સુખનું સરનામું – શ્યામલ મુનશી

ભાવનગરમાં યોજાયેલ ‘સ્વરસેતુ’ પ્રસ્તુત ‘ઉગ્યું વસંત પ્રભાત..’ કાર્યક્રમમાંથી આ એક ગીત..! અને નવાઇની વાત છે કે – સવારે ૬.૩૦ વાગ્યે ગુજરાતી કવિતા – સુગમ સંગીત માણવા મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ હાજર હતા..!! આ કમાલ છે આપણા સંગીતની – અને શ્યામલ-સૌમિલના સ્વરસેતુની..!! 🙂

અમારા San Francisco Bay Area – California ના ગુજરાતીઓને ખૂબ જલ્દી મોકો મળશે – મુનશી Trio અને તુષારભાઇને રૂબરૂ સાંભળવાનો.. Sept 21-22 ના દિવસોએ તમે અહીં પહોંચી શકતા હો તો આવી જાવ.. મઝા આવશે જ, ચોક્કસ!! અને હા – અહીં કેલિફોર્નિયા રહેતા તમારા પેલા મિત્રો સાથે ઘણા વખતથી વાત નથી થઇ ને? આજે જ એમને ફોન-ઇમેઇલ કરો – કેટલું સરસ બહાનું છે એમને યાદ કરવા માટેનું – અને એમને એક નહીં – બે મઝાની સાંજ ભેટમાં આપવાનું..!! 🙂

Click Here for the Details of the Bay Area – California programs of Munshi Trio & Tushar Shukla

સ્વર – શ્યામલ મુનશી
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુનશી
રસદર્શન – તુષાર શુક્લ

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.

સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?

ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !

કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.

21 replies on “સુખનું સરનામું – શ્યામલ મુનશી”

  1. બહુ જ સરસ ગીત…..દુઃખ ના ડુંગર ઉપર બેસી શોધતો રહેલો માનવી…
    કદાચ જન્મારા પણ લાગે….ક્યારેક તો ઠેકાણે એને શોધતુ શોધતુ સામેથી
    જરૂર આવશે… કવિ ને સલામ

  2. I have heard him live twice in Mumbai….at Bhavans and Tejpal. If i am correct, Dr Shyamal is a Plastic( or Cometic) Surgeon in Ahmedabad. He, i think is all three of this beatutiful song…..Poet, Singer and Composer. Gujarati language has become a lot richer by this one man called Shyamal Munshi. His another song, equally beautifully rendered, furthering the same theme of Sukh is also a treat to listen. Wordings are something like Sukhne nahi kshanma jeevo…..If TAHUKO can bring us……

  3. sundar rachana with some philosophical ideas.sukhni shodhma hu to duniya fari vali,kyay nahi bhalu me sthan,anubhavnu bhathu lai nisari hu gharmathi,shodhva te thham.cho dishane me padkari pan dishae no didho aabhas.shodhta shodhta shodhi vali, aanayashe aavi malyu mare haatha.

    aajchhe tahukani swad.maja aavechhe.

  4. shyamal bhaie khubaj sundar rachana jivanani vastvikata sathe varnavi chhe.sukha shodhava nathi javu padatu,teto tamara jeevanani hareka kshan sathe j chale chhe. tamarama tene aatmasat karvani tev hovi jaruri chhe.

    khub sundar rachana chhe.manbhar mani.aatma chintanno anubhav malyo.

  5. જેમ આ કવિતા વાચતો ગયો તેમ લાગ્યુ કે કવિ ભગવાન ની શોધ કરે છે.
    ને પછી છેલ્લે વાચ્યુઃ
    “મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.”

    જે માન્યુ હતુ તુ તે બધુ ખોટુ સાબિત થયુ.
    કા તો કવિ ખરેખર મ્રુગજળ પાછળ દોડે છે, ને કા તો નાસ્તિક છે. ભગવાન મ્રુગજળ નથી.

    પણ ભગવાન તેવુ કરવાની પણ સૌ ને છૂટ આપે છે.

    “દયાળુ પ્રભુ, સૌનુ કરો કલ્યાણ”

    જય શ્રી ક્રિશ્ન!
    સુરેશ વ્યાસ

  6. આતિ સુન્દર શબ્દો ને ખુબ જ મેીથો સ્વર જાને કાન મા મોર પિચ્હુ ફર્ફરે.

  7. Sukh Nu Sarnamu Dhukadu Chhe !!
    “Swar Setu”.Listen and absorbed in Naad,Bhrama,Taal and Lay !!!
    Very Ecstatic pleasure derived listening,”Sukh NU Saranamu Aapo.
    Thanks……..Thanks……..Thanks………..

    • shukh tamari pasaj chha …anu address Tama potaj tamari tapal ma drop karo ..ana tama potaj kholina vachho. Kamaka a tamari bhasa writing tamaj vacci sako.

  8. ખુબજ સરસ શબ્દો અને એથિ વધુ સુન્દર અને મધુર – સ્પશ્ અવાજ્..સુખ નુ સરનામુ કાર્યક્રમ નિ આખિ સિડી વસાવવા જેવિ ચ્હે….

  9. મનહર ઠકકર, શિકાગો

    સુખનુ સરનામુ અમેરિકામા તો નથિ જ.

  10. સુખનુ સરનામુ બધા જ શોધતા હોય છે અને હજુ શોધી રહ્યા છે.
    હસતા હસતા લોકો કહેછે ‘ગુગલ’ પર પણ મળતુ નથી !!
    સુંદર ગીત અને સાંભળવાની પણ મઝા આવી.

  11. કેવી સુંદર વાત,સુખનું સરનામુ આપો!જે આપણા હાથ માં જ છે અને શોધવા માટે સરનામુ જોઈએ?-સરસ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *