કાંડું મરડ્યું એણે….. – મનોહર ત્રિવેદી

સ્વરકાર : બ્રિજેન ત્રિવેદી.
સ્વર : નેહા ત્રિવેદી અને કોરસ

કાંડું મરડ્યું એણે,
રીસ કરી ને છોડાવ્યું તો
ઝબ દઈ ઝાલી નેણે.

શરમ મૂકી પાછળ આવી બેઉ બાજુ ની વાડ,
ડાળ નમાવી નીરખે ટગર ટગર આ નવરા ઝાડ ;
વળી વાયરે વાવડ વહેતાં કર્યાં, વહેતાં નદી નાં વ્હેણે
કાંડું મરડ્યું એણે

ચૂંટી ભરતાં પાણીથી પાતલડી થઇ ગઈ કેડ,
હું ય મુઈ ના કહી શકી કે, “આમ મંને કાં વેડ?”
પરવશ હું ખેંચાતી ચાલી, સમજું નહીં કે શેણે
કાંડું મરડ્યું એણે

– મનોહર ત્રિવેદી

2 replies on “કાંડું મરડ્યું એણે….. – મનોહર ત્રિવેદી”

  1. Padmaben & Kanubhai Shah says:

    સુંદર કાવ્ય રચના અને સારી સ્વર ગૂંથણી — WELL Composed — આભાર

  2. nilam doshi! says:

    વાહ વાહ..સુપર્બ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *