ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

સ્વર – સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

ગાગરમાં પાણી છલકવાનું છે,
જોબનિયું આજે ઝલકવાનું છે.
જ્યાં જ્યાં તમારા પગલાં પડ્યાં,
ઝાંઝરને ત્યાં ત્યાં ઝમકવાનું છે.

કેસર-ગુલાબી ચુંદડીને સંગ,
સજનીને સાંજે મળવાનું છે,
મઢૂલી બનાવી કાનની સંગ,
મુરલીના નાદે મટકવાનું છે.

નજરયુંથી નજરને મળવાનું છે,
ઝરમર ઝરમર વરસવાનું છે,
ફૂલની સંગે મહેંકવાનું છે,
લજામણી થઇ શરમાવાનું છે.

ઉભરતી ઉંમરને તલસવાનું છે,
આશિક આદિલને બહેકવાનું છે,
મુખડું તમારું પૂનમવાનું છે,
મધરાતે શમણામાં મળવાનું છે.

– કમલેશ સોનાવાલા

10 replies on “ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા”

 1. સ્વર – સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
  સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
  ને શ્બ્દો- કમલેશ સોનાવાલા
  ત્રિવેણી સંગમ..જાણે ભળી સોનામાં સુગંધ..!

 2. ખરેખર આ ગીત મજાનુઁ છે!
  તેને ઘણી વાર સાઁભળવાનુઁ છે!!!

 3. Navin Badani says:

  ઘના વખતે સુન્દર રચના . અભિનન્દન્

 4. નજરુને નજર ને મલવાનુ, અને ઝર્મર ઝમર વરસવાનુ–વાહ વાહ્—-!

 5. vimala says:

  મેીઠા મધુરા સ્વર્,શ્બ્દો અને સંગિત .સમ્ભલ્યા પછી પન ગુન્જિય કરે છે કાન અને મનમા.

 6. arvind patel says:

  Vah, Vah, purshittambhai, very good composition and
  sadhna and Parthive beautiful voice. liked very much. thank you. arvind patel

 7. k says:

  ઝાકમઝૉળ

 8. Ravindra Sankalia. says:

  ગુજરાતી યુગલગીત ઘણે વખતે સાન્મ્ભળ્વા મળ્યુ.ત્રિવેણી સન્ગમ એમ કોઈએ કહ્યુ છે તે સાથે હૂ સમત થાઊ છુ.

 9. mahesh rana vadodara says:

  સરસ ગિત સરસ શબ્દો મજા આવિ

 10. Prashant Patel says:

  Rekhabhen’s comment is on the nose. બધુજ અફલાતુન છે.

  “મુખડું તમારું પૂનમવાનું છે!” શું સુંદર શબ્દ અપનાવ્યો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *