અત્તરિયાને – બાલમુકુન્દ દવે

હમણાં ટહુકો આયોજિત સ્વર અક્ષર – 2 શ્રેણીમાં વિજય ભટ્ટે ખુબ સુંદર સ્વરાંકન પ્રસ્તુત કર્યું. તમે પણ એની સુગંધ માણો 🙂

સ્વર:વિજય ભટ્ટ
સ્વરાંકન:વિજય ભટ્ટ

.

ગઇકાલે જ નિલયભાઇએ આ ગીત યાદ કરાવ્યું – તો મને થયું કે આવા મઝાના ગીતનું અત્તર દેવામાં વાર શેની? ઘટડામાં ઘેન ભરતી આ કવિશ્રી બાલમુકુન્દ દવેની ગજબની દેન… માણો અને થાઓ અત્તરભીના…!!

******

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

( આભાર : Readgujarati.com)

8 replies on “અત્તરિયાને – બાલમુકુન્દ દવે”

  1. ખુબ જ સરસ કાવ્ય. નિશાળ ના નવમા ધોરણ ની યાદ આવી ગઈ.

  2. Ghana divaso pachhi aa kavita sambhadi, mane baro bar yaad chhe ke aa kavita 9th std gujarat board, gujarati na pathya pustak ma hati ane school ma aa kavita bhanava na divaso yaad aavi gaya…
    Tyar karata aaje aa kavita ghani vahali lage chhe…

  3. ખુબ સુંદર ગીત
    મકરંદ ભાઈએ સુરેશભાઈ દલાલને “અત્તરિયા” કહી આમ સંબોધ્યા હતા:
    “મુંબઈ થી આવ્યો એક અત્તરીયો…”
    આ ગીત આમ ત્રણ ગુજરાતી કવિઓ ને જોડે છે
    ગીત સ્વરબદ્ધ થયું છે? ગવાયું છે?

  4. Thanks Jayshreeben. I appreciate your quick reply. Beautiful poem. ખરેખર, નિશાળના દિવસ યાદ આવી ગયા. જો તમોને તક્લીફ ના આપતો હોઉ તો, બીજી મનમોહ્ક કવિતા યાદ કરાવુ. મારો પણ હેતુ જનાનંદ, લોકાનંદ.
    ભગવતીકુમાર શર્મા સાહેબ રચીત અંધ ની ગઝલ- “હા! બને ઘટનાઓ પણ દ્ર્શ્યો વગર…..”
    If you couldn’t find it, please let me know. I may have it.

  5. ખુબ ખુબ આભાર જયશ્રી,

    નિશાળના દિવસ યાદ આવી ગયા. અહીં અત્તરિયા સાધુ સંતોને આપેલ રૂપક છે જ્યારે અત્તર એ પ્રભુભક્તિનુ સૂચક છે. સંતોને સલાહ આપવામા આવી છે કે પ્રભુભક્તિનો વેપાર ના થાય. એ તો એમને એમ દેવાય. બહુ જ મજાનું કાવ્ય!!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *