તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ

આજે કવિ શ્રી રાવજી પટેલના જન્મદિવસે આજે એમનું ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

17 replies on “તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ”

 1. vineshchandra chhotai says:

  આ તો વત મજજનિ , ખરિ મજ્જ પદિ ગયિ

 2. Manav says:

  રાજેશ મહેડુ ના અવાજમાં પણ આ ગીત છે.

 3. Nihir Shah says:

  હરિહરનનો સ્વર છે.
  થોડી શબ્દ રચનામાં ભૂલ છે…

  તમે રે અકસર થઈને ઊકલ્યા !
  અમે પડતર મુંઝારા ઝીણી છીપના,

  -નિહિર શાહ
  અમદાવાદ

 4. Himanshu Trivedi says:

  Khoobaj Saras Geet – Adbhoot Kavi hata Ravjibhai…unfortunately, he could not be with us for a while and passed away quite young; sad.

 5. રાવજીભાઇ પટેલ ડાકોર પાસેના ગોકળપુરા ગામના હતા.
  અઁગત,અશ્રુઘર,ઝઁઝા એમનાઁ સર્જન છે.બહુ નાની વયે
  કેન્સરની બિમારીમાઁ દેહ છોડ્યો !ભાવાઁજલિ, આભાર !!

  • સુગમ સન્ગેીત નો કોઇ એ ખરેખર તદ્ન્ન સાચો અનુભવ કરવો હોય તો આ ગેીત ને ખુબ જ સામ્ભ્દો….

 6. BHAVESH SHAH says:

  તમે રે તિલક રાજા રામના is very well sang.
  May I know who sang this song ?

 7. Asutosh says:

  The song was sung by Bhupinder. Ravjibhai died from TB and not cancer…All his works are very touchy. My favorite one is ” maari aankhe kankoo na suraj athmya”…

 8. Ashwin Rana says:

  Its a master creation of Shri Ravji Patelji. Bhagwan always keep pure soul like Shri Ravji Patelji with them.
  This song was sung by Hariharan and this was a part of Album “Maari aankhe kankoo na suraj athmya”…
  The entire event was created and organised by Shir Ajit Seth & Smt. Nirupama Seth in Mumabi at Bhartiya Vidhya Bahavan. And Yes the title song of Album “Maari Aankhein” was sung by Bhupinderji.

 9. jagruti ashutosh says:

  thankx, i was waiting for this…
  plz help to understand the meadning of:
  તમારી મશે ના અમે સોહિયાં
  અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના

  Thankx for your reply

 10. rajesh raval says:

  Still finding meaning of this very nice poem or what

  Please help 9427682516.8128441622…

 11. prarthana says:

  thanks for the posting this awesome song.very touchy song.

 12. RAJESH TANNA says:

  ખુબ અનન્દવ્યો.

 13. gita desai says:

  ખુબ જ નાનિ વયે મુર્જાયેલ આ ફુલએ ચારેબાજુ સુગન્ધ ફેલાવિ..અમુલ્ય ખજાનો મુકિ ગયા
  ખુબજ આદર સાથે નમસ્કાર્…..

 14. sugam sangeet na aatla khb j saras songs ne download krva mate koi j rasto hoy to janavva vinti…..aa song sambhdi ne khrekhar ek judi j adabhut dunia no anubhav thay che…

 15. Nishrin says:

  Excellent lyrics and composition. i have been looking for this since long. thanks I got tahuko.com. Very good collection that allows me to be with myself. My heartiest tribute to Shri Ravji Patel

 16. Suresh Shah says:

  તળપદી ભાષાની સુંદર રચના. ગમતાનો ગુલાલ કરવા બેસી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *