૦ બપોરે.

  3. વાહ, ખૂબ સરસ. રવીન્દ્ર શૈલીમાં કાવ્યનાસંગીતનું સરળ અને કુદરતીપણું સરસ ઝીલાયું છે. વારંવાર સાંભળવું/માણવું ગમે એવું. મેઘલતાબહેન, અસીમભાઈ અને માધ્વીબહેનને મારા ખાસ અભિનંદન પાઠવવા વિનંતિ.

  4. Dr.madhavi vyas says:

    રવિન્દ્રનાથજીની કવિતા જાણે ઝાકળના મોતી………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *