સ્વર નિયોજન : અસીમ અને માધ્વી મહેતા
સ્વર : માધ્વી-અસીમ મહેતા અને સાથીઓ
આલબમ:રવીન્દ્ર ગુર્જરી
અંતર મમ વિકસિત કરો, અંતરતર હે,
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.
જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.
સંગે સહુની એક કરો બંધન કરી મુક્ત,
કર્મ સકલ હો સદ્ય તુજ શાંતિછંદ યુક્ત,
ચરણ કમલે મુજ ચિત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
– કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર (અનુ. પિનાકીન ત્રિવેદી)
આ કવિતા પ્રથમવાર જ સાંભળી. અર્થ સમજવાથી વારંવાર સાંભળવાનું મન થાય.
આભાર,
નવિન કાટવાળા
listening to these songs takes me to the school days when we use to sing this as aprarthna.
આ સુંદર ટાગોર રચિત પ્રાર્થના સાંભળવાની ખૂબજ મઝા આવી. .
ટાગોર રચિત આ સુન્દર પ્રાર્થના સામ્ભળવાનો બહુ આનન્દ આવ્યો. સ્વરાન્કન ખુબજ સરસ હતુ તેમજ માધવિબહ્ર્નનો સ્વર પણ મધુર. વ્રુન્દગાનમા લેવાથી ગીતને એક નવુજ પરીમાણ મળે છે.
સવાર સુધરી ગઈ…..આભાર.
It was very satisfying to listen to the same composition I learnt in my school.You are really taking us to meandering lanes of memory. Thank you so much!
It does not play!
ઘણા વખત થી આ પ્રાર્થના સાંભળવા ની ઇચ્છા હતી
આજે પુર્ણ થઈ.
આભાર જયશ્રી
આ અમારિ પ્રાથ્ ના હ તિ.
અમુલખ અમિચન્દ , માતુન્ગા
પ્ રા શ ર સર્
પ્રિય અસીમ અને માધવી
અભિનન્દન, સુન્દર રજુઆત બદલ . વર્ષો બાદ ક્રુતિ સામ્ભળવાનો આનન્દ મળ્યો.
વિહાર મજમુદાર, વડોદરા
ડાઉનલોડ નથી થ્ઈ શકતું તે જાણી થોડો ડાઉન થઈ ગયો.