વૃક્ષસંવનનાર્થીનું ગીત (સાવ રે સુક્કા ઝાડને જોઇ…) – રમેશ પારેખ

૫ વર્ષ પહેલાં (એપ્રિલ ૨૦૦૯) મેં અહીંં લખ્યું હતું કે આ ગીત વાંચીને મને એનું સ્વરાંકન કરવાનું મન થઇ ગયું – પણ મને ક્યાં આવડે છે એવી કલા? એટલે મારે તો રાહ જ જોવી પડી..! પણ એ રાહ જોવાનું વ્યર્થ તો ન જ ગયું! ગયા મહિને ‘ટહુકો ફાઉન્ડેશન’ની ટોળકીએ સાન ફર્નાન્ડો વેલીમાં રમેશ પારેખના અને બીજા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી – એમાં વિજયભાઇ ભટ્ટે આ ગીતનું કરેલું સ્વરાંકન – ખૂબ જ ભાવવાહી રીતે રજુ કર્યું.

કાર્યક્રમનો આખો અહેવાલ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો :  રમેશ પારેખની યાદમાં – કાર્યક્રમ અહેવાલ

અને વિજયભાઇનું સ્વરાંકન – એમના જ અવાજમાં અહીં માણો – વારંવાર એ સાંભળવું અને ગણગણવું ગમશે એની તો ૧૦૦% ગેરંટી.!!

YouTube Preview Image

**************

Posted on April 9, 2009

ગઇકાલે જે ‘સ્વરાભિષેક‘ આલ્બમની વાત કરી, એમાં એક રમેશ પારેખના ગીતની રજૂઆત પહેલા અમરભાઇ પાસે આ ગીતના થોડા શબ્દો સાંભળ્યા, અને ગીત એટલું તો ગમી ગયું કે તરત જ શોધવું જ પડ્યું..

આમ તો ગીતમાં ફાગણની વાત આવે છે.. પણ આવું સરસ ગીત તમારી સમક્ષ મુકવા માટે આવતા ફાગણ સુધી રાહ જોવાઇ? ચૈત્ર મહિનામાં પણ જાણે ફાગણના કાગળો રમેશ પારેખ નામનો ટપાલી આપણે ત્યાં નાખી ગયો એમ લાગશે…!! 🙂

આવા કેટલાય ગીતો વાંચીને ઘણીવાર એમ પણ થાય – જો મને સ્વરાંકન કરતા આવડતું હોય તો? તો આવા સુંદર શબ્દોને મેં પણ સંગીતમય બનાવ્યા હોત..! 😀


(સાવ રે સુક્કુ.. ..Goa_Wildernest Resort : by Vivek Tailor)

* * * * * * *

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

– રમેશ પારેખ

17 replies on “વૃક્ષસંવનનાર્થીનું ગીત (સાવ રે સુક્કા ઝાડને જોઇ…) – રમેશ પારેખ”

 1. P Shah says:

  સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

  ખૂબ સુંદર !

 2. સાવ રે સુક્કા ઝાડને જોઇ “થાઇ” કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

  “થાય’ આવવું જોઇએ કે “થાઇ” બરાબર છે? માફ કરજો, પણ આ બાબતમાં હું બહુ જાણતો નથી.

 3. ક્યા બાત હૈ ! સુંદર મજાનું ગીત…

  ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં- ઝાડને પોતામાં પરોવવાની અને ઝાડમાં જાતે પરોવાની વાત ગમી ગઈ… સંબંધ એટલે જ સમ્-બંધ, ખરું ને ?!

 4. SP says:

  ઝાડ અને પાંદડાના સંબંધને પ્રેમના સંબંધો સાથે સરખાવતી ર.પા. ની વધુ એક સુંદર રચના.

  ઝાડ પુછે એના પાંદડા ને રચનાની યાદ અપાવી દીધી.

 5. વાહ… મજા આવી ગઈ !

 6. Priyjan says:

  Beautiful wordings and lovely theme………

  Very refreshing and touching….

  Thank you Jayshree for this wonderful gift.

 7. Rupal says:

  I agreed….
  Beautiful and very touchy wordings.Again “Tahuko” ઝિન્દાબાદ.
  ને આમ પણ ઝાડની વાત એટલે મારા હ્રદયની વાત.
  Refreshing and exellant.
  Thanks Jayshreeben.

 8. ર.પા.ની સશક્ત અને સુંવળી કલમનું અનન્ય નઝરાણું શોધી લાવ્યા હો! જયશ્રીબેન……
  આભાર અને અભિનંદન.

 9. Pinki says:

  સાચી વાત જયશ્રી,

  મને પણ ત્યારથી આ ગીત ઘણું જ ગમી ગયેલું…….. !!
  અમરભાઈની રચનામાં આ જ તો ખૂબી છે તેમને સૂર સાથે શબ્દો પણ સમૃદ્ધ જ હોય છે…….. !!

 10. Lata Hirani says:

  રમેશ પારેખ એટલે રમેશ પારેખ. એમની કવિતા એટલે ચિર લીલું પાંદડું..

 11. kamlesh says:

  sajan mari preetadi sadiyon purani – film : jigar ane ami

 12. SAWAR SHARMA says:

  Dear Good Morning.How R U.I am Sawariya From Mumbai.
  I Thanks to U Very Much for Send me nice Poem with music.
  Thank U very much.
  Your ‘Sawariya.Take Care.by

 13. Parth dave says:

  ઓહ……ખુબ જ સરસ કાવ્ય્……

 14. kiran mehta says:

  વાહ! રમેશ પારેખની સુન્દર રચના. સમ્બન્ધોના ઊદાહરણોની સુન્દરતા ખુબ જ સરસ છે.

 15. nayana says:

  સુદર ગિક્તક્ ઝાડનિ વાત્ આવિ તો ખુબ જ ગમ્યુ.

 16. Prashant Pael says:

  વાહ, ખુઉબ સુંદર ગીત અને એટલીજ સરસ બાંધણી!
  જયશ્રીબેને કહ્યુ એમજ મે પણ આ કવિતા સ્વરાભિષેક માં અમરભાઇ દ્વારા સામ્ભળી. જયશ્રીબેન નો ઘણો આભાર.

 17. amita rupani says:

  Sundar rachna vanchi ne maja padi gai
  phari phari vachua j kariea tem thai kare

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *