તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ – કાજલ ઓઝા વૈદ્ય

કાજલબેન જ્યારે ‘સિલ્બર જ્યુબિલી’ લઇને અહિં બે એરિયામાં આવ્યા હતા ત્યારે મહેન્દ્રઅંકલના ઘરે કાજલબેનને પહેલીવાર રૂબરૂમાં મળવાનું થયું! એ જ સાંજે એમણે ભેગા થયેલા મિત્રોને આ કવિતા સંભળાવી હતી..!! ત્યારથી ઘણી જ ગમી ગયેલી કવિતા – આજે તમે પણ સાંભળો .. તરબોળ થઇ જશો એની ગેરંટી..!!

તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ....... View of Nevada Falls - from the top.!

તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ…………View of Nevada Falls – from the top.!

કોઈ કહે કે શ્વાસ છે, કોઈ સુગંધનું આપે નામ,
તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ.

સપનાઓનાં ગામને કાંઠે સાત રંગની નદી વહે છે,
તારા મારા હોવાની એક અધૂરી વાત કહે છે;
સાત રંગને સાથે લઈને સ્પર્શે તારું નામ,
તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ.

એક સાંજની ડેલી ખખડે, સાત સૂરની બારી ઉઘડે,
બારીમાંથી ભાગે છટકી, એક સૂંવાળી રાત;
રાતને હૈયે ધબકે છે કોઈ ભીની ભીની વાત,
વાત વાતમાં મહેંકી ઉઠતું એક જ તારું નામ,
તારી પાછળ વહેતું મારા સપનાઓનું આખું ગામ.

કોઈ અટુલા વડને છાંયે બબ્બે નમણી આંખ ઊભી છે,
તારી સાથે ગાળેલી એક આખેઆખી રાત ઊભી છે,
રાત પડે ને શમણા ડોલે, સ્મરણોની પોટલીઓ ખોલે,
ખુલી ગયેલી આંખોમાં પણ ઝળકે તારું નામ,
તારી પાછળ વહેતું મારા સપનાઓનું આખું ગામ.

– કાજલ ઓઝા વૈદ્ય

 

Love it? Share it?
error

15 replies on “તારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ – કાજલ ઓઝા વૈદ્ય”

 1. Aalok Jani says:

  A very good….simply superb……feel very romantic after long time…..while reading…i can feel the smell….a pure air which is beyond our routine Air conditioner cold air.
  thanks for posting

 2. chandrika says:

  મસ્ત મજાની કવિતા.વાંચી ને દિલ બાગ બાગ થઈ જાય.

 3. Maheshchandra Naik says:

  પ્રેમની સરસ અનુભુતી અને અભિવ્યક્તિ,
  આનદ આનદ થઈ ગયો……………………..કાજલબેનને અભિનદન……………………
  અમારા સુધી આ કાવ્ય પઠન લઈ આવવા બદલ આપનો આભાર્………………

 4. ખુબજ સરસ… Really Nice Feelings……

 5. Yogesh says:

  Very nice!

 6. વિભા બ્રહ્મા says:

  આ ધોધમાર વરસાદી ગીત અંતરપટ પર ધોધમાર વરસી રહ્યું.

 7. Shah Madhusudan Chandulal says:

  સુંદર કાવ્ય ! વાંચીને જુવાનીમાં પ્રિય જન સાથે ગુજારેલી ક્ષણો યાદ આવી ગઈ,

 8. manubhai1981 says:

  કાજલબહેના …તમારુઁ બધુઁ જ લખણ ઘણ જ ગમ્યુઁ.આભાર્.

 9. sadruddin Batada says:

  thank u 4 shering..khubj gmee ane aakho bhini thy gyee.. aakhagam nee sathe hu pan gamna sabhy treeke sathe jodayo chu..

 10. nayana says:

  ખુબ જ સુદ રગિત ખુબ જ ગ્મ્યુ સ્પ્નનિ સગ અમે પન વિહ્ર્ર્વા લાગ્યા.

 11. ઊર્મિ …લાગણી…ભાવો…નાધોધ ઊમટી પડે…બેફામ… કંઈક ક્ષણો માટે ‘ પરમ આનંદ’ને ઉપલબ્ધ થવાયું !
  આભાર સહુ નો…. -લા’કાન્ત / ૪-૩-૧૩

 12. bharatibhatt says:

  dear kajalben,
  sapanaonu gam kavya rachna khub gami,paheli vakhatasamli chhe .sandar maNO BHAVANA CHHE.
  ATYARE AJAX LIBRARAYMATHI TAMARI SUNDAR SOCIAL BOOKNU VANCHAN KARI RAHI CHHU.VACHINE KHUBAJ NAVAI LAGI KE AATALI NANI VAYMA AAPA AATALU KEVI RITE MELVI SHAKYA? KHUB MAHENAT ANE AATHAG PRAYATNANO AA AAVISHKAR CHHE.GHANI SARI SARI BOOKS ANE SARA AUTHERNA QUATETIONS LIDHA CHHE.BAHU MAJA PADE CHHE.VASAVAVA JEVI BOOK CHHE.

  KHUB KHUB AABHAR.

 13. Sarla Santwani says:

  I have read quite a few articles by Ms. Kajal Oza Vaidya in News Papers. This came as a pleasant surprize! I think Poetry is her real forte. This poem so effortlessly conveys the romance of the stolen moments. Congrats to her. Waiting for more poems from her pen.

 14. ખૂબ સરસ બેન. ..મજા આવી ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *