સ્વરકાર : બ્રિજેન ત્રિવેદી.
સ્વર : નેહા ત્રિવેદી અને કોરસ
Audio Player
કાંડું મરડ્યું એણે,
રીસ કરી ને છોડાવ્યું તો
ઝબ દઈ ઝાલી નેણે.
શરમ મૂકી પાછળ આવી બેઉ બાજુ ની વાડ,
ડાળ નમાવી નીરખે ટગર ટગર આ નવરા ઝાડ ;
વળી વાયરે વાવડ વહેતાં કર્યાં, વહેતાં નદી નાં વ્હેણે
કાંડું મરડ્યું એણે
ચૂંટી ભરતાં પાણીથી પાતલડી થઇ ગઈ કેડ,
હું ય મુઈ ના કહી શકી કે, “આમ મંને કાં વેડ?”
પરવશ હું ખેંચાતી ચાલી, સમજું નહીં કે શેણે
કાંડું મરડ્યું એણે
– મનોહર ત્રિવેદી