સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા , સત્યેન જગીવાલા

This text will be replaced
હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી
ધવલ ધવલ વસ્ત્રધારીણી
વંદુ તુજને શીશ નમાવી
બ્રહ્મ કમંડળમાંથી પ્રગટી
વસંતપંચમી દિન તું જન્મી
થઇ તું ગંગાની જન્મોત્રી
તવ કૃપા આ ઋષી સંસ્કૃતી
હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી
આદ્યદેવી તું જ્ઞાનીઓની
લક્ષ્મીજીની પ્રિય સહેલી
દીપ જ્ઞાનના તું પ્રગટાવે
જગમાંથી અંઘાર મીટાવે
___ વસનારી તું મધુરી
સુવાસ જ્ઞાનની તેં ફેલાવી
જ્ઞાનધાર અવનીમાં વહાવી
ન્યાલ કરે તુજ અમૃતવાણી
સૂર મધુર રેલાવનારી તું
લય આલાપમાં ભરનારી તું
અખિલબ્રહ્માંડે ગીત ગજાવે
જગને તા તા થૈ તું નચાવે
વીણાવાદિની, મયુરવાહીની…
( સરગમ… )
Share what you loved...
Email
સૂર મધુર રેલાવનારી તું
લય આલાપમાં ભરનારી તું
અખિલબ્રહ્માંડે ગીત ગજાવે
જગને તા તા થૈ તું નચાવે
વંદુ તુજને શીશ નમાવી-
ખુબ જ સરસ પરિક્ષાના માહોલમા સરસ્વતિ દેવીની વદના સારી
ખુબજ પવિત્ર અને મન ભાવન ભક્તિ સન્ગિત સામ્ભદવા મલ્યુ
આપ નો ખુબ આભારિ
સરસ સંગીત અને સ્વર…ખૂટતો શબ્દ “કંઠે”…
“કંઠે” વસનારી તું મધુરી.
ખુબજ પવિત્ર અને મન ભાવન ભક્તિ સન્ગિત સામ્ભદવા મલ્યુ
આપ નો ખુબ આભારિ
વાહ,વિણાવાદીનીની આવી સ્તુતિ પહેલી વખત વાંચવા મળી.
સરસ્વતી માત હો મારી ,તમોને પાય લાગુ છુ,
તમારા બાળ જાણીને હૃદયમાં વાસ માંગુ છુ…..