આજે આ મઝાનું વૃક્ષકાવ્યોનું ગુચ્છ … અને હા, સાથે ગુંજનભાઇનો એક શેર પણ યાદ આવી ગયો તો એ પણ મમળાવી લઇએ..!!
છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.
– ગુંજન ગાંધી
માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.
*
પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.
*
ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.
*
દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.
*
વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.
– ધૂની માંડલિયા
વાહ… ધૂની માંડલિયા… ખૂબ સરસ રચનાઓ…
દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી…. બનેતો તમારા શબ્દોમાં સમજાવો.
કુટુંબ હો તો વડલાના વૃક્ષ જેવું જેમાં દિકર-દિકરીઓ વડવઇની જેમ ભાર ઉપાડી લે!
વૃક્ષની મહીમાનુ સરસ કાવ્ય……………………