હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.
ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.
હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.
હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.
ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.
હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.
સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.
– મનોજ ખંડેરિયા
વાહ રેવાહ ! મનોજ ખનડેરિયા વાહ્! જિન્દગિને અડિને અને અનુભવિને શુ લખિ ચ્હે ગઝ્લો!! મનને અને હ્રદય ને સ્પર્શિ ગૈ તમારિ ગઝલો!! આપનો ખુબ ખુબ આભારિ !! બન્સિ પારેખ્.૦૬-૨૭-૨૦૧૩. ગુરુવાર્.૬-૦૦ સાન્જે.
My God !! A real Eye Opener
VAH VAH BAHOT ACHHE મજા આવિ
…હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું…
…ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું…
Nice!!!
of course, it cannot be. I came to know it, as incidentally just before 3-4 days back I listened previous post…thank you
Good catch, Nirlepbhai.
Duplicate post was not intentional, I just missed it.
Thanks!
https://tahuko.com/?p=10068 I listened it earlier in poet’s own voice…..post dated 7th Oct. 2010, as per link…so why duplicate post?
હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું………..my god…amazing thx
અદભુત અદભુત અદભુત ગઝલ…
ઘણા વખતે વાંચી પણ ફરીથી આ ગઝલના અને ગઝલકારના પ્રેમમાં પડી ગયો…
વાહ !!!
સૌથી મોટો આનંદ ગમતું કરવાનો હોય છે ..પરંતુ સતત આનંદને પણ ક્યારેક એક્કોર મુકવાની સહજ લાગણી થાય ..ત્યારે માત્ર વિશ્રાંતિની ઝંખના પ્રબળ બને ..માત્ર મુક્તિની પ્યાસ સર્વોપરી બની જાય ત્યારે મુક્ત મનઃ સ્થિતિથી વધુ કશું ખપતું નથી ..
આઈ.જે.સૈયદ
હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું…
ખુબ સુંદર ગઝલ..દરેક કડીનો પ્રાસાનુપ્રાસ સમ્નવય ખુબ જ અદાકારી છે અભિનંદનને પાત્ર છે…આભાર ગુંજારવનો, શ્રી મનોજભાઈ ખંડેરિયા નો અને ટહુકા પર રજુ કરવા શ્રીમતી ડીયર જયશ્રીબેનનો..