ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ

સ્વર – હરીહરન
સ્વરાંકન – અજિત શેઠ

આપણા દુ:ખનું કેટલું જોર ?

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ, આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

જલભરી દ્રગ સાગર પેખે,
હસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

-રાજેન્દ્ર શાહ

8 replies on “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ”

  1. આજ વાત્ જે જેવન નિ ગહન્તા સમ્જવિ જાયે ……………………………………..આભાર ……..ને ……..અભ્નદ્નદ ………..

  2. બહુ સરસ કાવ્ય છે. “આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર”
    આખો વખત દુઃખના રોદણાં નહીં રડવાનાં અને દુઃખમાં પણ નહીં હારવાનું.

  3. આપણા દુખ……..હરિહરન ગાય,ને કોઇ નુ જોર ન ચાલે.
    દેવદત દવે.

  4. આપણા દુઃખનુઁ જોર જાણવુઁ પણ અશક્યવત છે.
    કવિને દિલાસો આપવા સિવાય શુઁ કહેવાય ?
    કાવ્ય મૂકવા બદલ આભાર બહેના…….!

  5. જલભરી દ્રગ સાગર પેખે,
    હસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,
    એનું ઝીણું વણાય દુકૂલ;
    નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
    ખુબજ સુન્દર રચના….ને એમાય તે આવી સુન્દર કલ્પના..સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *