મારા હું ની બહાર ગયો જ્યાં લગાર,
મીઠું અદીઠું અચરજ દીઠું
ચારે કોર છે મારો વિસ્તાર !
મારા ‘હું’ ની બહાર ગયો જ્યાં લગાર,
જંગલ -જંગલ ફૂલપાનમાં
વાંચુ આઠ પ્રહરને.
પહાડોની પંક્તિઓ પઢતો,
નદી-નાદને ઝરણે,
દરિયા પર ઊર્મિમય ઊઠતી
માણું ગીતલહરને !
પરી સરીખી હવા વિહરતી હશે શોય આકાર !
શું છલકાયું, શું મલકાયું
ભેલ ભુલાયો જાચું
હુંય મને વળગ્યો ત વળગ્યો
એય એટલું સાચું,
સહુમાં સળવળ સળવળ થાતા
શૂન્ય શબ્દને વાંચું
પ્રથમ વાર મેં પરખ્યો મારો થયેલ ભાગાકાર ..!
બહુજ સરસ રચના સુન્દર કલ્પ્ના
shree yosephbhai,
khubaj sundaravar navar tamne vanchvano lahavo male che.vadhu ne vadhu lakho aevi subheccha.
સરસ રચના…વધુ રચનાઓ હોય તો ગમશે…ઓવરઓલ સુન્દર કલેક્શન
ખૂબ જ સરસ્.. !!
યોસેફ સર પાસે ગુજરાતી શીખેલા તેનો
આજે વિશેષ આનંદ, ઉત્કૃષ્ટ, નવતર રચના……!!
સરસ ગીત
ટહુકા પર રહે તરન્નુમની આશ
સહેજ જ હુંની બહાર અને
સહુમાં સળવળ સળવળ થાતા
શૂન્ય શબ્દને વાંચું—
તેનો અણસાર…
પરમ પાસે તેવી યાચના