ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

સ્વર – સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

ગાગરમાં પાણી છલકવાનું છે,
જોબનિયું આજે ઝલકવાનું છે.
જ્યાં જ્યાં તમારા પગલાં પડ્યાં,
ઝાંઝરને ત્યાં ત્યાં ઝમકવાનું છે.

કેસર-ગુલાબી ચુંદડીને સંગ,
સજનીને સાંજે મળવાનું છે,
મઢૂલી બનાવી કાનની સંગ,
મુરલીના નાદે મટકવાનું છે.

નજરયુંથી નજરને મળવાનું છે,
ઝરમર ઝરમર વરસવાનું છે,
ફૂલની સંગે મહેંકવાનું છે,
લજામણી થઇ શરમાવાનું છે.

ઉભરતી ઉંમરને તલસવાનું છે,
આશિક આદિલને બહેકવાનું છે,
મુખડું તમારું પૂનમવાનું છે,
મધરાતે શમણામાં મળવાનું છે.

– કમલેશ સોનાવાલા

10 replies on “ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા”

  1. Rekhabhen’s comment is on the nose. બધુજ અફલાતુન છે.

    “મુખડું તમારું પૂનમવાનું છે!” શું સુંદર શબ્દ અપનાવ્યો છે!

  2. ગુજરાતી યુગલગીત ઘણે વખતે સાન્મ્ભળ્વા મળ્યુ.ત્રિવેણી સન્ગમ એમ કોઈએ કહ્યુ છે તે સાથે હૂ સમત થાઊ છુ.

  3. મેીઠા મધુરા સ્વર્,શ્બ્દો અને સંગિત .સમ્ભલ્યા પછી પન ગુન્જિય કરે છે કાન અને મનમા.

  4. સ્વર – સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
    સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
    ને શ્બ્દો- કમલેશ સોનાવાલા
    ત્રિવેણી સંગમ..જાણે ભળી સોનામાં સુગંધ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *