અલક ચલાણું ઓલે ઘેર ભાણું – સુરેશ દલાલ

આજે ઘણા વખત પછી અકે ઘણું જૂનું બાળગીત….

સ્વર – હંસા દવે, વિરાજ/બીજલ ઉપાધ્યાય
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
બાળગીત આલબ્મ – અલક ચલાણું

ધીમે ધીમે ઊગે વ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પંખીનું ગમતીલું ગાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગાડી ઉપડે તો હું જાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પલમાં પાલઘર પલમાં દહાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હું સુરતની સહેલને માણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
વડોદરાની વાત વખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

કોઈને ત્યાં અવસરનું ટાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કોઈને દડીયે દડીયે કાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

મોટા કોઈ નાના પરમાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
અન ઉક્લેલું કોઈ ઉખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

જ્યાં જાઉં ત્યાં મારું થાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
જમતા મારી વાત અથાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગીત ગાવું નહીં જરી પુરાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કંઠે મારે રસનું લ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હજારને નવસો નવ્વાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
હું લાખોનું નગદ નાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

– સુરેશ દલાલ
(શબ્દો અને ઓડ્યો ફાઈલ માટે આભાર – Arpana Gandhi)

11 replies on “અલક ચલાણું ઓલે ઘેર ભાણું – સુરેશ દલાલ”

 1. Kamlesh says:

  વો કાગઝ કી….બાળપણ ની યાદો….

 2. chhaya says:

  ગિત ગાવુ નહિ જરિ પુરાનુ .
  આ સુરેશ્ભાઇ નુ નવુ વર્ઝ્ન ચ્હે ,

 3. manubhai1981 says:

  ગાત ગમ્યુઁ .આભાર.

 4. Mitul Thakkar says:

  તમે બચપન યાફ અપવિ દિધુ.

 5. Mitul Thakkar says:

  તમે બચપન યાદ અપાવિ દિધુ.

 6. a.s.mehta says:

  વાહ ! મજા આવી ગઈ, બાળપણ યાદ આવી ગયું, આવા તો અનેક ગીતો છે, જેમકે અડકો દડકો દહી દડુકો, વાર્તા રે વાર્તા ભાભા ઢોર ચારતા, અમે ફેર ફુદરડી ફરતાતા,વગેરે
  આ ગીતો ગાવા નો આનંદ પણ આવતો અને સંસ્કારો પણ મળતા.
  એક જોડ્કનું યાદ આવે છે, પંદર એક પંદર ગાડી આવી અંદર ગાડીએ મારી ચીસ પંદર દુ ત્રીસ.

 7. chandrika says:

  ખુબ મઝા આવી બાળગીત સાંભળવાની,દરેક માને તેમના બાળકો ના બાળપણ માં તેમની સાથે ગાયેલા ગીતો અને તે સમય યાદ આવી ગયો હશે.

 8. બાલ પન નિ વાતો , આ વ્વા જ બલગિતો લય્ને આનદ્ન અપિ જયે ……….આભ્હ્રર ને અભિનદાન , ધન્યવાદ

 9. Bhupesh R Kansara says:

  આભાર.

 10. neesha nanavaty says:

  બચપણમાં આલ્બ્મમાંના ઘણા ગિતો શાળામાં ગાઈ ને ઈનામ મેળવ્યા. mare ek geet joie chhe : jara dodu tya dada ni boom ke dikra dodo nahi…. sambhalwa male kharu ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *