આ ગઝલ જેના વિચારમાં લખાઇ છે – એ કવિની સખીનો આજે જન્મદિવસ છે..!! તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ ગઝલના performance નું live recording..!
Happy Birthday…!!! 🙂
**********
Posted on August 22, 2012:
February 27th, 2010 માં પહેલા મૂકેલી હિમાંશુભાઇની આ ગઝલ, આજના ખાસ દિવસે ફરી એકવાર – એકદમ મઝાના સ્વરાંકન સાથે..! અને હા, આ ગઝલ જેમના માટે ખાસ છે – એ બંને માટે આજનો દિવસ (August 22) ખૂબ જ Special છે.. તો બંનેને આજના દિવસની શુભેચ્છાઓ સાથે આ ગઝલ માણીએ..!! કર્ણિકભાઇ અને જયદેવભાઇએ એવું મઝાનું સ્વરાંકન કર્યું છે કે બસ સાંભળ્યા જ કરીએ..
સ્વર – ડોલર મહેતા
સંગીત – જયદેવ ભોજક, કર્ણિક શાહ
આલબ્મ – મેઘધનુષ
ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે
લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે
તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
– હિમાંશુ ભટ્ટ્
જયશ્રીબેન,
ગણગણવાનું મન થયા કરે એવી સુંદર ભાવવાહી,સીધી,સરળ અને સ્પર્શતી ગઝલ. પરંતુ હિમાંશુભાઈ ના અવાજ મા જે ગઝલ છે એ અધુરી કેમ છે? પહેલા તો આખી ગઝલ સાંભળી શકાતી હતી! પ્લીઝ એ ગઝલ આખી પાછી મુકો તો ઘણુ સારુ.
સાદ્યંત સુંદર રચના… બંને માટે આજનો દિવસ ચિરસ્મરણીય બની રહે એ જ શુભકામનાઓ.,..
ખુબજ સરસ ગીત અને સંગીત. અભિનંદન્.
A GOOD GAZAL, INDEED !
લગા લગાગાના આવર્તનોવાળી સુંદર ગઝલ અને શબ્દો જેટલું જ કર્ણિકભાઈ અને જયદેવભાઈનું મધુર સ્વરાંકન…સૌને અભિનંદન..
પ્રિયતમા ના વિચાર અને ચિતાર માં વિહરતી સુંદર ગઝલ.
સ્વરાંકન અને ગાયકી પણ મધુર.
યોગિની અને ઉલ્લાસ ઓઝા
બહુ જ ફાઇન ગઝલ.
એક જ વિચાર બસ પ્રેમનો, મોહનો,ચાહનો!!!!!!!!!!!!!!!!!!
અઢી વર્ષ પહેલાં જે પ્રતિભાવ આપ્યો હતો એ જ દોહરાવવાનું મન થાય છે:
વાહ… થોડા અરુઢ છંદમાં પણ મજાનો લય અને રવાની ધરાવતી મસ્ત ગઝલ… બધા શેર મનનીય થયા છે…
આ ગઝલમાં જે સંગીત છે એ અદભુત છે..
આ મોહ શાનો?
આ ચાહ શું છે?
આ પ્રેમ શુ છે?
આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે?
કદી કદી એ વિચાર આવે ઃ- આ લાઈનો સાભલવા મલિ નહિ.
સરસ રચના
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
છેલ્લી પંક્તી વાંચીને કાંઈક કેટલા શેર યાદ આવ્યા
‘તારા જવાને સદિઓ વીતી ગઈ છે છતા,
સમયની રેતી પર તારા પગલાના નીશાન શોધુ છુ’
‘કોઇ ના ચેહ્રામા તારો ચેહ્રો તલાશ કરુ છુ,
જાણે પત્થર ના શહેરમા સન્ગેમરમર તલાશ કરુ છુ,’
‘કી ખ્ત્મ અપની ઝિશ્ત હી અપની તલાશ મેઁ
લેકિન મીલા ન ઉમ્રભર અપના પતા મુજે.’
ઉત્તર આ રહ્યો
‘જો શોધવી મને હો,તો તારી તલાશ કર.’
સુંદર મુક્તક
આ મોહ શાનો?
આ ચાહ શું છે?
આ પ્રેમ શુ છે?
આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે?
કદી કદી એ વિચાર આવે… વાહ્.. વાહ …અને વાહ્…
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ….જ્યાં સાંજ ઉગે; તમારા સ્મિતે…. સવાર આવે…
લટક મટકતી ….લટો તમારી, ને ગાલ પર …જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે ….કદી ડુબાડે, જો યાદ એની…. લગાર આવે
તમારી સુરખી… તમારું ચિતવન…. સ્મરણ ….સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર….કદી ગગન માં…..બધે તમારો ખુમાર આવે
સરળ શબ્દો માં ઘણુ બધુ કહેવાઈ જતુ હોય છે તે આનુ નામ્….
Thank you friends, all of you. I have always been a huge admirer of Shayada, Gani Dahinvala and Rajendra Shukla’s work (amongst others). As someone has rightly pointed out, this ghazal’s meter, radif and kafiya are inspired by the exquisite ghazal from Shayada-ji … My favorite sher from that ghazal:
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું
જીવનમાં એથી વિષેશ શું છે? વિચાર જાયે, વિચાર આવે …
shayadaa-ji
ખૂબ જ સ-રસ મજાની ગઝલ… ઘણા વખત પહેલા હિમાંશુભાઈએ પોતે જ આને ફોન પર સંભળાવી હતી અને ખૂબ જ ગમી હતી.
અભિનંદન હિમાંશુભાઈ!
આજ છંદમાં રાજેન્દ્ર શુક્લની એક જાણીતી ગઝલઃ
અવાજ જુદો
http://www.forsv.com/guju/?p=494
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે..
ગણગણવાનું મન થયા કરે એવી સુંદર ભાવવાહી,સીધી,સરળ અને સ્પર્શતી ગઝલ.
ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે
સરસ ભાવ શબ્દોથી મલકતી ગઝલ.મજા આવી.
રમેશ પટેલ(આકાશદીપ)
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…
વાહ!
આ ગઝલના શેરોમાં શરૂઆતમાં પ્રિયવ્યક્તિના વિરહથી પ્રગટેલા પ્રેમ માટેનો તરવરાટ છે તલસાટ છે અને છેલ્લે મક્તામાં ” આ સઘળું જાણે મિથ્યાવાદી મોહજાળમાં ફાંફા મારવાં જેવું છે” એ અનૂભૂતિ ભાઇ હિમાંશુએ સરસ રીતે વ્યક્ત કરી છે.આપણને આપણાં અસ્તિત્વના પ્રયોજન માટે વિચાર કરતાં મૂકી દે છે.
ખૂબ સરસ !
ડો. જગદીપ ર. ઉપાધ્યાય
આ રચના ગાવાની મઝા આવે એવી છે…..
ડો.નાણાવટી
આ રચના ગાવાની મઝા આવે એવી છે…..
પ્રિય ભાઈ હિમાંશુ,
અભિનંદન ઘણી જ પ્રેમભરી રચના માટે! છેલ્લી પંક્તિ ખુબ જ ગમી! એમાં પ્રેમના અંતે
જીવનનો સંદેશ સમજવાનો અણસાર છે. આવા સુંદર ગીતો લખતા રહો તેવી શુભેછાઓ!
“આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…”
તેજલબેનને બર્થ ડે ની ખુબ ખુબ શુભેછાઓ.
દિનેશ ઓ.શાહ, શાહ-શુલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેકનોલોજી, ડી.ડી.યુનિવરસીટી, નડિયાદ,ગુજરાત,ભારત
ભુલાતા શબ્દો ,’કને’,’લગાર’ ને વાપરી નવી ભાત પાડતું આ કાવ્ય મને પણ ખુબ ગમ્યું.કલાપીની અમર રચના,” જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની “ની યાદ આવી ગઈ.ગાલમાં પડતા ખંજન ને ભંવર ની ઉપમા આપી કમાલ કરી.
બહુજ સરસ.
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ છું શું છે? કદી કદી એ વિચાર આવે…
Excellent! a basic question. seems nobody can answer for you. But every one has to answer oneself!
This web site is superb!
Can you please post a poem “Maran” by Chunilal Madiya. Thanks
Bhalodkar
તમારી મારી તલાશ છું શું છે? કદી કદી એ વિચાર આવે.
Very nice ghazal!
In this line, છું is extra. I may be wrong. It sounds better like
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે.
સરસ રચના.
સરસ પ્રણયરંગી ગઝલ. સાગરની લહેરો સમું ‘લગા લગાગા’ના આવર્તનોનું સંગીત પણ ગમે એવું છે.
સરળ શબ્દોમા સુંદર રજૂઆત…
આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ છું શું છે? કદી કદી એ વિચાર આવે…
ખુબ સરસ,ચરૈતિ ચરૈતિ,એમ લખતા રહો લખતા રહોપ્રેમોર્મિ.
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…
કલાપિનિ જેમ જ્યાં જ્યાં નજર મારિ પડૅ.
પ્રેમોર્મિ (રમેશ પટેલ)
સુંદર ગઝલ! ચોટદાર મક્તા!
શયદા સાહેબની આજ રદિફ-કાફિયા વાળી ગઝલ યાદ આવી ગઈ.
કલાપીની કવિતા યાદ આવી ગઇ. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની. ખૂબ સરસ રચના
વાહ… થોડા અરુઢ છંદમાં પણ મજાનો લય અને રવાની ધરાવતી મસ્ત ગઝલ… બધા શેર મનનીય થયા છે…
આ ગઝલમાં જે સંગીત છે એ અદભુત છે..
સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…
કાશ.. તમારી અને અમારી સવાર સાથે આવે…
પ્રિય અમિત તથા જયશ્રી,
ખુબ જ સુન્દર ગઝલ.વાંચવાની મઝા અવી-મમ્મી
સખી, એ ખુણો તમારા પલવ માં.સાંજ ઉગે,સ્મીતે સવાર થાય,
સરસ. ઘણી વખત સરળ શબ્દો માં ઘણુ બધુ કહેવાઈ જતુ હોય છે.
જયશ્રીબેન,
ન હો તમે જો કને સખી તો – હિમાંશુ ભટ્ટ્ By અમિત, on February 27th, 2010 in ગઝલ , હિમાંશુ ભટ્ટ |સાદા સરળ શબ્દોમાં ઉતમ રચના. અભિનંદન.
ચન્દ્રકાંત લોઢવિયા.